સીએસટી રેલવે સ્ટેશન
હજુ હમણાં જ મુંબઇ શહેરથી રૂબરૂ થયો. ઘણું બધુ પહેલીવાર જોયું અને સાંભળ્યુ છે આ શહેર વિશે. ઘણાં બધા લોકો પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. કેટલાક લોકો ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવવા માટે આવે છે. કેટલાક લોકો શેર બજારમાં કામ કરવા માટે આવે છે. બીજા પણ જુદાજુદા પ્રકારના ઉદ્યોગ ધંધા અહીં છે. જેના માટે લોકો દેશના ખૂણેખૂણામાંથી મુંબઇ પહોંચે છે. સાધારણ શબ્દોમાં કહીએ તો મુંબઇ ભારત દેશના વિકાસની ધરી છે. આપણા દેશનું વ્યવસાયિક પાટનગર પણ છે.
જો મુંબઇ શહેરને જોવું, સમજવું અને જાણવું છે. તથા તેની આત્માને જાણવો છે તો અહીંની હેરિટેજ વૉક તો કરવી જ જોઇએ. હેરિટેજ વૉકથી મારો અર્થ અહીંની જુની બ્રિટિશ કૉલોનિયલ ટાઇપની જુની બિલ્ડિંગને જોવાનો છે. મુંબઇનું મહત્વ બ્રિટિશકાળથી જ છે. અંગ્રેજોએ પોતાના સમયમાં અહીં ઘણી જુના મકાનો બનાવ્યા હતા જે આજે પણ ઘણાં જ સુંદર લાગે છે. તથા મુંબઇ શહેરની શાન પણ છે.
આમાંથી એક છે (વિક્ટોરિયા ટર્મિનસ) એટલે ( છત્રપતિ શિવાજી ટર્મિનસ). આ મુંબઇ શહેરની ઓળખ છે. તેને જોયા વિના મુંબઇની તમારી યાત્રા પૂરી નહીં થાય. આ ઘણી જ શાનદાર ઇમારત છે. કલાકારીનો બેજોડ નમુનો છે. તમે આ બિલ્ડિંગને જોઇને બ્રિટિશ કાળની ભવ્યતાનો અંદાજ લગાવી શકો છો. તમે આ બિલ્ડિંગને બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોઇ હશે જ્યાં મોટાભાગે પરિવારના સભ્યો એકબીજાથી અલગ થઇ જતા હતા. આ તે જ બિલ્ડિંગ છે.
ગેટવે ઓફ ઇન્ડિયા
આ ઇમારત પણ મુંબઇ શહેરની ઓળખમાંથી એક છે. જ્યારે હું નાનો હતો ત્યારે આ બિલ્ડિંગને મારા પુસ્તકમાં જોઇ હતી. ત્યારથી આ વાત મને ઘણી પંસદ હતી. ગેટવે ઑફ ઇન્ડિયાની બિલ્ડિંગનું નિર્માણ અંગ્રેજોએ કરાવ્યું હતું. જ્યારે ઇંગ્લેડના મહારાણી પહેલીવાર ભારત આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે આ બિલ્ડિંગનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અને સાચે જ ત્યારથી લઇને આજ સુધી આ બિલ્ડિંગ એટલી જ ભવ્ય અને શાનદાર છે અને મુંબઇના હેરિટેજ વૉકમાં પોતાનું ઉચિત સ્થાન જાળવી રાખ્યું છે. જો મુંબઇ શહેર આવવું હોય તો આ બિલ્ડિંગ જોવું જ જોઇએ.
ચર્ચગેટ
આમ તો આ એક રેલવે સ્ટેશન છે. ચર્ચગેટ નામથી જાણીતા આ સ્ટેશનની બિલ્ડિંગ ઘણી જ સુંદર છે. મુંબઇ લોકલનું આ એક મુખ્ય સ્ટેશન પણ છે. સ્ટેશનની પાસે ઘણી બધી જુની અંગ્રેજોના સમયની બિલ્ડિંગ તમે જોઇ શકો છો. અહીં આવ્યા બાદ તમને લાગશે કે તમે કોઇ અલગ જ પીરિયડમાં પહોંચી ગયા છો. ઘણીબધી કંપનીઓની જુની ઓફિસ પણ અહીં જ છે. કેટલીક જુની અને ઘણી મજબૂત હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે પણ અહીં છે. તેમાંથી એક છે કેફે લિયોપોલ્ડ. જેનું ખાવાનું મને ઘણું સારુ લાગ્યું.
મરીન ડ્રાઇવ
આને મુંબઇ શહેરનું સૌથી આકર્ષણનું કેન્દ્ર બિંદુ પણ કહી શકાય. તમે ઘણીબધી બોલીવુડની ફિલ્મોમાં પણ જોયું હશે કે આને ક્વીન નેકલેસ પણ કહેવામાં આવે છે. સમુદ્રને સમાંતર એક મોટો ચોખ્ખી રસ્તો, જેની પર સવાર-સાંજ લોકોનું આવવા-જવાનું નિરંતર ચાલ્યા કરે છે. અહીં બેસીને તમે કલાકો સુધી અરબ સાગરને નિહાળી શકો છો. પ્રેમી-પંખીડાઓ માટે તો આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. વરસાદની ઋતુમાં તો આ જગ્યા વધારે સુંદર દેખાય છે.
મુંબઇ મહાનગર પાલિકા
મુંબઇ મહાનગર પાલિકાની મુખ્ય ઑફિસનું પરિસર ઘણું જ શાનદાર અને આકર્ષક છે. આ બિલ્ડિંગ છત્રપતિ શિવાજી ટર્મિનસની બિલકુલ પાસે છે. મને વ્યક્તિગત રીતે આ બિલ્ડિંગ ઘણી જ પસંદ આવી. રાતના સમયે આને જોવાનો એક અલગ જ અનુભવ હતો. આખી બિલ્ડિંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી હતી. બિલ્ડિંગની આસપાસ મેં અનેક જુના મકાનો જોયા. હું પ્રથમવાર મુંબઇ આવ્યો હતો. હું બિલ્ડિંગો વિશે વધારે નથી જાણતો. બીજીવાર સમય મળે ત્યારે જરૂર લખીશ.
આ મારે વ્યક્તિગત અનુભવોનો સારાંશ છે. હજુ પણ ઘણીબધી જાણકારી તેમાં આવી શકે છે.
ફરીવાર થોડોક વધારે સમય લઇને યાત્રા કરીશ. જેથી તમારા લોકો સુધી યોગ્ય જાણકારી પહોંચી શકે.
હું આમાં બીજું શું એડ કરી શકતો હતો, કૃપા કરીને મને જણાવવાનો પ્રયત્ન કરો.
આભાર અને ધન્યવાદ
કપિલ શર્મા
9315104617
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો