જ્યારે પણ આપણે આપણી દાદી કે નાનીના ઘરે જઇએ છીએ તો ત્યાંની હરિયાળી, દેશી રીત, કાચા રોડ, કાચા મકાન, શાંત વાતાવરણ, અસામાન્ય સંસ્કૃતિ આપણું દિલ જીતી લે છે. જો તમને ગામ જેવી સુંદર જગ્યાઓ પર ફરવાનો શોખ છે તો આજે અમે ભારતના એવા સુંદર ગામડાઓ અંગે જણાવીશું જ્યાં તમારે એકવાર જરૂર ફરવા જવું જોઇએ. આમ તો ભારતમાં લગભગ 6 લાખથી વધારે ગામડા છે, પરંતુ અમે એવા કેટલાક ગામડાઓની યાદી લઇને આવ્યા છીએ જ્યાં પર્યટકોની સૌથી વધારે ભીડ રહે છે.
પૂવર, કેરળ
પૂવર ભારતના સૌથી સુંદર ગામોમાંનું એક છે અને આ ગામ કેરળની એક યાત્રાનો હિસ્સો માનવામાં આવે છે. પૂવર કેરળનું એક નાનકડુ ગામ છે જે હાલના દિવસોમાં કેરળના ઝડપથી શહેરીકરણથી બચી ગયું છે. આ ગામ તિરુઅનંતપુરમના દક્ષિણી ભાગ પર સ્થિત છે. અહીંના સમુદ્રી કિનારા ચોખ્ખા અને સુંદર છે જે અહીં આવનારા પર્યટકો માટે મનમોહક સુંદરતા અને શાંત વાતાવરણ રજૂ કરે છે. આ ગામ જુદાજુદા દર્શનીય સ્થળોથી ભરેલું છે જ્યાં તમે ફરી શકો છો. આ શહેર અંગે સૌથી સારી વાત એ છે કે તમને તમારા હાઉસબોટ છોડવાની જરૂર નથી અને ફક્ત બેકવોટરના માધ્યમથી એ જગ્યાઓની સવારી કરી શકો છો જે પૂવરના જુદાજુદા ભાગોને જોડે છે.
મલાણા, હિમાચલ પ્રદેશ
ભારતના સૌથી સુંદર ગામોમાંનું એક મલાણા હિમાચલ પ્રદેશનું એક રહસ્યમયી ગામ છે જેને દરેક પ્રકૃતિ પ્રેમીએ પોતાના જીવનકાળમાં અવશ્ય જોવું જોઇએ. ગામને એક અનોખા કબીલાનું ઘર કહેવામાં આવે છે જે સિકંદરની સેનાના પ્રત્યક્ષ વંશજ છે. અહીંના ગ્રામીણો તેમની પરંપરા અને રીતી-રિવાજો અંગે ઘણા જાગૃત છે. આ ગામ દુનિયાના પ્રાચીન લોકતંત્રોમાનું એક છે, જે આજે પણ ઉભુ છે. ગામમાં ચંદ્રખની પાસ, રાશોલ પાસ, અને જળમગ્ન ગિર જેવા ઘણાં પર્વતારોહણ સ્થળ છે, જે મોટી સંખ્યામાં પર્યટકો અને ટ્રેકર્સને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ડિસ્કટ ગામ, લદ્દાખ
ડિસ્કટ લદ્દાખના અંતરિયાળ વિસ્તારમાં શોક નદીના કિનારે આવેલું છે. રાજસી પહાડોથી ઘેરાયેલું આ ગામ આકર્ષણ અને રોમાંચથી ભરેલું છે. આ ઉપરાંત આ ગામ 14મી શતાબ્દીના મઠનું ઘર છે જ્યાં સ્થાનિક લોકોની સાથે સાથે બૌદ્ધ અનુયાયી પણ આ સુંદર જગ્યાનો પ્રવાસ કરે છે. લદ્દાખનું આ સુંદર ગામ એવા લોકો માટે સુખદ છે જે ભીડથી બચવા માંગે છે અને લદ્દાખમાં સ્થાનિક લોકોની સરળ જીવન શૈલીને અનુભવ કરવા માંગે છે.
લાંડોર, ઉત્તરાખંડ
લાંડોર ઉત્તરાખંડનું એક વિચિત્ર અને સુંદર ગામ છે જૈ સૌથી પ્રસિદ્ધ લેખક રસ્કિન બૉન્ડનું ઘર છે. આ ગામની હવા એકદમ ચોખ્ખી છે. મહત્વનું છે કે આ ગામમાં કેટલાક બ્રિટિશ યુગના ચર્ચ પણ છે જેવા કે કેલૉગ ચર્ચ, સેંટપૉલ અને મેથોડિસ્ટ ચર્ચ જે તમારે અવશ્ય જોવા જોઇએ. આ ઉપરાંત, આ સુંદર ગામ કેટલાક લોકપ્રિય ટ્રેકિંગ માર્ગ પણ પ્રદાન કરે છે જે તમને ઉત્તરાખંડની સુંદર ખીણના દર્શન કરાવે છે. જો તમે ભાગ્યશાળી હશો તો તમારી પાસે રસ્કિન બૉન્ડથી મળવાની તક પણ હોઇ શકે છે.
માવલિનનોંગ મેઘાલય – Mawlynnong
શિલોંગથી લગભગ 90 કિ.મી. દક્ષિણમાં સ્થિત માવલિનનોંગ ભારતના સૌથી સુંદર ગામોમાંથી એક છે અને આ ગામને 2003માં એશિયામાં સૌથી સ્વચ્છ ગામ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ગામ જંગલી સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિના મનમોહક અને અવિશ્વસનીય દ્રશ્યોને જોઇ શકાય છે. આ ઉપરાંત તમે અહીં સમાજ અને સરકાર દ્વારા ઇકો પર્યટન માટે એક શક્તિશાળી પ્રતિબદ્ધતા જોઇ શકો છો. માવલિનનોંગનું મુખ્ય આકર્ષણ વૃક્ષના મૂળથી નીકળનારા લિવિંગ ટ્રી બિજ છે આ ઉપરાંત પણ આ ગામમાં ઘણાં આકર્ષણ જોવા મળે છે જે વાસ્તવમાં જોવાલાયક છે.
મંડાવા રાજસ્થાન
મંડાવા રાજસ્થાનનું એક સુંદર ગામ છે જેને 18મી સદીમાં અમીર રાજસ્થાની વેપારીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ગામને બનાવનારી ઘણી હવેલીમાં તેની સ્પષ્ટતા અને મહાકાવ્ય જીવનશૈલી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. હવેલીઓ અને સંસ્કૃતિ આ ગામમાં ઇતિહાસપ્રેમીઓને મોટી સંખ્યામાં આકર્ષિત કરે છે. ગામમાં તમે સુંદર હવેલીઓ અને ભીતચિત્રોને જોઇ શકો છો. સાથે જ આ ગામને કેટલાક સ્થાનિક બજારો સાથે પણ જોડવામાં આવ્યું છે જ્યાં તમે સ્મૃતિ ચિન્હ ખરીદી શકો છો. આ ઉપરાંત ગામમાં કેટલાક શાનદાર સ્થાનિક વ્યંજન પણ પીરસવામાં આવે છે જેને તમારે જરૂર અજમાવવા જોઇએ.
ઝીરો ખીણ, અરુણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશના અજાણ્યા પહાડોમાં સ્થિત ઝીરો વેલી એક રમણીય ગામ છે. આ ગામ લીલાછમ દેવદારના જંગલ, બરફથી લદાયેલા પહાડોની સૌંદર્યતાથી ભરપૂર છે. પ્રકૃતિની સુંદરતાના કારણે આ ગામને ભારતના સૌથી સુંદર ગામમાંથી એક માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં પર્યટકોને ફરવા માટે ઘણુંબધુ છે જેને તમે તમારી યાત્રામાં અનુભવી શકો છો. જો તમે સંગીતના પ્રશંસક છો તો ઝીરો ખીણમાં આયોજિત થનારો સંગીત ફેસ્ટિવલ નિશ્ચિત રીતે તમારા હ્રદયના તારને સ્પર્શી જશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો