ભારતમાં લોકો દ્ધારા જુદા જુદા ધર્મો અને રિતિ-રિવાજોનું પાલન કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરવા અને આંતરિક શાંતિ મેળવવાની તેમની પોતાની રીત છે. એવી જ રીતે કોલકાતા ધર્મ અને આસ્થાની ભૂમિ છે જેમાં જુદાજુદા ધર્મો સાથે જોડાયેલા ઘણાં આધ્યાત્મિક સ્થાન છે. કળા-સંસ્કૃતિથી સમૃદ્ધ કોલકાતા શહેરને પૂર્વનું પેરિસ પણ કહેવામાં આવે છે. આમ તો અહીં ઘણાં દર્શનીય સ્થળ છે પરંતુ હુગલી નદી (ગંગા)ના કિનારે માં ભવતારિણી (કાલી)નું ભવ્ય ઐતિહાસિક મંદિર પણ છે. આ સ્થળ પ્રખ્યાત દાર્શનિક અને ધર્મગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસની કર્મભૂમિ રહી છે, જે હિંદુ નવજાગરણના મુખ્ય સુત્રધારો પૈકીના એક છે.
રામકૃષ્ણ મિશનના સંસ્થાપક વિવેકાનંદ તેમના જ શિષ્ય હતા. જો કે કોલકાતામાં મોટાભાગના લોકો દેવી કાલીની પૂજા ઘણાં ઉત્સાહ સાથે કરે છે અને આ જ કારણ છે કે તમે કેવળ દેવી કાલીને સમર્પિત વિશાળ મંદિર જોઇ શકો છો. ભગવાન શિવ, સાંઇ બાબા, કૃષ્ણ વગેરેને સમર્પિત કેટલાક અન્ય મંદિર પણ છે જ્યાં ભક્ત આંતરિક શાંતિ મેળવવા માટે આવે છે.
દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ
દક્ષિણેશ્વર સ્થિત કાલી મંદિરનું નિર્માણ ઇસ.1847માં શરુ થયું હતું. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. સ્વપ્નમાં માતાના આદેશ પર જાન બજારની રાણી રાસમણિએ તેનું નિર્માણ કાર્ય શરુ કર્યુ અને આ ભવ્ય મંદિરમાં માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. રાણી અમીર વિધવા હતી. તેમના જીવનમાં બધુ જ હતું પરંતુ પતિનું સુખ ન હતું. રાણી જ્યારે ઉંમરના અંતિમ પડાવ પર પહોંચી ત્યારે તેના મનમાં બધા તીર્થોની યાત્રા કરવાનો વિચાર આવ્યો. રાણીએ યાત્રાની શરૂઆત વારાણસીથી કરવાનું નક્કી કર્યું. તે વખતે કલકતાથી વારાણસી લોકો નાવમાં જતા હતા. રાણીએ બધી તૈયારીઓ કરી લીધી હતી ત્યારે યાત્રાની આગલી રાતે મા કાલી તેના સપનામાં આવી અને કહ્યું કે તારે ક્યાંય જવાની જરૂર નથી. ગંગા કિનારે જ મારી મૂર્તિની સ્થાપના કર. આમ માતાના આદેશથી મંદિરનું નિર્માણ શરૂ થયું.
આ મંદિર 20 એકરમાં ફેલાયેલું છે. મંદિરના પ્રાંગણના ઉત્તર પશ્ચિમી ખૂણામાં સ્થિત રામકૃષ્ણ પરમહંસના રૂમને તેમની સ્મૃતિ માટે સંરક્ષિત રાખવામાં આવ્યો છે, જેમાં શ્રદ્ધાળુ દર્શન માટે પ્રવેશ કરી શકે છે. મંદિરના ગર્ભગૃહમાં હજાર પાંખડીઓવાળુ ચાંદીનું પુષ્પ સુશોભિત છે. ત્યાં જ મા કાળી પોતાના અસ્ત્ર-શસ્ત્રની સાથે શિવજીની ઉપર ઉભી છે. આ મંદિર 46 ફૂટ પહોળું અને 100 ફૂટ ઊંચુ છે. મંદિરની પાસેથી પવિત્ર ગંગા નદી વહે છે, જેને ત્યાં હુગલી નદીના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 12 ગુંબજ છે. આ મંદિર લીલાછમ મેદાનમાં સ્થિત છે.
