ભારતમાં ફૂડ એટલે માત્ર રાંધવાનો અનુભવ જ નથી, પરંતુ તે એક લાગણી પણ છે. જ્યારે તમે ઉદાસ હોવ, આનંદમાં હોવ, જ્યારે વરસાદ પડતો હોય, અથવા જ્યારે ઠંડી હોય, ત્યારે તમે જે લાગણીઓમાંથી પસાર થાવ છો તે હવામાન સાથે મેળ ખાય છે. સાદી છતાં દરેકની મનપસંદ મેગીથી લઈને બિરયાની સુધી, એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેને ભારતીય ભોજન પસંદ ન આવે.
ભારતમાં સૌથી યાદગાર ખોરાકનો અનુભવ શું છે તે જાણવા માગો છો? નીચે સ્ક્રોલ કરો અને તેમના અનુભવ જાણીને આપણે પણ કહીશું "મોંમા પાણી આવી ગયું યાર!"
આ 10 લોકોને ભારતમાં સૌથી સારુ ફુડ શું લાગ્યું
1. કમ્ફર્ટ ફૂડ સૌથી શ્રેષ્ઠ છે!
શ્રી ભવાની સાધનાનંદવેલ કહે છે, "અમને રાજસ્થાની મિષ્ટાન ભંડાર, ઋષિકેશમાં આલુ પરાઠા, છોલે ભટુરે શ્રેષ્ઠ લાગ્યા. 😍 તે એકદમ સ્વાદિષ્ટ હતા 🤤."
2. મહાબળેશ્વરનું સ્ટ્રીટ ફૂડ
શિખા તિવારી કહે છે, "મહાબળેશ્વરમાં રોડસાઇડ વડાપાવ."
3. રાજસ્થાની સ્વાદિષ્ટતા
વિનિત જ્યોતિ અવિનાશ શિર્કેની પસંદગી, "રાજસ્થાનમાં લાલ માસ." સિમ્પલ છતાં સ્વાદિષ્ટ છે.
4. દાર્જિલિંગમાં દરેકની ફેવરિટ
દીક્ષાની સ્મૃતિમાં છે સ્વાદિષ્ટ , "દાર્જિલિંગ મોમોઝ." ખરેખર આમાં કંઇ ખોટુ નથી.
5. ચેરાપુંજીનો ગરમ ખોરાક
હવે આના માટે તો મારે મેઘાલય ફરવા જરુર જવું પડશે! હરવિંદર કૌર અમને કહે છે, "ચેરાપુંજીમાં નારંગીના મૂળમાં દક્ષિણ ભારતીય ભોજન."
6. દ્વારકાનું ભોજન
મેં આ વિશે પહેલા ઘણું સાંભળ્યું છે. સિરી પ્રકાશ યાદ કરે છે, "દ્વારકામાં ગુજરાતી થાળી."
7. વારાણસીની અનોખી વાનગી
Yummm આ વાનગી વિશે ક્યારેય સાંભળ્યું નથી! પૂર્વા અમને વિશે કહે છે, "વારાણસીની કચોરી - સબજી."
8. પર્વતોમાં હાર્ટની નજીક
ઓહ યમ્મ! ગીતા એમ યાદ કરાવે છે, "જમ્મુ કાશ્મીરમાં એક નાનકડા ગામમાં રાજમા ચાવલ."
9. પુણેમાં આને ચૂકી ન શકો!
"પુણે ❤️ મિસલ પાવ, મિસાલ પાવ અને મિસાલ પાવ," રિયા ચૌધરીના ફેવરિટ.
10. નાગાલેન્ડની સ્વાદિષ્ટ વ્યંજન
અને છેલ્લું છે, "નાગાલેન્ડના દીમાપુરમાં એક નાનકડી રેસ્ટોરન્ટમાં નાગા ચિકન કરી. તે 2015-16 પહેલાં ક્યારેક ખાધુ હતું, પરંતુ હું હજી પણ તે ચિકન કરીનો સ્વાદ ભુલી શક્યો નથી, ફરીથી ક્યારેય આવો સ્વાદ ચાખ્યો નથી, "દુબોરી દાસ કહે છે.
ભારતમાં દરેકની મનપસંદ વાનગીઓ અને સ્થાનો વિશે વધુ જાણવા માટે ટ્રિપોટો પરની આ પોસ્ટ જુઓ. જો તમે હજુ સુધી અમને તમારા મનપંસદ ફૂડ વિશે નથી જણાવ્યું તો નીચેની કોમેન્ટમાં જણાવો, અમને તમારી પાસેથી સાંભળવું ગમશે!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો