આમ જોવા જઇએ તો ભારતમાં ઘણી બધી ફરવા માટેની સુંદર જગ્યાઓ છે. પણ અમુક સ્થળોએ એવા પણ છે જેની મહેમાનગતિ એક વખત અચૂક માણવા જેવી છે. એવી જ એક જગ્યા અલવરમાં છુપાયેલી છે. સુંદર તળાવ અને રાજસ્થાની કલ્ચરનો અનુભવ કરવા માટે આ એક બેસ્ટ સ્થળ છે.
રામ બિહારી પેલેસ રાજસ્થાનમાં રોકાવા માટેના સ્થળોમાં સૌથી સુંદર સ્થળ છે. અહીંનો ગામઠી ચાર્મ તમને કોઈ રાજા-રાણીથી ઓછું અનુભવ નહીં કરાવે. ઉપર ઓરડામાંથી વ્યૂહ જોતા તો તમને એવું જ લાગશે કે જાણે તમને કોઈ પરીઓના દેશમાં પહોંચી ગયા છો.
પેલેસ વિશેની જાણકારી:
શ્રીમાન કૌશિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને ૨૦૦૮માં તેમણે આ મહેલ ખરીદ્યો કે જેને ફરી પહેલા જેવો બનાવવામાં તેમને ખૂબ મહેનત લાગી. આ પેલેસ લેક સાઇડ પેલેસ તરીકે પણ ઓળખાય છે કારણકે ત્યાંથી સીલીસેર તળાવનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે અને હા... અહીં તમે બોટિંગ માટે પણ જઈ શકો છો.
આખો મહેલ ખૂબ જ વિશાળ અને ભવ્ય છે અને ઓરડાઓ તેમજ કોરિડોરની ઓળખ કરવા માટે ટ્રઈંકેટ (કે જે એક પ્રકારનું ઘરેણું છે) તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમને એકદમ રજવાડી અનુભવ કરાવે છે. રૂમ એકદમ મોટી જગ્યા વાળા છે અને એવી કલાત્મક રીતે સજાવવામાં આવ્યા છે જાણે એકદમ રોયલ બેડરૂમ લાગે.
અરવલ્લી રેન્જથી ઘેરાયેલા આ મહેલની બાલ્કનીમાંથી વિશાળ અને શીતળતા અનુભવાય તેવી લોન પણ છે. ઉપરાંત મહેલના પુલથી દેખાતા તળાવ અને પહાડોના દ્રશ્ય તમારું વેકેશન સંતોષકારક બનાવે છે.
ભાડુ:
અહીં ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. જે જુદી-જુદી સુવિધાઓ પ્રદાન કરે છે અને તે પ્રમાણે કિંમત રાખવામાં આવે છે. ડિલક્સ ડબલ રૂમનું ભાડું રૂ 7000 છે અને તેમા નાસ્તાનો પણ સમાવેશ થાય છે અને એમાં પણ જો ટોચના રૂમમાં રહેવાનું પસંદ કરો તો બાલ્કની પણ હશે જ્યાંથી સીલીસર તળાવ અને અરવલ્લી રેંજનો સુંદર નજારો જોઇ શકાય છે.
પછી ડિલક્સ કિંગરૂમ જેમાં એક એક ડબલ બેડ અને એક સિંગલ બેડ છે, જે ફેમિલી માટે પરફેક્ટ છે. રૂ ૧૧ હજારની કિંમતના આ રૂમમાં ફેમેલીના બધા જ સભ્યોનો નાસ્તો ફ્રી છે.
અંતે કિંગ સ્યુટ જેમાં એક ડબલ બેડ, એક સોફા બેડ અને એસીનો સમાવેશ થાય છે જેની કિંમત રૂ 14000 પાછો તેની સાથે નાસ્તો તો ખરો જ.
ભોજન:
આતિથ્ય અને સેવા સિવાય પણ રામ બિહારી મહેલની એક બીજી ખૂબી ત્યાંનુ ભોજન છે. ત્રણથી ચાર પકવાન અને એ પણ સાદા અને ખૂબ જ સ્વાદિષ્ટ. જો તમે વીકેન્ડ પર મુલાકાત લો છો તો ત્યાં બફેટ સિસ્ટમ પણ છે. તમને અહીં બધી જ પ્રકારના ફૂડ કુઇસિંસ મળશે સિવાય નોનવેજ. તો એ પ્રમાણે તૈયાર રહેવું.
મુલાકાત લેવાનો બેસ્ટ સમય:
જોકે આ મહેલ અલવરમાં હોવાથી સામાન્ય રીતે અહીંનું તાપમાન વધારે હોય છે. મહેલની બરાબર સામે જ તળાવ હોવાથી જ્યારે તળાવ છલોછલ ભરેલું હોય ત્યારે મુલાકાત લેવી બંને હો.
એટલે જ તો શિયાળો અને ચોમાસુ બેસ્ટ ટાઈમ છે અહીં મુલાકાત લેવાનો કેમકે આ સમયના ઠંડા વાતાવરણને કારણે તમે છલોછલ ભરેલા તળાવની મજા માણી શકશો.
ટેકરીઓથી ઘેરાયેલુ આ તળાવમાં બોટિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે.
તો તમે ત્યાં પહોંચશો કઈ રીતે?:
રાજસ્થાનના આ નાના એવા ગામમાં રેલ અને બસ દ્વારા પણ જઈ શકાય છો.
હવાઈસફર:
પણ જો તમે હવાઈ મુસાફરીનો આગ્રહ રાખતા હો તો જયપુર સૌથી નજીકનું એરપોર્ટ છે. જ્યાંથી અલવરનું અંતર 162 કિલોમીટર છે. જયપુરથી તમે ટેક્સી લઈ શકો છો અને આ સુંદર નાનકડા ગામડાની સેર કરી શકો છો.
ટ્રેન:
ટ્રેનની મુસાફરી કરવી પણ એક સારો વિકલ્પ પુરવાર થઈ શકે છે. તમે મોટા શહેરો જેવા કે દિલ્હી, જોધપુર, મુંબઈ વગેરેથી અલવર પહોંચી શકો છો. તો તમે પછી ત્યાંથી રીક્ષા કે ટેક્સી કરીને પહોંચી જાઓ તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં.
ઉદયપુર, મુંબઈ, કલકત્તા વગેરે જેવા શહેરોથી અલવર સુધી તમે બસથી પણ જઈ શકો છો. રોડ ટ્રીપ પણ એક સારો પ્લાન રહેશે કારણ કે તમારું ધ્યાન પડે ત્યાં ઉભા રહીને તમે સુંદર દ્રશ્ય માણી શકો છો.
અલવર અને તેની આજુબાજુના સ્થળોએ કરવા જેવી પ્રવૃત્તિઓ:
જો તમારું માનવું એમ હોય કે અલ્વર એક નાનું એવું ગામડું છે અને અહીં ફરવા જેવું કશું નથી તો તમારો એ વિચાર ભૂલ ભરેલો છે. અહીં એવી કેટલીક વસ્તુઓ છે જે તમે આ જગ્યાએ માણી શકો છો.
રાત્રિના સમયે ફૂલમાં ડૂબકી લગાવી શકો છો:
મને છે ને પર્સનલી પાણીમાં રહેવું ખૂબ ગમે અને પાણીમાં આરામથી કલાકો ગાળી શકું છું. જ્યારે મને રામ બિહારી મહેલમાં આ કરવા મળ્યું તો મેં તો મોટા ભાગનો સમય પાણીમાં જ ગાળ્યો.
પુલ ટેરેસ પર છે, જ્યાંથી તમને આખા મહેલનો ખુબ સુંદર વ્યુહ મળે છે. પણ રાત્રે જે રીતે અહીં બધું શાંત અને ઝળહળતું હોય છે તેની કંઈક અલગ જ મજા છે.
સીલીસેર તળાવ પર બોટીંગની મજા માણો:
બીજી રોમાંચક વસ્તુઓની વાત કરીને તો એ છે બોટિંગ; સીલીસેર લેક્મા. ઇન ફૅક્ટ, ત્યાં એક બીજો પણ મહેલ છે. બરાબર તળાવની વિરુદ્ધ બાજુ પર. ત્યાંથી તમે આખા સુંદર નજારો માણી શકો છો.
તળાવકાંઠે તમે કલાકો સુધી બેસી શકો છો, બપોરનું ભોજન આરોગી શકો છો અને સંતોષકારક સંધ્યાકાળની સફર માણી શકો છો.
અલવર કિલ્લાની મુલાકાત:
જો તમને કિલ્લાઓ ખૂબ ગમતા હોય ને તો અડધો દિવસ તો તમારો અલવર કિલ્લા માટે બુક કરી જ લેજો. 1550 માં બંધાયેલો આ કિલ્લો અરવલ્લી રેન્જમાં હજુ પણ અડીખમ છે અને અલવર શહેરનું ખુબ જ મનોહર દ્રશ્ય આપે છે.
અલવરના બીજા મહેલો અને આકર્ષણો :
અલવર કિલ્લા સિવાય અહીં બીજા પણ કિલ્લા અને નેશનલ પાર્ક છે જ્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો. સારિસ્કા નેશનલ પાર્ક માત્ર અલવરથી એક જ કલાકના અંતરે છે જ્યાં તમે પ્રકૃતિ સાથે સમય ગાળી શકો છો અને વન્ય જીવોના પણ દર્શન કરી શકો છો.
બીજા મહેલો જેવા કે સિટી પેલેસ, સિલિસેર મહેલ, વિજયમંદિર પેલેસ વગેરે પણ જોવાલાયક સ્થળો છે.
તમારી જાતને રામ બિહારી પેલેસ પર આરામ આપો:
ટૂંકમાં જો તમે એક શાંત અને આરામદાયક સફરની શોધમાં છો તો રામ બિહારી પેલેસ તમારા માટે બેસ્ટ સ્થળ સાબીત થશે. વિશાળ અને આરામદાયક ઓરડાઓમાં સૂવાનું, સ્વિમિંગ પુલમાં પગ બોળીને બેસવાનું, અથવા તો પછી ઉઘાડા પગે ગાર્ડનમાં ફરી આવવાનું.
ખરેખર મારા અનુભવથી કહું છું તમને અહીં સહેજ પણ કંટાળો નહી આવે અને તમારા કંટાળાજનક જીવનથી એક બ્રેક પણ મળશે.