આ વિશાળ મંદિરની ચારેબાજુ ભગવાન શિવના 12 મંદિર સ્થાપિત છે. માં કાલીનું આ મંદિર વિશાળ ઇમારત તરીકે ચબુતરા પર સ્થિત છે. તેમાં સીડીઓના માધ્યમથી પ્રવેશ કરી શકો છો. દક્ષિણ તરફ સ્થિત આ મંદિર ત્રણ માળનું છે. ઉપરના બે માળ પર નવ ગુંબજ સમાન રીતે ફેલાયેલા છે. તેની પર સુંદર આકૃતિઓ બનાવાઇ છે.
કોલકાતાની હુગલી નદી પર સ્થિત આ કાલી મંદિર દેશભરમાં રહેલા માતાના 51 શક્તિપીઠોમાંથી એક છે. માન્યતા છે કે અહીં પૂજા કરનારાને માં કાલીની મનોકામના પૂર્ણ કરે છે. એવી માન્યતા છે કે જ્યારે વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી માતા સતીના શરીરના ટુકડા કર્યા હતા તો તેમના ડાબા પગની કેટલીક આંગળીઓ આ જગ્યાએ પડી હતી, કાળી માંના ભક્તો માટે આ દુનિયાના સૌથી મોટા અને પ્રસિદ્ધ મંદિરો પૈકી એક છે.
મંદિર ખુલવાનો સમય
સવારે 5.30 વાગ્યાથી 10.30 સુધી અને સાંજે 4.30 થી 7.30 સુધી મંદિરમાં દર્શન કરી શકે છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.
આસપાસના અન્ય દર્શનીય સ્થળ
કોલકાતામાં ઢગલો સ્મારક તેમજ દર્શનીય સ્થળ છે. જેમાં ફોર્ટ વિલિયમ, ઇડન ગાર્ડન્સ, વિક્ટોરિયા મેમોરિયલ, સેન્ટ પૉલ કેથેડ્રલ, નખોદા મસ્જિદ, માર્બલ પેલેસ, પારસ જૈન મંદિર અને બૈલૂર મઠ મુખ્ય છે. બૈલૂર મઠની સ્થાપના 1899માં સ્વામી વિવેકાનંદે કરી હતી, આ રામકૃષ્ણ મિશનનું મુખ્યાલય છે. અહીં આવેલો બૉટનિકલ ગાર્ડન વાતાવરણને ઘણો જ શાંત અને સુંદર બનાવે છે. આ ગાર્ડનમાં વિશ્વનું બીજું સૌથી મોટું વડનું ઝાડ છે, જે 10,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. આની અગણિત શાખાઓ છે. દક્ષિણેશ્વર મંદિર ઉપરાંત, સદર સ્ટ્રીટથી 6 કિ.મી. દક્ષિણમાં કાલી મંદિર કોલકાતાની સંરક્ષક દેવી કાલી માંને સમર્પિત છે. હકીકતમાં આ મહાદેવની અર્ધાંગિની પાર્વતીનું વિનાશક રુપ છે.
કોલકાતાની દુર્ગાપૂજા પણ વિશ્વવિખ્યાત છે. આ મંદિર પ્રાતઃ 3.00 વાગ્યાથી રાતે 8.00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ ઉપરાંત અહીં સ્થિત બિરલા તારામંડળ પણ પર્યટકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના સંગ્રહાલય અને પુસ્તકાલયમાં દુર્લભ પુસ્તકો અને વસ્તુઓનો સંગ્રહ જોવા મળે છે. અહીં આવનારા પર્યટક યાત્રાના સ્મૃતિ-ચિહ્ન સ્વરુપ તાંત અને સિલ્કની સાડિયો અને ખજૂરથી બનેલા ગોળ પોતાની સાથે લઇને જાય છે.
રસગુલ્લા અને સોન્દેશ કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ મીઠાઇઓ છે. રેલ અને વાયુ માર્ગ ઉપરાંત, આ ઐતિહાસિક શહેર દેશના મુખ્ય રાજમાર્ગો સાથે જોડાયેલું છે. આમ તો અહીં ભક્તજનો આખુવર્ષ માં કાળીના દર્શન કરવા આવે છે પરંતુ શિયાળાની ઋતુમાં અહીં હરવા-ફરવાનો આનંદ જ કંઇક જુદો હોય