લાંબાગાળાથી છેલ્લા ત્રણ વર્ષથી મુંબઇ-ગોવાની વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવાનો સતત વિચાર વિમર્શ ચાલતો હતો. પરંતુ કોઇના કોઇ કારણોસર આ સેવા શરૂ થઇ શકો નહોતી. પરંતુ હવે આ સેવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આ સુવિધા જલદી શરૂ થવા જઇ રહી છે.
હવે એ સમય આવી ગયો છે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. 11 ઓક્ટોબરથી મુંબઇથી ગોવા માટે પહેલું ક્રૂઝ રવાના કરવામાં આવશે. આ મુસાફરીનો આનંદ ઉઠાવવા માટે તમારે 7000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવો પડશે.
જો કે મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજીવ ભાટીયાના જણાવ્યા અનુસાર, આ ક્રૂઝને મોસમ ચોખ્ખુ થાય પછી જ ચલાવવાનો આદેશ આપવામાં આવશે. તમે આ ક્રૂઝનો આનંદ દર ત્રીજા દિવસે મુંબઇથી સાંજે 5 વાગ્યાથી જ લઇ શકશો. અને બીજા દિવસે આ ક્રૂઝ 8:30 વાગે તમને ગોવા પહોંચાડશે.
આ ક્રૂઝમાં મુસાફરી કરવા માટે ટિકિટની 6 કેટેગરીનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમને ભોજન, રિફ્રેશમેન્ટ અને બ્રેકફાસ્ટની સુવિધા આપવામાં આવશે. આ ક્રૂઝમાં એકવારમાં લગભગ 500 યાત્રી મુસાફરી કરી શકશે. આ સફર દરમિયાન ક્રૂઝ માત્ર રત્નાગિરી, માલવણ, વિજયક્રૂઝ અને રાયગઢમાં રોકાશે.
ક્રૂઝમાં યાત્રીઓની પસંદગીના વ્યંજન પણ પૂરા પાડવામાં આવશે. આ ક્રૂઝની અંદર તમને 8 રેસ્ટોરન્ટ અને બારની સાથે-સાથે એક સ્વિમિંગ પૂલ, આધુનિક લાઉન્જ અને મનોરંજન માટે હૉલ પણ જોવા મળશે.
તમને જણાવી દઇએ કે મુંબઇ-ગોવા ક્રૂઝ સર્વિસ ભારતની એકમાત્ર પહેલી ક્રૂઝ સર્વિસ છે. જેનો આનંદ તમે થોડીક કિંમત ચુકવીને લઇ શકો છો. જો કે કેટલીક વિદેશી ક્રૂઝ કંપનીઓ મુંબઇ અને ગોવા ઉપરાંત, કોચિનથી ક્રૂઝ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. જેની ટિકિટ તમે ઑનલાઇન માધ્યમથી બુક કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો