પ્રવાસીઓ માટે, નવા વર્ષનો અર્થ છે કેટલાક રસપ્રદ અને અનોખા અનુભવોમાં વ્યસ્ત રહેવું. ભારતમાં મુસાફરી દરમિયાન તમે રોમાંચક અનુભવો મેળવી શકોછો. 2023 આવી ગયું છે. આ વર્ષે તમારે એવી જગ્યાઓ પર જવું જોઈએ, જ્યાં તમે અત્યાર સુધી જઈ શક્યા નથી. આ વર્ષે તમારે ભારતમાં કેટલાક નવા અને રસપ્રદ અનુભવો અજમાવવા જોઈએ જે તમારી મુસાફરીને વધુ આકર્ષક બનાવશે. અમે તમારા માટે આવા રોમાંચક અનુભવોની યાદી બનાવી છે.
1) 200 ફૂટ ઊંચા કાચના સ્કાયવોક પર ચાલો
ક્યાં: રાજગીર, બિહાર
બિહારનો આ પુલ ચીનના હાંગઝોઉ ગ્લાસ બ્રિજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. બિહારના રાજગીરમાં પાંચ ટેકરીઓથી ઘેરાયેલો આ કાચનો પુલ 85 ફૂટ લાંબો છે. તમે અહીં આવીને 200 ફૂટ ઊંચા કાચના સ્કાયવોકનો રોમાંચ અનુભવ મેળવી શકો છો.
2) ગાર્ડન ઓફ કેવ્સને એક્સપ્લોર કરો
ક્યાં: લેતમાવસિઆંગ, મેઘાલય
મેઘાલય એ ભારતના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. મેઘાલયમાં એક અદ્ભુત સ્થળ છે લેટમાવસિયાંગ. ઘણા સમય પહેલા ખાસી આદિવાસીઓ આ જગ્યા પર છુપાઈને રહેતા હતા. અહીંની ગુફાઓ અને સુંદર ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગથી કમ નથી.
3) ગરતાંગ ગલીનું રોમાંચક ચઢાણ કરો
ક્યાં: ઉત્તરકાશી, ઉત્તરાખંડ
આ ઐતિહાસિક લાકડાનો પુલ, જે એક સમયે ભારત અને તિબેટ વચ્ચે વેપાર માટે ઉપયોગમાં લેવાતો હતો, તે ચીન-ભારત યુદ્ધ પછી બંધ થઈ ગયો હતો. આને તાજેતરમાં ફરીથી ખોલવામાં આવ્યો છે. આ સ્થળ તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ સુંદર છે.
4) સ્કાયડાઇવિંગ કરો
ક્યાં: દતાના, ઉજ્જૈન એર સ્ટ્રીપ, મધ્ય પ્રદેશ
આ સ્થળ એડવેન્ચર શોખીનો માટે નવું હબ બની રહ્યું છે. સ્કાય હાઇ ઇન્ડિયા મધ્યપ્રદેશમાં સ્કાયડાઇવિંગ લાવવા માટે કેમ્પ કરી રહ્યું છે. શું તમે ઉંચે ઉડવા માટે તૈયાર છો?
5) વિસ્ટાડોમ સાથે ટ્રેનની યાત્રા
ક્યાં: ઘણી જગ્યાએ
વિસ્ટાડોમના કારણે ભારતીય રેલવે ટ્રેનની મુસાફરીને વધુ આકર્ષક બનાવી રહી છે. વિસ્ટડોમ કોચવાળી ટ્રેનો સંપૂર્ણપણે પારદર્શક હોય છે. તમે બહારના સુંદર દૃશ્યો સાથે ટ્રેનની મુસાફરીનો આનંદ માણી શકો છો. ભારતમાં આવી ટ્રેનો બેંગ્લોર, શિમલા, મુંબઈ અને અન્ય વિસ્તારોમાં દોડી રહી છે.
6) ઇકો ગ્લેમ્પિંગ કરો
ક્યાં: ઓડિશામાં વિવિધ સ્થળો - કોણાર્ક, ભીતરકણિકા, સાતકોસિયા, પતિ સોનાપુર, દરિંગબાડી, પુત્સિલ અને હીરાકુંડ.
ઓરિસ્સાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા વાર્ષિક લક્ઝરી કેમ્પિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો છે. ઓરિસ્સામાં આ લક્ઝરી કેમ્પને ખૂબ જ સુંદર અને વૈભવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. એકવાર આ શિબિરોમાં રહેવું જોઈએ.
7) વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાનમાં ભારતીય સૈનિકોને સલામ
ક્યાં: સિયાચીન બેઝ કેમ્પ, લદ્દાખ
સામાન્ય લોકો હવે સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લઈને આપણા સશસ્ત્ર દળોને સન્માન આપી શકે છે. 15,000 ફૂટથી વધુની ઉંચાઈ પર આવેલું આ સ્થળ વિશ્વની સૌથી મુશ્કેલ જગ્યાઓમાંનું એક છે. આ સ્થળ દરેક ભારતીયમાં દેશભક્તિની ભાવના જગાડે છે.
8) ટુ વ્હીલર મ્યુઝિયમમાં વિન્ટેજ વાહનોની સવારી કરો
ક્યાં: મહાબળેશ્વર, મહારાષ્ટ્ર
બાઇકિંગના શોખીનો હવે ડિઝનીલેન્ડના પોતાના સંસ્કરણને માન આપી શકે છે કારણકે મહાબળેશ્વરમાં એશિયાનું પ્રથમ ટુ વ્હીલર મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં લ્યુનાસથી લઇને મેચલેસ સુધી અને મોપેડ, સ્કૂટર અને બાઇકો છે.
9) છેલ્લું ગામ, થાંગો
ક્યાં: તુર્તુક, લદ્દાખ
પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત, અહીં તમે ગાઈડની સાથે ભારત અને પાકિસ્તાનના બંકરો વિશે પણ જાણી શકો છો. ભારતના ઉત્તરના ગામડામાં પ્રવેશતા જ તમને અલગ અનુભૂતિ થશે. અહીં આવવાથી ચોક્કસપણે તમને આનંદ થશે.
10) પિકનિક માટે માઉન્ટેન વેલી પર જાઓ
ક્યાં: ઝટિંગરી, હિમાચલ પ્રદેશ
આ હિમાચલી ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. પિકનિક માટે ઝટિંગરી સારી જગ્યા છે. દિયોદરના જંગલોથી ઘેરાયેલા આ ગામનું મનોહર સૌંદર્ય જોવા જેવું છે.
11) અનડિસ્કવર્ડ દાર્જિલિંગને એક્સપ્લોર કરો
ક્યાં: ઘૂમ ફેસ્ટિવલ, દાર્જિલિંગ
દાર્જિલિંગના ઘૂમ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન 2021માં થયું. સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને અન્ય ઘણા લોકો દાર્જિલિંગની એક બાજુ પ્રદર્શિત કરવા માટે આ ઉત્સવમાં તેમના હૃદય અને આત્મા રેડે છે. જેને ઘણા પ્રવાસીઓ હંમેશા યાદ રાખે છે. આદિવાસીઓ, કળા અને સ્થાનિક ભોજન વિશે જાણવા માટે ઘૂમ ફેસ્ટિવલનો ભાગ બનો.
12) સ્ટારગેટ વેધશાળામાં અસંખ્ય તારાઓ જુઓ
ક્યાં: ભીમતાલ, ઉત્તરાખંડ
જો તમે તમારી રાતને સુંદર બનાવવા માંગો છો તો ઉત્તરાખંડના અસંખ્ય સિતારાઓને જુઓ. સ્ટારગેટ ઓબ્ઝર્વેટરીએ ભીમતાલમાં તેની બીજી જાહેર વેધશાળા ખોલી છે. એક સુંદર હિલ સ્ટેશન પર સેટ થયેલો આ શો તમને આપણી ગેલેક્સી વિશે ઘણું શીખવાની તક આપે છે. આ નજારો જોઈને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જશે.
13) હેલિકોપ્ટરની સવારી કરો
ક્યાં: કુર્ગ અને કાબિની, કર્ણાટક
બેંગલોરવાસીઓ હવે કુર્ગ અથવા કાબિની માટે હેલિકોપ્ટર રાઈડનો આનંદ માણી શકે છે. રોડ માર્ગે 5 થી 6 કલાકની યાત્રાને હેલિકોપ્ટર માત્ર 1 કલાકમાં પૂરી કરી નાંખશે. જેના કારણે તમને વીકેન્ડમાં ફરવા માટે વધુ સમય મળશે.
14) ફૂડ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયા
ક્યાં: તંજાવુર, તમિલનાડુ
જો તમે ખાણીપીણીના શોખીન છો અને ભારતમાં ખોરાકની ઉત્ક્રાંતિ વિશે જાણવા માગો છો. આના માટે તમે તમિલનાડુના તંજાવુરમાં ભારતના પ્રથમ ફૂડ મ્યુઝિયમમાં જાઓ. આ મ્યુઝિયમ તમને તે બધું જ જણાવશે જે તમે જાણવા માગો છો.
15) ભારતની નવી યુનેસ્કો હેરિટેજ સાઇટને એક્સપ્લોર કરો
ક્યાં: ધોળાવીરા, ગુજરાત
યુનેસ્કો હેરિટેજ સાઈટનું બિરુદ મેળવીને, ધોળાવીરા વાસ્તવમાં આ દરજ્જો મેળવનારી સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રથમ જગ્યા છે. અહીં સાચવેલ હેરિટેજમાં તમને 5,000 વર્ષથી વધુ જૂના અવશેષો જોવા મળશે.
2023 હમણાં જ શરૂ થયું છે અને તમારી અંદરનો રખડુ ફરવા માટે તૈયાર થઇ ગયો હશે. તમે આ વર્ષે કયા સ્થળોની મુલાકાત લેવા માટે સૌથી વધુ ઉત્સાહિત છો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો