Day 1
ઓક્ટોબર મહિનાથી વિન્ટરની શરુઆત થઇ જાય છે. આ મહિનો ફરવા માટે આદર્શ હોય છે. આ મહિનામાં ન તો વધારે ઠંડી અને ન તો વધુ ગરમી હોય છે. ઓક્ટોબર મહિનો વસંત ઋતુના મહિના જેવો હોય છે. જેના માટે લોકો ઓક્ટોબર મહિનામાં હોલિડે પર જવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને કપલ્સ માટે આ મહિનો સૌથી યોગ્ય હોય છે. વરસાદ પછી ચારેબાજુ હરિયાળી હોય છે. રંગ-બેરંગી ફુલોનું ખીલવું અને પક્ષીઓનો ગણગણાટ. જો તમારે પણ ઓક્ટોબરમાં હનિમુન સેલિબ્રેટ કરવું હોય તો આ જગ્યાએ અવશ્ય જજો.
1. શ્રીનગર -
શ્રીનગરને ધરતીનું સ્વર્ગ કહેવાય છે. આ શહેરમાં પ્રાચીન સરોવરો, રોમાંટિક લીલાછમ મેદાનો, બરફથી ઢંકાયેલા પહાડો અને કુદરતી સુંદરતા જોવાલાયક છે. સાથે જ લવ લાઇફમાં રોમાંસનો તડકો નાંખવા માટે શિકારાની મુલાકાત કરી શકો છો.
2. મસૂરી -
લવ બર્ડ્સ માટે શિમલા અને મસૂરી પરફેક્ટ ડેસ્ટિનેશન છે. સાથે જ હનીમૂન મનાવવા માંગતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. ઘણી મોટી સંખ્યામાં પર્યટક દર વર્ષે મસૂરી આવે છે. મસૂરી પર્વતોની રાણી કહેવાય છે. જો તમે હનીમૂન માટે મસૂરી જવા માંગો છો તો ગન હિલ જરુર જજો. આ હિલ પરથી તમે હિમાલયના સુંદર મેદાનો-ખીણોને જોઇ શકો છો. ખાસ કરીને ઓક્ટોબરમાં પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો.
3. જોધપુર -
હનીમૂન માટે જોધપુર શહેર પણ સારુ છે. જોધપુર રોયલ લાઇફ માટે જાણીતું છે. શહેરમાં ઘણી ઇમારતો અને કિલ્લા છે જે પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. અહીં સુંદર પળ વિતાવવાની સાથે સાથે યાદગાર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી શકાય છે.
4. શિમલા -
જો તમારી પાસે સમય ઓછો છે તો શિમલા ઓક્ટોબરમાં તમારા માટે ઉપયુક્ત હનીમૂન ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. પહાડી ઢાળ પર બનેલા મકાનો અને ખેતરો, દેવદાર, ચીડ અને માજૂના જંગલોથી ઘેરાયેલુ શિમલા ઘણું જ આકર્ષક દેખાય છે. આને 7 પહાડોનું શહેર પણ કહેવાય છે. લીલાછમ પહાડોમાંથી પસાર થતી કાલકાથી શિમલાની ટોય ટ્રેન સફરને રોમેન્ટિક બનાવી દે છે.
5. અંડમાન-નિકોબાર-
જો તમને પાણીથી ખાસ લગાવ છે તો અંડમાન નિકોબાર આઇલેન્ડ તમારે માટે ઓક્ટોબર મહિનામાં યોગ્ય રહેશે. બંગાળની ખાડીમાં સ્થિત અને હિન્દ મહાસાગરની જળસીમાને અડીને આવેલા અંડમાન-નિકોબાર ટાપુ વાસ્તવમાં 300થી વધુ સુંદર ટાપુઓનો મોટો સમૂહ છે. જ્યાં પન્ના અને મૂંગાના ખડકો પણ આવેલા છે. સફેદ બાલૂવાળા સુંદર સમુદ્ર કિનારા છે, જ્યાં પાણીના કિનારે કતારમાં લાંબા-લાંબા નારિયેળના ઝાડ આકર્ષક દેખાય છે.
6. ઉટી -
ઉટીને દેશનું સૌથી સુંદર, શાંત અને પ્રદુષણરહિત હિલ સ્ટેશનમાં સમાવેશ થાય છે. ઉટીની ખાસિયતના કારણે અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ થતું રહે છે. નીલગિરીના સુંદર પહાડો, ચારા અને હરિયાળી, ઘણું જ આકર્ષક સરોવર, કુદરતના સુંદર નજારા એટલે ઓક્ટોબર મહિનામાં હનીમૂન માટે પરફેક્ટ સમય.
7. ડેલહાઉસી -
હિમાચલ પ્રદેશમાં વસેલુ ડેલહાઉસી હિલ સ્ટેશન એક સુંદર અને શાનદાર હનીમૂન ડેસ્ટીનેશનલ છે. 5 પહાડો પર વસેલું આ શહેર લગભગ 14 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. અહીં તમે બ્રિટીશ આર્કિટેક્ટર જોવા મળે છે. ચારોબાજુ પહાડોથી ઘેરાયેલી રાવી નદી સાથે અહીં કુદરતાના ઘણાં રસપ્રદ નજારા જોવા મળે છે. ચીડના ઝાડોના મનમોહક નજારા, ઉંચા ઉંચા પહાડો અને કુદરતના કરીશ્મા જેવી સફરની યાદો તમે ઝિંદગીભર નહીં ભૂલી શકો.