2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી: જાણો ભારતનું સ્થાન

Tripoto

કોવિડ મહામારી વિશ્વકક્ષાએ અગણિત પરિવર્તનો લાવી છે. આખી દુનિયાના નાના-મોટા તમામ દેશના અર્થતંત્રને તેણે હચમચાવી નાખ્યા! એવું કોઈ ક્ષેત્ર નથી જેને આ મહામારીની અસર ન થઈ હોય. પ્રવાસન ઉદ્યોગ એ એવું ક્ષેત્ર છે જેને આ મહામારી બહુ જ મોંઘી પડી!

Photo of 2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી: જાણો ભારતનું સ્થાન 1/4 by Jhelum Kaushal

આજે ઓકટોબર 2021માં જ્યારે આ દુનિયા ફરીથી રોજિંદા જીવન તરફ પાછી ફરી રહી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસો ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ એક ફર્મ Henley Passport Index દ્વારા એક અનોખી માહિતી બહાર પાડવામાં આવી છે. દુનિયાના બધા જ દેશોના નાગરિકો જે દેશનું નાગરિકત્વ ધરાવે છે તે પાસપોર્ટ કેટલો પાવરફૂલ (શક્તિશાળી) છે તે અંગે આ યાદી છે. International Air Transport Association (IATA) થકી આપવામાં આવતી 227 દેશોની માહિતી (ડેટા)ના આધારે સૌથી વધુ ટ્રાવેલ-ફ્રેન્ડલી પાસપોર્ટને ટોચનું સ્થાન મળે છે.

સૌથી અગ્રેસર જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ છે જે વિશ્વમાં 192 સ્થળે વિઝા વગર અથવા ‘વિઝા-ઓન-અરાઇવલ’ની સુવિધા મેળવવા સજ્જ છે. તેથી વિરુદ્ધ અંતિમ સ્થાને અફઘાનિસ્તાનનો પાસપોર્ટ છે જે માત્ર 26 દેશોમાં વિઝા-ઓન-અરાઇવલ માન્ય છે.

Photo of 2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી: જાણો ભારતનું સ્થાન 2/4 by Jhelum Kaushal
Photo of 2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી: જાણો ભારતનું સ્થાન 3/4 by Jhelum Kaushal

વિશ્વના સૌથી શક્તિશાળી તેમજ સૌથી નબળા પાસપોર્ટ પર નજર કરવા જેવી છે.

ઓકટોબર 2021 અનુસાર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ:

1. Japan, Singapore (192 destinations)

2. Germany, South Korea (190)

3. Finland, Italy, Luxembourg, Spain (189)

4. Austria, Denmark (188)

5. France, Ireland, Netherlands, Portugal, Sweden (187)

6. Belgium, New Zealand, Switzerland (186)

7. Czech Republic, Greece, Malta, Norway, United Kingdom, United States (185)

8. Australia, Canada (184)

9. Hungary (183)

10. Lithuania, Poland, Slovakia (182)

ભારતનું સ્થાન:

આ યાદીમાં ભારતનું સ્થાન 90માં ક્રમે છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો વિશ્વમાં 58 દેશમાં વિઝા વગર અથવા ‘વિઝા-ઓન-અરાઇવલ’ની સુવિધા દ્વારા પ્રવાસ કરી શકે છે.

Photo of 2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી: જાણો ભારતનું સ્થાન 4/4 by Jhelum Kaushal

ઓકટોબર 2021 અનુસાર વિશ્વનાં સૌથી નબળા પાસપોર્ટ:

109. North Korea (39 destinations)

110. Nepal and Palestinian territories (37)

111. Somalia (34)

112. Yemen (33)

113. Pakistan (31)

114. Syria (29)

115. Iraq (28)

116. Afghanistan (26)

સંદર્ભ: CNN Travel

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads