ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત

Tripoto

રીવા મધ્ય પ્રદેશના મુખ્ય શહેરોમાંનું એક છે. આ એક એવું શહેર છે જે તેના ઐતિહાસિક વારસા માટે પ્રસિદ્ધ છે. અહીં તમે જંગલો, ઝરણા, નદીઓ અને લીલીછમ હરિયાળીનો આનંદ માણી શકો છો. રીવામાં એવી ઘણી જગ્યા છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવી ઘણી જગ્યાઓ છે જે રીવાના પ્રવાસને યાદગાર બનાવી દેશે. રીવામાં કઇ જગ્યાઓ પર તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો. આવો જાણીએ.

રાણી તળાવ –

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 1/6 by Paurav Joshi

રીવા ભ્રમણની શરૂઆત તમે અહીંના રાણી તળાવથી કરી શકો છો, હકીકતમાં તળાવના નામે પ્રસિદ્ધ આ જગ્યા એક કુવો છે. આ રાજ્યના સૌથી જુના કુવાઓમાંનું એક છે. રાણી તળાવ શહેરના દક્ષિણી ભાગમાં આવેલું છે. અને આને પવિત્ર માનવામાં આવે છે. આ તળાવના પશ્ચિમમાં દેવી કાલીનું એક મંદિર પણ આવેલું છે. આ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત કાલી મંદિરોમાંનું એક છે. માન્યતા એવી છે કે આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને એટલા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પર્યટક આ મંદિરના દર્શન કરવા આવે છે. દિવાળી દરમિયાન, મંદિરમાં ભવ્ય પૂજા અને મેળાનું આયોજન કરવામાં આવે છે. આમ તો આ મંદિરમાં આખુ વર્ષ દર્શન કરવા જઇ શકાય છે, પરંતુ આ તહેવારો દરમિયાન ત્યાં જવું એક અદ્ભુત અનુભવ પ્રદાન કરશે.

ગોવિંદગઢ પેલેસ –

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 2/6 by Paurav Joshi

ગોવિંદગઢ પેલેસની યાત્રાનો અર્થ એ છે કે તમને ઝરણા, નદીઓ, જંગલો અને આ સિવાય ઘણું બધું તેમજ આસપાસના આકર્ષણ જોવા મળશે. આને રીવાના તત્કાલીન મહારાજાએ બનાવ્યો હતો. અહીં એક સુંદર દળાવ છે, ગોવિંદગઢ સરોવર, જેના કિનારે મહેલ બન્યો છે. આ મહેલનું નિર્માણ ઘણી સારી રીતે થયું હતું. આની ચારેબાજુ સુંદર વાસ્તુકળા છે. આ મહેલમાં એક મ્યુઝિયમ છે. આ સંગ્રહાલયની આસપાસ ના જંગલોમાં જોવા મળતા સફેદ વાઘને રાખવામાં આવ્યા છે.

રીવા કિલ્લો –

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 3/6 by Paurav Joshi

આ રીવામાં મુખ્ય પર્યટન આકર્ષણ છે. આની પાછળ બે નદીઓ છે જે કિલ્લાની કુદરતી સુંદરતા પ્રદાન કરે છે. કિલ્લાનું મુખ્ય દ્વાર ભારતીય વાસ્તુકળાનું એક સુંદર ઉદાહરણ છે. અહીં પર્યટકોને રહેવાની પણ વ્યવસ્થા છે. કિલ્લાની અંદર રહેઠાણ ઉપલબ્ધ છે. તેમાં એક રેસ્ટોરન્ટ અને એક સંગ્રહાલય પણ છે. અહીં ફરવા માટે મુખ્ય સ્થળ શાહી ચાંદીનું સિંહાસન, સંગ્રહાલય હૉલનું ઝુમ્મર, આર્મ્સ ગેલેરી અને વ્હાઇટ ટાઇગર ગેલેરી છે.

પુરવા વૉટરફૉલ –

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 4/6 by Paurav Joshi

આ લગભગ 70 મીટરની ઊંચાઇ પર સ્થિત મધ્ય પ્રદેશનો સૌથી સુંદર જળધોધમાંનો એક છે. ટોંસ કે તમસા નદી, એ જગ્યા છે જ્યાંથી ઝરણા નીકળે છે. આ વૉટરફૉલ એક સુંદર દ્રશ્યની ઝલક રજુ કરે છે. ફેમિલી માટે આ એક પસંદગીની જગ્યા છે. પુરવા ઝરણું એક પ્રસિદ્ધ ઝરણું છે જેને જિલ્લાના સૌથી સુંદર પર્યટક આકર્ષણોમાંનુ એક માનવામાં આવે છે. આખા વિસ્તારની પ્રાકૃતિક સુંદરતાના કારણે આખુ વર્ષ સેંકડો પર્યટકો અને સ્થાનિક લોકો આ ક્ષેત્રમાં આવે છે. આ સ્થાન સૌથી સારા પિકનિક સ્થળોમાંનું એક છે. જ્યાં પિકનિક પાર્ટીઓ મહત્તમ શિયાળા દરમિયાન થાય છે. મહાકાવ્ય રામાયણમાં પણ આ ઝરણાનું વર્ણન જોવા મળે છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે સૌથી સારી જગ્યા છે જો તમે પણ રીવા અને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવા માંગો છો તો પુરવા ફૉલ જવાનું ભુલતા નહીં.

ક્યોટી ફૉલ્સ –

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 5/6 by Paurav Joshi

આ ભારતનું 24મું સૌથી ઊંચુ ઝરણું છે જે મહાના નદી પર સ્થિત છે. રીવામાં પરિવાર અને દોસ્તોની સાથે આ એક સુખદ સમય માટે ક્યોટી ઝરણું જોવા જરુર જાઓ. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ રીવાનું મખ્ય આકર્ષણ છે. આ ઝરણાની ઊંચાઇ લગભગ 130 મીટર છે. ક્યોટી જળધોધ તેની આકર્ષક સુંદરતાના કારણે ઘણાંબધા ટ્રેકર્સ અને પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ ઝરણાનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે એટલા માટે ઘણાં બધા લોકો અહીં પૂજા યજ્ઞ કરવા આવે છે. ઝરણાની આસપાસ ઘણા દેવી-દેવતાઓના મંદિરો છે જેમાં મુખ્ય શિવ મંદિર છે. તમે ઝરણાની નીચે પણ જઇ શકો છો પરંતુ નીચે જવા માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે. આ ઝરણાનું દ્રશ્ય ઘણું જ શાનદાર દેખાય છે.

Photo of ફરવા માટે સુંદર જગ્યા છે રીવા, ફોર્ટ, વૉટરફોલ કરશે તમને આકર્ષિત 6/6 by Paurav Joshi

ફૉલ્સ જોવાની કોઇ ફી નથી. આસપાસ કોઇ પાર્કિંગ પણ નથી. તમે તમારી કારને ખડક પર ગમે ત્યાં પાર્ક કરીને સુંદર ઝરણાને જોઇ શકો છો. ઝરણાની આસપાસ ભોજન કે પાણીની વ્યવસ્થા નથી એટલે જ્યારે પણ જાઓ પોતાની સાથે પર્યાપ્ત ભોજન અને પાણી લઇને જાઓ.

આ ઝરણું મોસમી ઝરણું છે એટલે ચોમાસામાં પાણી અને ઉનાળામા સુકાઇ જાય છે. તમે ચોમાસામાં જઇ શકો છો. ડિસેમ્બરનો સમય સૌથી સારો છે. અહીં પહોંચવુ ઘણું જ સરળ છે. આ જગ્યા રીવાથી 40 કિલોમીટર અને અલાહાબાદથી 95 કિલોમીટર દૂર છે. તમે ટેક્સી બુક કરીને અહીં જઇ શકો છો. આ સિવાય અહીં બહુતી જળધોધ છે. આ જળધોધની ઊંચાઇ 198 મીટરની છે. આ વૉટરફૉલ સેલર નદી પર છે. બહુતી ફૉલ્સ ફરવા માટે એક સુંદર જગ્યા છે જ્યાં તમે આરામ કરી શકો છો અને દ્રશ્યોનો આનંદ લઇ શકો છો. વહેતુ પાણી સુંદર મનોરમ દ્રશ્ય રજુ કરે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads