આમ તો દરેક દેશનો પોતાનો એક રસપ્રદ ઇતિહાસ હોય છે પણ આપણે વાત કરીએ છીએ નેપાળ દેશની જે દેશનો ઇતિહાસ રસપ્રદ તો છે જ પણ સાથે સાથે તમને મૂંઝવણમાં પણ મૂકે છે.
દરેક વ્યક્તિ આવી રસપ્રદ વાતો જાણવા ઈચ્છે છે તો આજે અમે નેપાળ દેશની રસપ્રદ જાણકારી આપીએ જે કદાચ તમે સાંભળી પણ ન હોય અને જોઈ પણ ન હોય.

નેપાળના કેટલાક મહત્વપૂર્ણ અને રસપ્રદ સત્યો:
૧. નેપાળનો સમય વિશ્વના સમયથી ૪૫ મિનિટ પાછળ છે. અહીંનો સમય ઝોન પ્રમાણે નહિ પરંતુ માઉન્ટ એવરેસ્ટ પ્રમાણે ચાલે છે.

૨. નેપાળમાં દુનિયાનું સૌથી ધીમું ઈન્ટરનેટ ચાલે છે. અહીની ડાઉનલોડિંગ સ્પીડ ૨૫૬ KBPS થી પણ ઓછી છે.

૩. નેપાળ શબ્દને હિંદુ સંત "નૈમી" ના નામ પરથી લેવામાં આવ્યો છે. તેમણે જ કાઠમંડુની ઘાટીને વસાવ્યું હતું અને તેની રક્ષા પણ કરી હતી. સ્કંદન પુરાણની અનુસાર ઋષિ નૈમી હિમાલયમાં રહેતા હતા.

૪. પાણી ભેગું કરવામાં નેપાળ દુનિયામાં બીજા નંબર પર છે. નેપાળમાં દરેક ગામમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે.

૫. ભારતની 5૦૦ અને 2૦૦૦ની નોટ નેપાળમાં નથી ચાલતી. તેના બદલે 5૦૦-2૦૦૦ કરતા નીચેની નોટ ચાલે છે.

૬. નેપાળમાં જમવા માટે ડાબા હાથનો ઉપયોગ નથી કરવામાં આવતો. તેને નેપાળના લોકો પોતાના ધર્મમાં ખોટું મને છે.

૭. દુનિયામાં જીવિત દેવીની પૂજા કરતો નેપાળ એકમાત્ર દેશ છે. જ્યાં આ દેવીઓને કુમારી(શાબ્દિક અર્થ - કુંવારી) કહેવામાં આવે છે અને દેવી 'તલેજુ'નો અવતાર માનવામાં આવે છે. આ પ્રથાની અનુસાર દેવીઓ બૌદ્ધ અને હિંદુઓ દ્વારા સમાન રૂપથી પૂજવામાં આવે છે. આ તહેવારના સમયે સરળ રૂપથી તેમની રથયાત્રા પણ કાઢવામાં આવે છે.

૮. આ નાના દેશ નેપાળમાં ક્યારેય પણ જાતિવાદને લઈને રમખાણો નથી થયા. સાઉથ એશિયાનો જૂનો દેશ હોવાના કારણે અહી ૧૨૩ ભાષાઓ બોલવામાં આવે છે અને અહી ૮૦ જાતીય સમૂહ રહે છે. અહી આ કારણે ઘણી શાંતિ હોય છે.

૯. આખા વિશ્વમાં તમને નેપાળનો ધ્વજ જ સૌથી અલગ જોવા મળશે આ ધ્વજની ખાસ વાત એ છે કે આ ધ્વજ તમને બે ત્રિકોણ આકારમાં જોવા મળશે જે આ ડિઝાઈનની બાબતમાં સૌથી અલગ છે. જો કે આ ધ્વજને ૧૯૬૨માં સ્થાપિત કરવામાં આવ્યો હતો પરંતુ કહેવાય છે કે તેની ડિઝાઇન ૨૦૦૦ વર્ષ જૂની છે. નેપાળનો આ ધ્વજ હિમાલયનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

૧૦. વધારે નેપાળમાં હિમમાનવ જોવાના પણ કિસ્સા સાંભળવા મળે છે. આ હિમમાનવને નેપાળની ભાષામાં 'યેતી' કહેવામાં આવે છે. હિમમાનવને જોવું એ એક અફવા પણ હોય શકે કારણ કે હિમમાનવને જોવાના હજી સુધી કોઈ પુરાવા નથી મળ્યા.

૧૧. લુમ્બીની મંદિર
ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બીનીકાઠમાંડુથી ૩૦૦ કી.મી. પશ્ચિમમાં દક્ષિણી મેદાનમાં સ્થિત છે. તેમનો જન્મ ૬૨૩ ઈ.સ. પૂર્વે લુમ્બીનીના પવિત્ર ઉદ્યાનમાં થયો હતો, જેનું પ્રમાણ અશોક સ્તંભ પર જોવા મળતા શિલાલેખોમાં જોવા મળે છે.

૧૨. ચિત્તવન રાષ્ટ્રિય ઉદ્યાન
ચિત્તવન રાષ્ટ્રિય ઉદ્યાનને ૧૯૮૪માં એક વિરાસત સ્થળના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રિય ઉદ્યાન ૯૩૨ વર્ગ કી.મી. ક્ષેત્રમાં ફેલાયેલ છે. ચિત્તવન ઉદ્યાનમાં તમને જોવા માટે જે લુપ્ત થવા પર છે જેવા કે બંગાળ ટાઇગર, એક શિંગડાંવાળો ગેંડો વગેરે જોવા મળે છે.

૧૩. લાંબા સમય સુધી હાથ મેળવવાનો વિશ્વ રેકોર્ડ બે નેપાળીઓને નામ છે જેમને ૪૨ કલાક ૩૫ મિનિટ સુધી એક બીજા સાથે હાથ મેળવ્યા હતા.

૧૪. નેપાળને વિશ્વની છત પણ કહેવામાં આવે છે કારણ કે અહી પર દુનિયાનો સૌથી ઉંચો અને સુંદર પર્વત માઉન્ટ એવરેસ્ટ સ્થિત છે.

૧૫. નેપાળમાં ૬૦૦૦ શુદ્ધ પાણીની નદીઓ અને તળાવ છે. જેનાથી હાઈડ્રોક્લોરિક પાવર બનાવી શકાય છે. પરંતુ ત્યાં વીજળીનું એટલી માત્રામાં ઉત્પાદન નથી થતું. એટલે ત્યાંના લોકોને દિવસમાં ઘણા કલાકો સુધી વીજળી વગર રહેવું પડે છે.

૧૬. નેપાળની સરકાર ટુરિઝમથી થતી અડધાથી વધારે કમાઈ વન્યજીવનવાળી જગ્યા પર રહેતા લોકોમાં વહેંચી દે છે. જેનાથી વન્યજીવ અને વનનું સંરક્ષણ થઇ શકે.

આ હતી નેપાળ દેશની રસપ્રદ અને માહિતીપ્રદ બાબતો મને આશા છે કે તમને આ બાબતો સારી લાગી હશે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