આમ તો ભારતમાં ફરવાના અગણિત સ્થળો છે પરંતુ જો વિદેશમાં ફરવું હોય તો માલદીવ જવાનો પ્લાન બનાવવો જોઇએ. માલદીવમાં ઘણાં શાનદાર દર્શનીય સ્થળ છે. જ્યાં વિશાળ દરિયાકિનારો, ટાપુઓને એક્સપ્લોર કરી શકાય છે. માલદીવ ફરવાનું આમ તો મોંઘું પડે છે પરંતુ ફક્ત 30 હજાર રૂપિયામાં ફ્લાઇટ સાથે માલદીવ ફરી શકાય છે.
ફ્લાઇટ અને ટિકિટ
માલદીવમાં વિઝા ઓન અરાઇવલ છે. તમને 30 દિવસનો ટૂરિસ્ટ વિઝા મળી જશે જેને 90 દિવસ સુધી વધારી શકાય છે. તેના માટે અલગથી કોઇ ચાર્જ નથી. વિઝા માટે તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે.
માલદીવની ફ્લાઇટ મોંઘી હોય છે. પરંતુ જો તમે એક-બે મહિના પહેલાં ટિકિટ બુક કરાવશો તો તમને ફક્ત 15 હજાર રૂપિયામાં માલદીવ જવાનો ચાન્સ મળી શકે છે.
ક્યાં રોકાશો?
માલદીવમાં રહેવાનું પણ મોંઘું છે. ખિસ્સા હળવા કરવા ન હોય તો કાઉચસર્ફિંગ કરી શકાય છે. જો તમને ત્યાંથી કોઇ મદદ ન મળે તો સસ્તી હૉસ્ટેલમાં રહેવાનું વિચારજો. આ હૉસ્ટેલ તમને 2 હજાર રૂપિયા સુધી મળી જશે.
માલદીવમાં હરવું-ફરવું
માલદીવ ફરનારા માટે સારી જગ્યા છે. જો તમને એડવેન્ચર પસંદ છે તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ છે.
દિવસ 1
માલે
માણસોની ઘણી જ ચહલપહલ ધરાવતું આ શહેર માલદીવની રાજધાની છે અને સાથોસાથ એક બહુ જ રમણીય પર્યટન સ્થળ પણ! વિશ્વના લગભગ બધા જ દેશો માટે માલેથી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. માલે એરપોર્ટ હુલહુલે નામના દ્વીપ પર આવેલું છે જે મુખ્ય શહેરથી આશરે ૨ કિમી દૂર છે. હુલહુલેથી માલે આવ-જા કરવા માટે ફેરી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે. માલેની આસપાસના સ્થળોએ ફરવા માટે હોડીઓ ઉપલબ્ધ છે. ઉપરાંત સ્થાનિક ટુર માટે ભાડેથી સ્કૂટર, સાઇકલ કે પછી ટેક્સી પણ મળી રહે છે.
નેશનલ મ્યુઝિયમ
માલદીવના ઇતિહાસને જાણવા માટે તમારે તેના નેશનલ મ્યુઝિયમમાં જવું પડશે. અહીં તમને માલદીવ વિશે વધારે જાણવા મળશે. મ્યુઝિયમમા કલાકો સુધી ફર્યા બાદ બહાર આવવાનું મન નહીં થાય.
બરોસ આઇલેન્ડ
ત્યાર બાદ તમે બરોસ આઇલેન્ડ જઇ શકો છો. માલદીવમાં હંમેશા પ્રવાસીઓ આવતા-જતાં રહે છે. એટલે અહીં ભીડ પણ ઘણી છે. જો તમે આ ભીડથી દૂર કોઇ શાંત જગ્યાએ જવા માંગો છો તો તમારે બરોસ આઇલેન્ડ જવું જોઇએ. બરોસ માલદીવનો ઘણો જ પોપ્યુલર આઇલેન્ડ છે. પ્રકૃતિની સુંદરતા અને હળવાશ માટે માલદીવનો આ ટાપુ બેસ્ટ છે. અહીં ઘણાં રિસોર્ટ, સ્પા અને બાર છે. અહીં સુંદર સનસેટ જોઇ શકાય છે. રાતમાં તમે કોઇ બારમાં જઇ શકો છો.
