“મોરની હિલ્સ” હરિયાણાનું એક સુંદર સ્ટેશન છે, જે પંચકુલાની નજીક આવેલું છે. હરિયાણામાં એકમાત્ર હિલ સ્ટેશન હોવાના કારણે આ સ્થાનિક લોકો અને પર્યટકો માટે એક ઘણું જ પસંદગીનું પિકનિક સ્થળ છે.
આ હિલ સ્ટેશન 1,220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે જે પોતાના અદ્ભુત અને આશ્ચર્યજનક દ્રશ્યો માટે જાણીતું છે. પરિદ્રશ્ય ઉપરાંત, અહીં વનસ્પતિઓ અને જીવોની એક વિસ્તૃત વિવિધતા પણ નજરે પડે છે. જે આને દરેક પ્રકૃતિ પ્રેમી માટે સુખદ બનાવે છે. એક ભવ્ય બિંદુ હોવાના કારણે મોરની હિલ્સ એક મહત્વપૂર્ણ પુરાતત્વિય સ્થળ છે જ્યાં ઠાકુરદ્વાર મંદિરમાં 7મી શતાબ્દીમાં ફરીથી ડેટિંગ કરવામાં આવ્યું છે. મોરની હિલ્સ સ્ટેશન હરિયાણાની એક એવી જગ્યા છે જેને દરકે પર્યટકે પોતાના જીવનમાં એક વાર તો જરૂર જવું જોઇએ.
લીલાછમ ક્ષેત્રથી ઘેરાયેલું આ પર્વતીય સ્થળ એક શાનદાર વીકેન્ડ ગેટવે છે, જ્યાં આસપાસના શહેરોથી પ્રવાસીઓ સપ્તાહના અંતે મોજમસ્તી અને શાંતિની પળો વિતાવવા માટે આવે છે. હિમાલયની શિવાલિક શ્રેણી આ હિલ સ્ટેશનને ખાસ બનાવવાનું કામ કરે છે. જો તમે દિવસના કેટલાક કલાકો આરામથી પસાર કરવા માંગો છો તો તમે અહીં જરૂર આવો.
મોરની હિલ્સનો ઇતિહાસ
એવુ માનવામાં આવે છે કે મોરની નામની એક રાણી ઘણાં દશક પહેલા આ સ્થાન પર શાસન કરતી હતી અને રાણીના સન્માનમાં પહાડોનું નામ મોરની રાખવામાં આવ્યું હતું. ઇતિહાસકારોનો દાવો છે કે 15મી શતાબ્દીમાં રાજપૂત, ઠાકુર મોરની હિલ્સની આસપાસ રહેતા હતા. ઠાકુરો બાદ મુગલોએ પણ શાસન કર્યું પરંતુ લાંબા સમય સુધી નહીં. અંગ્રેજોના આગમનને કારણે મોટાભાગના દેશી શાસકોનું પતન થઇ ગયું હતું. બ્રિટિશ રાજ દરમિયાન પહાડોને ઉપેક્ષિત છોડી દેવામાં આવ્યા હતા અને ભારતની આઝાદી બાદથી જ મોરની હિલ્સ લાઇમલાઇટમાં આવી ગયું હતું અને આને એક પર્યટક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું હતું.
મોરની હિલ્સમાં ફરવાની જગ્યાઓ
એડવેન્ચર પાર્ક
એડવેન્ચર પાર્ક મોરની હિલ્સમાં ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે. આ પાર્ક એક એવી જગ્યાં બોટ રાઇડ અને ટ્રેકિંગ ઉપરાંત પર્યટક ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ એન્જોય કરી શકે છે. જી હાં, આ પાર્કને તાજેતરમાં જ ડેવલપ કરવામાં આવ્યો છે. જે રોપ ક્લાઇમ્બિંગ, કમાન્ડો નેટ, બર્મા પુલ, રેપેલિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃતિઓ પ્રદાન કરે છે.
ગુરુદ્વારા નાડા સાહેબ
ગુરુદ્ધારા નાડા સાહેબ મોરની હિલ અને પંચકુલાનું સૌથી પવિત્ર સ્થળમાંથી એક છે જેને પર્યટકોએ પોતાની મોરની હિલ્સ સ્ટેશનની યાત્રામાં જરૂર જવું જોઇએ. આ ગુરુદ્ધરા શિખ સંપ્રદાયના લોકો માટે ઘણું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે.
કરોહ પીક
હરિયાણા અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર સ્થિત, કરોહ પીક મોરની હિલ્સના પ્રસિદ્ધ ટૂરિસ્ટ સ્થળોમાંનું એક છે. કરોહ પીક પર્વત શિખરની ઉંચાઇ 4,813 ફૂટ છે જે હરિયાણા રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે. આ શિખરની ઉપરથી નીચે ગામો અને આસપાસના વિસ્તારના સુંદર નજારાને જોઇ શકાય છે.
ટિક્કર તાલ
ટિક્કર તાલ મોરની હિલ્સમાં ફરવા માટે સૌથી સારી જગ્યાઓ પૈકીની એક છે. આ સ્થાન હિલ સ્ટેશનની આસપાસની લીલીછમ હરિયાળીનું સુંદર દ્રશ્ય પ્રસ્તુત કરે છે. જે મોરની હિલ્સ આવનારા પર્યટકોને ઘણું જ આકર્ષિત કરે છે. અહીં એક સરોવર પણ છે જ્યાં બોટ રાઇડ જેવી એટ્રેક્ટિવ એક્ટિવિટીઝને પણ એન્જોય કરી શકાય છે.
મોરની હિલ્સમાં વન્યજીવ
મોરની હિલ્સમાં વનસ્પતિઓનું સારુ કવરેજ છે. એટલે આને પર્યટકોની સાથે સાથે વન્યજીવ પ્રેમીઓ માટે પણ સ્વર્ગ માનવામાં આવે છે. જ્યારે પણ તમે અહીં આવશો તો શિયાળ, વાંદરા, હાઇના, નીલગાય, જંગલી સુવર, હરણ, સાંભર જેવા ઘણાં વન્ય જીવ હરતા-ફરતા જોવા મળશે.
મોરની કિલ્લો
મોરની હિલ્સના પર્યટન આકર્ષણોમાં અહીંના પ્રાચીન કિલ્લાને પણ જોઇ શકાય છે. મોરની ફોર્ટના નામથી પ્રસિદ્ધ આ કિલ્લો અહીંના પહાડો પર સ્થિત છે. કેમકે તે ઉંચાઇ પર સ્થિત છે એટલે તમે અહીંથી આસપાસના સુંદર નજારાનો આનંદ લઇ શકો છો.
મોરની હિલ્સમાં કરવા જેવી એક્ટિવિટીઝ
મોરની હિલ્સમાં ઘણી પહોળા રસ્તા છે જે સવારો માટે સ્વર્ગ છે. પર્યટક મોરની હિલ્સમાં સાહસિક રમતો જેવી કે રોક-ક્લામ્બિંગ, કમાંડો નેટ, દોરડા પર ચડવા અને ઘણાં બધામાં લિપ્ત થઇ શકે છે.
મોરની હિલ્સ ફરવા જવાનો સૌથી સારો સમય
જો મતે મોરની હિલ્સ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સારુ એ રહેશે કે તમે ઓક્ટોબરથી માર્ચની વચ્ચે મોરની હિલ્સ સ્ટેશનની યાત્રા પર જાઓ.
મોરની હિલ્સ કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગઃ મોરની પહાડોથી લગભગ 50 કિ.મી. દૂર ચંદીગઢ એરપોર્ટ છે. જે સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી તમને બસ, ટેક્સી મળી રહેશે.
રેલવે માર્ગઃ ચંડી મંદિર રેલવે સ્ટેશન જે ચંદીગઢમાં છે તે મોરની પહોંચવાનું સૌથી નજીકનું સ્ટેશન છે, જે લગભગ 30 કિ.મી. દૂર છે. સ્ટેશનથી મોરની સુધી પહોંચવા માટે ટેક્સી, ઓટો કે બસ લઇ શકાય છે.
રોડ માર્ગઃ ભારતના જુદાજુદા હિસ્સામાંથી આવતા લોકો મોર્ની સુધી પહોંચવા માટે પોતાની ખાનગી કાર કે બાઇક પણ લઇ શકે છે. રોડ માર્ગેથી દિલ્હી, મુંબઇ, કોલકાતા અને બેંગાલુરુથી ક્રમશઃ 260, 1,600, 1,700 અને 2,400 કિ.મી. દૂરનું અંતર કાપવાનું હોય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો