તમારી સામે પ્રસ્તુત છે પેરિસમાં 3 દિવસમાં શું શું કરવું એની વિગત!
પેરિસ એ ફ્રાન્સનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ફ્રેન્ચ રેવૉલ્યુશનમાં મહત્વનો ભાગ ભજવી ચૂકેલું પેરિસ "સિટી ઓફ લવ" તરીકે અત્યારે પર્યટકોમાં ફેમસ છે. અહીંના મોડર્ન રેસ્ટોરન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ સેન્ટર્સ લોકલ અને ઇન્ટરનેશનલ બંને પર્યટકોને આકર્ષે છે. ચાલો જાણીએ અહીંના મુખ્ય આકર્ષણો વિષે..
ધ લુવ્ર મ્યુઝીયમ
વર્ષે 8 મિલિયન વિઝિટર્સનું સ્વાગત કરતુ આ મ્યુઝીયમ ફ્રેન્ચ ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવામાં મદદ કરે છે. પ્રેકટીકલ નોલેજ મેળવવા માટે આ મ્યુઝીયમ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે. અહીંયા દેશના ઘણા સૌથી પ્રાચીન આર્ટિફેરકત અને અન્ય કલાકૃતિઓ આવેલી છે.
નોત્ર દામ કેથેડ્રલ
યુરોપના શ્રેષ્ઠ કેથેડ્રલમાનું એક એવું નોત્ર દામ કેથેડ્રલ એ પેરસીના મુખ્ય આકર્ષણોમાં ઘણી ટોચ પર છે. પેરિસના રોમન કેથોલિક્સ માટે આ કેથેડ્રલ મુખ્ય ધર્મસ્થળ છે. કેથેડ્રલની અંદર અને બહાર બંને તરફનું અદભુત આર્કિટેક્ટ ઘણા જ પ્રવાસીઓને આકર્ષે છે. અહીંયા આજુબાજુમાં ઘણી માર્કેટ પણ આવેલી છે જ્યાં પ્રવાસીઓ શોપિંગ કરી શકે છે.
એફિલ ટાવર
ફ્રાન્સનું સૌથી જાણીતું પ્રવાસી સ્થળ એટલે કે એફિલ ટાવર એ સ્વાભાવિક રીતે પેરિસનું મુખ્ય આકર્ષણ છે. એફિલ ટાવરની ઉપરથી જોવા મળતું દ્રશ્ય તો અદભુત છે જ સાથે અહીંના આજુ બાજુના બગીચાઓમાં રાત્રે કરવામાં આવતી લાઈટિંગ એક અલગ જ રોમેન્ટિક વાતાવરણ ઉભું કરે છે. ઉપરથી દ્રશ્ય નિહાળવા માટે તમારે ટિકિટ લેવી પડે છે પરંતુ એ ટિકિટનો ખર્ચ 110 % વસુલ છે.
પેરિસ ડિઝનીલેન્ડ
દર વર્ષે લખો લોકો દ્વારા જેની મુલાકાત લેવામાં આવે છે એવું ડિઝનીલેન્ડ પેરિસ એ 100 % ખુબ જ મોટું ટુરિસ્ટ સ્થળ છે. આ જાજરમાન થીમ પાર્કમાં મુલાકાતીઓને યુરોપની કેટલીક બેસ્ટ રાઇડ્સનો અનુભવ કરવાની તક મળે છે. 2012 માં આ ડિઝનીલેન્ડને પેરિસનું ત્રીજું સૌથી મોટું ટુરિસ્ટ એટ્રેક્શનનો ખિતાબ મળેલો. ડિઝનીલેન્ડ કપલ્સ અને પરિવારો બંને માટે બેસ્ટ પ્રવાસન સ્થળ છે. ઓનલાઇન બુકિંગ કરાવવાથી તમને અહીંયા ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે.
.