દિવસ 2
મિહિરી આઇલેન્ડ
માલદીવ ઘણાં આઇલેન્ડ ભેગા કરીને બન્યો છે. એટલે તમને અહીં ચારો બાજુ ટાપુ જ ટાપુ દેખાશે. મિહિરી આઇલેન્ડ એવા લોકો માટે છે જેને દુનિયાથી બિલકુલ અલિપ્ત થઇને રહેવું છે. અહીં ન તો ટીવી હશે અને ન તો ઘણી લકઝરીની સુવિધા. અહીં કોઇપણ જાતની ચિંતા કર્યા વગર નિરાંતે હરીફરી, એન્જોય કરી શકો છો. આ આઇલેન્ડ પર ઘણાં વોટર વિલા રિસોર્ટ છે જેને તમે કદાચ પહેલા નહીં જોયા હોય.
વ્હેલ સબમરીન
કદાચ એ ચીજ જેને કરીને તમે માલદીવને ભૂલી જશો. વ્હેલ સબમરીન તમને સમુદ્રની અંદર લઇ જશે. અનેક પ્રકારની માછલી તમને જોવા મળશે. માલદીવમાં 45 મિનિટની સબમરીન ટૂર તમારા માટે ખરેખર યાદગાર હશે.
દિવસ 3
આર્ટિફિશિયલ બીચ
ગ્રાન્ડ ફ્રાઇડે મસ્જિદ
માલદીવમાં સમુદ્ર સિવાય પણ ઘણું જોવા જેવું છે. અહીં ગ્રાન્ડ ફ્રાઇડે મસ્જિદ તેના આર્કિટેક્ચર અને માર્બલના બાંધકામને કારણે જાણીતી છે. મસ્જિદ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
માલેમાં ટાપુ ઘણાં છે પરંતુ બીચ નથી. પરંતુ માલેમાં એક આર્ટિફિશિયલ બીચ છે. તમારા ત્રીજા દિવસની શરૂઆત આ બીચથી કરી શકો છો. તમાર મિત્રો સાથે અહીં એન્જોય કરો કારણ કે અહીં ઘણાં વોટર સ્પોર્ટ્સ છે.
માલે લોકલ માર્કેટ
કોઇપણ નવી જગ્યાએ જાઓ તો ત્યાંના બજાર જરૂર જુઓ. માલે માર્કેટ શોપિંગ કરવા માટે બેસ્ટ છે. શોપિંગ ન કરવું હોય તો પણ તમે અહીં જઇ શકો છો. માર્કેટ સવારે 8 થી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.
સુનામી સ્મારક
સુનામી સ્મારક જોઇને તમે માલદીવની સફર પૂરી કરી શકો છો. સ્મારક 2004માં આવેલી સુનામીમાં પોતાનો જીવ ગુમાવી ચુકેલા લોકોની યાદમાં બનાવાયો છે. જે પાટનગર માલેમાં આવેલો છે. તેનું આર્કિટેક્ચર બેજોડ છે. અહીંથી સનસેટ જોઇ શકાય છે. 3 દિવસમાં બધુ તો નહીં પરંતુ ઘણાં સ્થળો જોઇ શકાય છે.
લોકલ ફૂડ
માલદીવ તેના સ્થાનિક ફૂડ માટે જાણીતું છે. તમે અહીં બોશી મશુનીનો સ્વાદ માણી શકો છો. આ ડિશ કેળાના ફૂલ, નારિયેળથી બને છે. આ ઉપરાંત, ગરુધિયા, હૂની રોશિ ચાખી શકો છો.
સૂચન
1. મોંઘી હોટલોમાં ભૂલથી પણ ન રોકાશો
2. ટ્રાન્સપોર્ટ માટે લોકલ ફેરી રન લો જે ઘણી સસ્તી છે.
3. જ્યાં રોકાઓ, ત્યાં કંઇ ન ખાઓ. માલદીવના સસ્તા રેસ્ટોરન્ટમાં જાઓ.
4. જવાના એક મહિના પહેલાં ફ્લાઇટ બુક કરી લો
5. પોતાની સાથે આલ્કોહોલ લઇને ન જાઓ
6. જો તમે ઇન્ટરનેટ ચલાવવા માંગો છો કે પછી કોઇની સાથે વાત કરવા માંગો છો તો એરપોર્ટ પરથી જ સિમ ખરીદી લો.
7. સ્થાનિક ભાષાના કેટલાક જરૂરી શબ્દ જરૂર શીખી લો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો