ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે!

Tripoto

શાળામાં ભણતા હતા ત્યારે ગુજરાતીમાં શ્રી અમૃતલાલ વેગડના શબ્દોમાં સૌંદર્યની નદી નર્મદાને ભરપૂર માણી હતી. પરિણામે ભેડાઘાટ, ધુંઆધાર, માર્બલ રોક્સ, બંદર કુદની જેવા સ્થળો નાનપણથી જ માનસપટ પર અંકિત થયેલા હતા. પુખ્ત થયા બાદ શ્રી ધ્રુવ ભટ્ટની ‘તત્વમસી’એ આ નદીનું આધ્યાત્મિક મહત્વ વિસ્તારથી સમજાવ્યું.

અમે જમશેદપુર રહીએ છીએ. પશ્ચિમ બંગાળ ઉપરાંત દેશના અનેક પૂર્વી રાજ્યોમાં દુર્ગા પૂજા સૌથી મોટો તહેવાર છે. ઓકટોબર 2021માં દુર્ગા પૂજા સમયે રજાઓની ઘણી સારી અનુકૂળતા હતી જેનો લાભ લેવાનું અમે નક્કી કર્યું. ગુજરાતી સાહિત્યએ ગુજરાતની જીવાદોરી નર્મદા વિષે જે અદભૂત છાપ ઊભી કરી છે તેના પરિણામે પ્રવાસના મુખ્ય સ્થળો નક્કી થયા: જબલપુર અને અમરકંટક.

Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 1/18 by Jhelum Kaushal

રેવાનાં સાનિધ્યના અમારા પ્રવાસના અનુભવ પરથી હું કહી શકું કે દેશ-વિદેશમાં પ્રવાસમાં મોખરે તેવા દરેક ગુજરાતીએ આ સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

'નમામિ દેવી નર્મદે', 'મા રેવા', 'નર્મદા'- કોઈ બસ, ટ્રક, દુકાન, ઘર કે પછી નાનકડી લારી, જબલપુર અને અમરકંટકમાં ફરશો તો દર 1 કિમીના અંતરમાં 4-5 વાર આવું કઈક લખેલું નજરે ચડશે.

અમરકંટકથી નીકળીને ભરૂચ નજીક અરબ સાગરમાં ભળતી નર્મદા નદીની કુલ લંબાઈ 1312 કિમી છે જે પૈકી 200 કિમી કરતાં પણ ઓછી ગુજરાતમાં વહે છે. આજે આપણે વાત કરીએ છીએ નર્મદા નદીના મૂળની. ગુજરાતથી આશરે 1000 કિમી દૂર આવેલા અમરકંટકની મૈકાલ પહાડીઓમાંથી નર્મદા નદીનો ઉદ્ભવ થાય છે. સહેજ આગળ વધતાં જબલપુર નજીક તે તેના સુંદરતમ સ્વરૂપે જોવા મળે છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

જબલપુર:

મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં મહારાષ્ટ્રથી નજીક આવેલું જબલપુર એ ઘણું જ વિકસિત શહેર છે. આ શહેર આસપાસ પર્યટનનો વિકાસ થવામાં જંગલો તેમજ નર્મદા નદીનો સિંહફાળો છે.

ગુજરાતથી જબલપુર કેવી રીતે પહોંચવું?

જબલપુર પહોંચવા ગુજરાતથી મુખ્ય ત્રણ ટ્રેન છે:

સોમનાથ- જબલપુર એક્સપ્રેસ

રાજકોટ-રીવા એક્સપ્રેસ

વલસાડ- પુરી શ્રીરંગપટના એક્સપ્રેસ

જબલપુરમાં શું શું જોવું?

ભેડાઘાટ, નૌકા વિહાર, ધુંઆધાર, માર્બલ રોક્સ, બંદર કુદની, ચોસઠ યોગિણી મંદિર, બરઘી ડેમ, નર્મદા આરતી, મદન મહેલ, બેલેન્સિંગ રોક, રાણી દુર્ગાવતી મ્યુઝિયમ, કચનાર સિટીમાં આવેલું શિવ મંદિર.

Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 2/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 3/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 4/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 5/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 6/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 7/18 by Jhelum Kaushal

જબલપુરમાં રોકાણ માટે શ્રેષ્ઠ:

MPT Kalchuri Residency, Jabalpur

MPT Maikal Resort, Bargi

અમરકંટક:

ગુજરાતની જીવાદોરી તેવી નર્મદા નદીનું જન્મસ્થળ! સમુદ્રસપાટીથી 1048 મીટર ઊંચાઈ પર આવેલું છે અને એટલે જ અહીં આબોહવા ખૂબ જ ખુશનુમા હોય છે. અહીં કોઈ હિલ સ્ટેશન પર હોવાની અનુભૂતિ થાય છે.

જબલપુરથી અમરકંટક કેવી રીતે પહોંચવું?

આ 223 કિમીનું અંતર છે જે માટે બસ તેમજ ખાનગી ટેક્સી ઉપલબ્ધ છે.

અમરકંટકમાં શું શું જોવું? નર્મદા મંદિર, કપિલ ધારા, દૂધ ધારા, પાતાળેશ્વર મંદિર, શ્રી યંત્ર મંદિર, માઈ કી બગીયા વગેરે..

Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 8/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 9/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 10/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 11/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 12/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 13/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 14/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 15/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 16/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 17/18 by Jhelum Kaushal
Photo of ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે! 18/18 by Jhelum Kaushal

અમરકંટકમાં રોકાણ માટે શ્રેષ્ઠ:

અહીં હોટેલ્સ કરતાં આશ્રમોની સંખ્યા વધારે છે પણ MP ટુરિઝમની ‘હોલિડે હોમ્સ’ કુદરતી વિસ્તારમાં આવેલી સોહામણી હોટેલ છે. આ હોટેલ સહિત અમરકંટકમાં મહદઅંશે માંસાહારી જમવાનું નથી મળતું. શુદ્ધ શાકાહારી ભોજન જ મળે છે.

MPT Holiday Homes

“આ નર્મદા ઊંચા પર્વત શિખરેથી ઊતરીને, મીઠાં જળની લહાણ કરતી, મેદાનોને ધાન્યથી હર્યાભર્યાં કરતી અને પોતાનું સર્વસ્વ લૂંટાવતી સમુદ્રમાં મળે છે.”

"નર્મદા નદી અને તેની પરિક્રમા જીવનની સાર્થકતાના પાઠ શીખવે છે. આપણી આસપાસ ડૉક્ટરો અને એન્જિનિયર બનાવવાની કોલેજો છે, પણ સારા માણસ બનાવવાની કોલેજ નથી. એ પ્રશિક્ષણ નર્મદાની પરિક્રમામાં આપોઆપ મળે છે." – અમૃતલાલ વેગડ

દિવસે તું નર્મદા , રાત્રે તું માં 'રેવા' – ધ્રુવ ભટ્ટ

જબલપુરને કેન્દ્રસ્થાને રાખીને આ સુંદર પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહિ:

પંચમઢી- 252 કિમી

કાન્હા નેશનલ પાર્ક- 170 કિમી

બાંધવગઢ નેશનલ પાર્ક- 160 કિમી

પેંચ નેશનલ પાર્ક- 228 કિમી

તો હવે તમારા આગામી પ્રવાસના આયોજનમાં આ અનેરા પર્યટન સ્થળોને સામેલ કરશોને?

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads