
ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક ફરવા જરૂર જાય છે. પરંતુ જો તમે પણ ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છે તો રાજસ્થાનમાં આવેલી આ જગ્યાઓ પર જરૂર જાઓ:-
1. ઉદેપુર
સરોવરોનું શહેર અને મેવાડનું પ્રાચીન સામ્રાજ્ય એક લકઝરી સ્થાન છે. ઉદેપુરના કેટલાક સરોવરો જેવા કે પિચોલા સરોવરને હૉલીવુડ અને બૉલીવુડની ફિલ્મોમાં પણ દર્શાવાયું છે. કેટલાક સરોવરો તમને લીલાછમ ખેતરો, સાંકડા રસ્તાઓ, સુંદર ગામો સુધી લઇ જશે. ઉદેપુરના સૌથી લોકપ્રિય સરોવરમાંથી કેટલાક ફતેહ સાગર સરોવર, પિચોલા સરોવર, ઉદેસાગર સરોવર, જયસમંદ સરોવર, બડી સરોવર, દૂધ તલાઇ વગેરે છે. ચોમાસામાં ઉદેપુરની મુલાકાત કરવી સૌથી સારી ચીજોમાંથી એક હશે. લોકપ્રિય સ્થળોમાં સિટી પેલેસ, સજ્જનગઢ મોનસૂન પેલેસ અને બાગોરની હવેલી સામેલ છે.



Day 2
2. માઉન્ટ આબૂ
માઉન્ટ આબૂની સુંદરતા ચોમાસામાં જોવાલાયક હોય છે. જે જંગલોથી ઘેરાયેલું છે. નક્કી લેક પણ માઉન્ટ આબૂમાં જોવા માટે એક પસંદગીનું સ્થાન છે. તમે સરોવરમાં નાવની સવારી કરવાનું પસંદ કરી શકો છો. અને આ જગ્યાની આસપાસની સુંદર પહાડોની વચ્ચે ડૂબતા સૂરજને જોઇ શકો છો. માઉન્ટ આબુનું નક્કી લેક બોટિંગ માટે જાણીતું છે. માઉન્ટ આબૂમાં હવામાન સામાન્ય રીતે ઠંડુ રહે છે. પ્રસિદ્ધ દેલવાડા મંદિર માઉન્ટ આબૂમાં સ્થિત છે જે શુદ્ધ સફેદ પથ્થરથી બન્યા છે. ગુરુ શિખર માઉન્ટ આબૂમાં દર્શનીય સ્થળોની યાત્રા માટે ઉત્કૃષ્ટ સ્થાન છે. ગુરુ શિખર સુધી તમે ગુરુ દત્તાત્રેયના મંદિર સુધી પહોંચો છો. જે દિવ્ય ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ના અવતાર છે. આના ધાર્મિક પાસાઓ અને મનોરમ દ્રશ્યો માટે લોકો આ સ્થાન પર આવે છે.
Day 3
3. જયપુર
પિંક સિટીના નામથી જાણીતા પોતાના ભવ્ય કિલ્લા અને મહેલો માટે જાણીતું છે. જયપુરના જુના શહેરને મોટાભાગે ગુલાબી શહેર કહેવામાં આવે છે. તેમાં ચારદિવાલોની સાથે હવા મહેલની ચારે તરફ જુનું શહેર સામેલ છે. સાત અલગ-અલગ દ્વાર છે જે જુના શહેર સુધી પહોંચ પ્રદાન કરે છે. મુખ્ય દ્વાર ચાંદ પોલ, અજમેરી ગેટ અને સાંગાનેરી ગેટ છે. હવા મહેલ, જંતર મંતર, સિટી પેલેસ, મુબારક મહલ ગુલાબી શહેરની અંદર સ્થિત કેટલાક આકર્ષણ છે. જયપુરના જીવંત બજાર જેવા કે બાપૂ બજાર અને જોહરી બજાર પણ અહીં સ્થિત છે. જયપુરનો આમેર કિલ્લો સૌથી પ્રસિદ્ધ છે.




Day 4
4. પુષ્કર
પુષ્કર સરોવર 52 ઘાટ અને લગભગ 500 મંદિરોથે ઘેરાયેલું છે. ભારતમાં હિન્દુઓ માટે પવિત્ર સરોવર માનવામાં આવે છે. અહીં તીર્થયાત્રી મોટી સંખ્યામાં પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર, સામૂહિક રીતે પંચ-સરોવર નામના પાંચ પવિત્ર સરોવર છે. પુષ્કરમાં પ્રસિદ્ધ બ્રહ્માજીનું મંદિર છે.


Day 5
5. કુંભલગઢ
ઉદેપુરથી લગભગ 85 કિ.મી. દૂર કુંભલગઢ વન્યજીવ અભયારણ્ય, દિપડા, રીંછ, ચિંકારા અને ઘણાં પક્ષીઓ જેવા આકર્ષક જીવોનું ઘર છે. રાજસ્થાન જે રાજાઓની ભૂમિ કે રંગોની ભૂમિ તરીકે પણ જાણીતું છે. ભવ્ય કિલ્લા, મહેલ મંદિર, વન્ય જીવન, રેતીના ઢગલા, સંસ્કૃતિ દુનિયાભરથી પર્યટકોને આકર્ષિત કરે છે. કિલ્લાની યાત્રા એક અદ્ભૂત અનુભવ હશે. કિલ્લામાંથી એક કુંભલગઢ કિલ્લો છે જે ઉદેપુરના રાજસમંદ જિલ્લામાં સ્થિત છે અને અરવલ્લી પહાડોની પશ્ચિમી સીમા પર મેવાડનો કિલ્લો છે. આને રાજસ્થાનના પહાડી કિલ્લામાં સામેલ યૂનેસ્કોના વિશ્વ વારસાઇ સ્થળ (વર્લ્ડ હેરિટેજ સાઇટ) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ચીનની મહાન દિવાલ બાદ આ બીજી સૌથી મોટી દિવાલ છે. આ ભવ્ય કિલ્લામાં ઘણાં મહેલ, મંદિર અને બગીચા છે. કુંભલગઢ કિલ્લાના રસ્તામાં તમને ગાઢ જંગલો જોવા મળશે. કુંભલગઢ દર વર્ષે પોતાની કુદરતી સુંદરતા માટે ઘણાં પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.




Day 6
6. ચિત્તોડગઢ કિલ્લો
ચિત્તોડગઢ કિલ્લો રાજપૂત શોર્ય, પ્રતિરોધ અને વિરતાનું પ્રતિક માનવામાં આવે છે. કિલ્લો ઉદેપુરથી 75 કિલોમીટર દૂર પૂર્વમાં આવેલો છે. માનવામાં આવે છે કે આને બનાવવામાં ચિત્રાંગદા મોરીના નામ પર આનું નામ રાખવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ ચિત્તોડગઢ કિલ્લો, જે ભારતમાં સૌથી મોટો છે, એક 180 મીટર ઉંચા પહાડ પર સ્થિત છે જે બેરાચ નદીના કિનારેથી નીકળે છે. આ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે.

Day 7
7. જોધપુર
જોધપુર તેની વાદળી દિવાલો માટે પ્રતિષ્ઠિત છે. આ રીતે ભારતના વાદળી શહેર તરીકે જાણીતું છે. આ સમૃદ્ધ શહેરનો ઇતિહાસ રાઠોડ વંશની આસપાસ ફરે છે. આ શહેર મનવર રાજ્યની પ્રાચીન રાજધાની મંડોરના સ્થાન પર નિર્મિત હોવા માટે જાણીતું છે. એટલે જોધપુર અને આસપાસના ક્ષેત્રોના લોકો સામાન્ય રીતે મારવાડી તરીકે જાણીતા છે. આ ઉપરાંત, એમ પણ માનવામાં આવે છે કે મંડોરના અવશેષ હજુ પણ મંડોર ગાર્ડનમાં જોઇ શકાય છે.
મેહરાનગઢ કિલ્લો, કાયલાના સરોવર, ઉમ્મેદ ભવન પેલેસ અને રાવ જોધા ડેઝર્ટ પાર્ક ફરવા માટે પ્રસિદ્ધ સ્થાન છે. જો તમે ધોરે જોવા માંગો છો તો તે પણ જોઇ શકો છો. જોધપુરથી માત્ર 70 કિલોમીટર દૂર ઓસિયામાં જ્યાં ડેઝર્ટ સફારી, જીપ સફારી અને કેમલ રાઇડનો પણ આનંદ પરિવારની સાથે લઇ શકાય છે.
તો આ ચોમાસામાં તમે આ જગ્યાનો પ્લાન બનાવીને જઇ શકો છો. તો જલદી પ્લાન બનાવો અને ફરવાનો આનંદ ઉઠાવો ચોમાસામાં!!







દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો