ફરવું આ દુનિયાનું સૌથી સુંદર સત્ય છે. કોઇ અજાણી પરંતુ નવી જગ્યા પર જવાનું, આમ જ ભટકવું ઘણાંને યોગ્ય નહીં લાગતુ હોય પરંતુ જેને આ દુનિયા અંગે જાણવાનું સારુ લાગે છે તે તો રખડ્યા જ કરે છે. ફરતા ફરતા આપણે નવા શહેર, નવી જગ્યાઓ પર જઇએ છીએ. આ સુંદર જગ્યાઓને વધુ સારુ બનાવે છે રહેઠાણ. જો નવી જગ્યાએ રહેવા માટે કોઇ સારી જગ્યા મળી જાય તો તેનાથી વધુ સારુ શું હોય? પહાડોની રાણી છે મસૂરી. ટૂરિસ્ટ રજાઓ ગાળવા મસૂરી જવાનું ઘણું જ પસંદ કરે છે. પહાડોમાં આવી જગ્યાઓ પર રહેવાનું દરેકને પસંદ હોય છે જ્યાં બાલ્કનીથી પહાડ અને હરિયાળી જોવા મળતી હોય. જ્યારે સવારે આંખ ખુલે તો પહાડોની સુંદરતા તમને ફ્રેશ કરી દે. મસૂરીની સવૉય હોટલ આવો જ અનુભવ અને સુંદરતા આપે છે.
બાળપણમાં દરેકે પરીઓની સ્ટોરી તો સાંભળી જ હશે. જેમાં કહેવાતું હતું કે પરીઓ સોનાના મહેલમાં રહેતી હતી. મસૂરીની આ હોટલ પરીઓના ઘરથી કમ નથી. આ હોટલ તો સારી છે જ પરંતુ તેને સુંદર બનાવે છે આ જગ્યા અને અહીંના દ્રશ્યો. હોટલથી દૂર દૂર સુધી સુંદર પહાડો જોવા મળે છે. અહીંથી તમે આખા શહેરને એક નજરે જોઇ શકો છો. હોટલમાં દરેક પ્રકારના રૂમ છે જેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. બધા રુમ અંદરથી સાફ, સુંદર અને ઘણાં મોટા છે. રુમની સાથે એટેચ બાથરુમ અને બાલ્કની પણ છે. જ્યારે પહાડોમાં હોઇએ તો બાલ્કનીનું હોવું સૌથી સુંદર હોય છે. બાલ્કનીથી તમે પહાડોની સુંદરતાને મનભરીને માણી શકો છો. આ ઉપરાંત, તમે સુંદરતાની વચ્ચે પુસ્તક વાંચી શકો છો. ભોજનનો સ્વાદ વધારવા માટે મારા મતે આનાથી વધારે સારી જગ્યા બીજી કોઇ ન હોઇ શકે.
સેવૉય હોટલ મસૂરીમાં ઘણી ઊંચી જગ્યા પર સ્થિત છે, જેનાથી અહીંનું શહેર અને ખીણ બન્ને જોવા મળે છે. હોટલને પહેલી નજરમાં જોવા પર લાગે છે કે આ કોઇ ટાવર છે. હોટલની બિલ્ડિંગ ટાવરજેવી છે જે બાકીનાથી કંઇક અલગ છે. હોટલની આસપાસ અનેક રંગના ફૂલ લાગેલા છે જે આ જગ્યાને ખાસ બનાવે છે. અહીં તમે કુદરતની સાથે રહી શકો છો. કેટલા દિવસ વ્યસ્ત ઝીંદગીથી રિલેક્સ મેળવવા માટે આ સારી જગ્યા છે.
હોટલમાં રુમની કોઇ કમી નથી. તમે કોઇ પણ સીઝનમાં આવો અહીં રુમ મળવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. આનાથી પણ સારી વાત એ છે કે અહીંના કર્મચારીઓના સ્વભાવ સારા છે. જે તમારી દરેક વાતને સારી રીતે સમજે છે. કોઇ અજાણી જગ્યા પર આ બધુ મળી જાય તો બીજું જોઇએ પણ શું?
ક્યાંક ફરવા જઇએ તો રોકાવાની જગ્યા પછી સ્વાદિષ્ટ ભોજનની શોધ હોય છે. મસૂરીની સેવૉય હોટલ તમને આ બાબતમાં પણ નિરાશ નહીં કરે. હોટલ પર એક ડાઇનિંગ એરિયા છે જ્યાં તમે લાજવાબ ખાવાનો આનંદ લઇ શકો છો.
આ ઉપરાંત, તમે શરાબના શોખીન છો તો હોટલમાં એક બાર પણ છે. જ્યાં તમને શરાબની અનેક વેરાયટી મળી જશે. જો તમે શિયાળામાં જાઓ છો તો તમારા માટે આ જગ્યા સારી સાબિત થઇ શકે છે. જો તમે પુસ્તક વાંચવાના શોખીન છો તો હોટલનો એક ખૂણો ફક્ત આના માટે જ રાખવામાં આવ્યો છે.
અહીં એક સ્પા પણ છે જે તમને ઘણું જ રિલેક્સ ફીલ કરાવશે. આમ તો પર્વતોના દ્રશ્યો તમને થાકનો અનુભવ નહીં કરવા દે પરંતુ જો થાક લાગે તો આ સ્પા છે. સ્પા થાક દૂર કરવાની એક સારી રીત છે. આ ફક્ત તમારા તનને જ નહીં પરંતુ મનનો થાક દૂર કરવામાં પણ ઉપયોગી છે. આ સ્પામાં અલગ અલગ પેકેજ છે જેને તમે તમારી જરુરીયાત અને બજેટના હિસાબે લઇ શકો છો. નિરાશ કરનારી વાત એ છે કે હોટલમાં રહેનારાને કોઇ ડિસ્કાઉન્ટ નથી મળતુ. પરંતુ જ્યારે માલિશ પછી પોતાને ફ્રેશ અનુભવશો તો તમને તે પૈસાની બરબાદી નહીં લાગે. જો તમે નૉર્મલ માલિશ કરાવો છો તો તેના માટે તમારે ઓછામાં ઓછા 3,300 રુપિયા આપવા પડશે.
સ્પા ઉપરાંત આ હોટલમાં એક એન્ટરટેઇન્મેન્ટ રુમ પણ છે. જ્યાં તમે મૂવી જોઇ શકો છો, અનેક ઇન્ડોર ગેમ્સમાં પોતાનો હાથ અજમાવી શકો છો. આ ઉપરાંત, મેજિક શો, લોકો સાથે હળવું-મળવું અને વાતચીતનો આનંદ લઇ શકો છો.
આ પ્રોપર્ટી તમને કોઇપણ રીતે નિરાશ નહીં કરે. અહીંની દરેક ચીજ તમને ખુશ કરી દેશે. જે તમારી મસૂરની સફરને યાદગાર બનાવી દે છે. તમે અહીં આવશો તો પોતાને કમ્ફર્ટ અને લકઝરી જેવા ફીલ કરશો. તો જ્યારે પણ મસૂરી જાઓ તો પહાડોની સુંદરતા વચ્ચે બનેલી આ હોટલને જરુર જુઓ. અહીં આવ્યા પછી કદાચ બીજે જવાની જરુર જ ન પડે.