માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો

Tripoto
Photo of Maldives by Jhelum Kaushal

એવું કહેવાય છે કે માલદીવ્સ જેવી રોમેન્ટિક જગ્યા આખી દુનિયામાં ક્યાંય પણ નથી. ૧૨૦૦ કરતાંય વધુ ટાપુઓ ધરાવતો અને ૨૬ જેટલા દ્વીપસમૂહોનો દેશ માલદીવ્સ સાચે જ વિશ્વમાં અનન્ય છે. અહીંની મહત્તમ જનસંખ્યા મુસ્લિમ છે. ઇતિહાસમાં રુચિ ધરાવતા લોકો માટે માલદીવ્સ અચૂક મુલાકાત લેવા જેવો દેશ છે. અહીંનાં પ્રવાસીઓમાં સામાન્ય રીતે દરિયાકિનારા, દરિયાઈ જીવો, તેમજ વૉટરસપોર્ટ્સમાં રસ ધરાવતા લોકો હોય છે. આખા જગતમાં માલદીવ્સ સમુદ્રસપાટીથી સૌથી નજીક આવેલું છે એટલે અહીં અદભૂત સુંદર પ્રકૃતિ દ્રશ્યોની ભરમાર છે. અહીંની કોરલ રીફ જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ માલદીવ્સની મુલાકાત લે છે. કદાચ તમે કેટલાય સમુદ્રતટ ફરેલા હશો, પણ માલદીવ્સ એ એવી જગ્યા છે જે તમને અવિસ્મરણીય એવો અદભૂત અનુભવ કરાવશે.

જો આપ માલદીવ્સનાં પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો અહીં એટલી બધી મબલખ સંખ્યામાં હોટેલો છે કે તમને પુષ્કળ વિકલ્પો મળી રહે છે. સસ્તીથી માંડીને ખૂબ જ મોંધી હોટેલ્સ અહીં ઉપલબ્ધ છે. આ લેખમાં ૩ દિવસની માલદીવ્સ ટુર વિષે વર્ણન થયું છે જેમાં આપ અહીંનાં પ્રસિદ્ધ સ્થળો સહિત આ દેશની યાદગાર મુલાકાત લઈ શકશો.

માલદીવ્સથી પાછા ફરતા પહેલા અહીંની પ્રસિદ્ધ સૂકી ટૂના માછલી, નારિયેળનું દૂધ અને શંખ-છીપથી બનેલા આભૂષણો ખરીદવાનું ન ચૂકશો.

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

માલદીવ્સમાં કેવી રીતે ફરવું?

સ્પીડબોટ કે જેને અહીં 'ધોની સેલબોટ' તરીકે ઓળખવામાં આવે છે તે અહીં પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ છે. માલદીવ્સની ટૂરમાં હરવા ફરવાની જગ્યાઓએ જવા સૌથી સરળ અને સલાહભર્યો રસ્તો સ્પીડબોટ કે ફેરી દ્વારા જ છે. દૂરની જગ્યાઓએ જવા માટે અહીં સી-પ્લેનની સુવિધા પણ પ્રાપ્ય છે પરંતુ તે ઘણા જ ખર્ચાળ છે. જો તમે હોટેલ પ્રીબૂક કરાવીને જઇ રહ્યા હોવ તો તેમને પણ આ વિષે પૂછપરછ કરી શકાય છે. નહિતો અહીં ધોની ૧૫૦૦ થી ૨૦૦૦ રુ માં ઉપલબ્ધ છે જ. યાદ રહે કે દરેક રિસોર્ટ્સમાં ફેરીની આવ-જા માટે કોઈ ચોક્કસ ભાડું છે.

માલદીવ એક મુસ્લિમ દેશ હોવાથી અને શરાબ વર્જિત છે. અલબત્ત, હોટેલ્સમાં આસાનીથી મળી રહે છે.

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

દિવસ ૧

માણસોની ઘણી જ ચહલપહલ ધરાવતું આ શહેર માલદીવની રાજધાની છે અને સાથોસાથ એક બહુ જ રમણીય પર્યટન સ્થળ પણ! વિશ્વના લગભગ બધા જ દેશો માટે માલેથી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. માલે એરપોર્ટ હુલહુલે નામના દ્વીપ પર આવેલું છે જે મુખ્ય શહેરથી આશરે ૨ કિમી દૂર છે. હુલહુલેથી માલે આવ-જા કરવા માટે ફેરી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે. માલેની આસપાસના સ્થળોએ ફરવા માટે હોડીઓ ઉપલબ્ધ છે. ઉપરાંત સ્થાનિક ટુર માટે ભાડેથી સ્કૂટર, સાઇકલ કે પછી ટેક્સી પણ મળી રહે છે.

શું કરવું?

દરેક દેશની રાજધાનીઓની જેમ માલદીવ્સની રાજધાની માલે પણ ઘણી જ ભીડ ધરાવતી જગ્યા છે. પણ અહીં હજારો લોકોની સાથે અદભૂત પ્રાકૃતિક સૌન્દર્યનું સહ-અસ્તિત્વ છે. અહીંનું ચોખ્ખું ભૂરું પાણી મનને ગજબની શાંતિ આપે છે તો બીજી તરફ શહેરની ગીચ બજારો અહીંની સંસ્કૃતિનો પરિચય કરાવે છે. અહીં ફરવામાં સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન જ નથી રહેતું. આ દેશમાં પર્યટન મૂળ વ્યવસાય છે અને એટલે જ અહીં પર્યટકોને આકર્ષવા તમામ વ્યવસ્થા છે. માલદીવ્સ આવનારો કોઈ પણ પ્રવાસી માલેની મુલાકાત બાદ જ અન્ય સ્થળોની મુલાકાત લેવા આગળ વધે છે. દિવસે શહેરમાં ફરવા માટે પણ ઘણા સ્થળો છે:

૧. ગ્રાન્ડ ફ્રાઈડે મોસ્ક

ગ્રાન્ડ ફ્રાઈડે મોસ્ક અને ઈસ્લામિક સેન્ટરની મુલાકાત લો. વાસ્તુકલા માટે પ્રખ્યાત એવી આ બંને જગ્યાઓ માલે શહેરનું ઘણું જ આગવું આકર્ષણ છે.

Photo of Malé, Maldives by Jhelum Kaushal

દિવસ ૨

માલે એક ખૂબ જ સુંદર શહેર છે અને અહીં માત્ર એક દિવસ દિવસ ફરવાથી આ સુંદર જગ્યાને ન્યાય ન આપી શકાય. એક દિવસ હુલહુલે દ્વીપની મુલાકાત બાદ બીજા દિવસે પણ તમે અમુક અનોખા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

૧. વ્હેલ સબમરીન

વ્હેલ સબમરીનમાં ફરીને દરિયાઈ સૃષ્ટિની સફર કરવાની અને દરિયાઈ જીવો વિષે જાણવાની એક અનેરી તક મળે છે. માલદીવ્સનાં પ્રવાસની કેટલીય યાદગાર ક્ષણોમાં આ સફરનું ચોક્કસપણે સ્થાન હશે.

Photo of Whale Submarine Maldives, Maldives by Jhelum Kaushal

૨. સ્પા

માલદીવ્સ વિશ્વના સૌથી સુંદર દેશોમાંનો એક છે. અહીં તમે પર્યાવરણનું મનમોહક સ્વરૂપ તો જોશો જ, પણ તે સાથે તમને self-pampering ની પણ તક મળશે. કોઈ પણ રિસોર્ટમાં આરામદાયક સ્પા એક વિશિષ્ટ અનુભવ બની રહેશે.

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

રોકાણ માટે:

૧. અરીના બીચ હોટેલ, ૩૪૯૫ રુ

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

૩. ધ બિહાઇવ હોટેલ, ૭૩૫૫ રુ

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

૫. જો તમે માલદીવ્સમાં આરામદાયક રીતે તમારો પ્રવાસ માણવા ઇચ્છતા હોવ અને અહીંનાં સૌથી શ્રેષ્ઠ અનુભવો મેળવવા માંગતા હોવ તો તે માટે થોડો હાથ છુટ્ટો રાખવો રહ્યો. આપ સી-પ્લેન વડે અહીંથી ૩૦ મિનિટ દૂર આવેલા રંગાલી દ્વીપ જઇ શકો છો. કોનરાડ માલદીવ્સ રંગાલી આઇલેન્ડ નામની જગ્યાએ રોકાણ કરી શકો છો. આ રિસોર્ટમાં દરિયાની નીચે કાચની છત ધરાવતી રેસ્ટોરાં અતિપ્રખ્યાત છે. આ રિસોર્ટમાં એક વિલાની કિંમત રુ ૬૩,૪૨૫ થી શરૂ થાય છે.

Photo of માલદીવ્સ: ભારતીયોના મનપસંદ સ્થળ પર આ રીતે રજાઓ વિતાવો by Jhelum Kaushal

ભોજન માટે:

૧. સાલા થાઈ રેસ્ટોરાં

આ અહીંની સૌથી વિખ્યાત રેસ્ટોરાંમાંની એક છે. અહીં માત્ર થાઈ ભોજન જ મળે છે. આ રેસ્ટોરાંમાં ભોજન ઉપરાંત આંતરિક સજાવટ પણ જોવાલાયક છે.

૨. ધ સી હાઉસ માલદીવ્સ

આખા માલદીવ્સમાં આ રેસ્ટોરાંમાંથી બહારનો સૌથી સુંદર નજારો જોવા મળે છે. અહીં ભારતીયથી માંડીને ઇટાલિયન- તમામ પ્રકારના ભોજન મળે છે જે બહુ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

દિવસ ૩

કુદા બાંદોસ

કુદા બાંદોસમાં પુષ્કળ માત્રામાં અદ્વિતીય પર્યટન સ્થળો આવેલા છે જે આ જગ્યાને એક મસ્ટ વિઝિટ જગ્યાનું સ્થાન આપે છે. પ્રવાસીઓમાં પણ આ સ્થળ ઘણું જ પ્રચલિત છે. અહીં પહોંચવા માટે સલાહભર્યું એ જ છે કે આપ આપના હોટેલ કે રિસોર્ટનો સંપર્ક કરો, જો એ શક્ય ન હોય તો માલે એરપોર્ટથી કુદા બાંદોસ વચ્ચે ૭૦ ડોલર્સની ટિકિટ સાથે સામાન્ય ફેરી પણ ઉપલબ્ધ છે. ત્યાંથી બાંદોસ રિસોર્ટ ફક્ત ૫ મિનિટ દૂર છે. શુક્રવાર અને શનિવાર આ દ્વીપ મુલાકાતીઓ માટે બંધ રહે છે. બાકીના કોઈ પણ દિવસે ૧૦ ડોલર એન્ટ્રી ફી ચૂકવીને અહીંની મુલાકાત લઈ શકાય છે. સવારથી સાંજ અહીં બહુ આનંદમય પિકનિક માણી શકાય છે. અહીં જમવાનું બનાવવાની પણ વ્યવસ્થા છે.

ક્યાં ફરવું?

કુદા બાંદોસ માલદીવ્સની સૌથી સુંદર અને છતાં વણખેડાયેલી જગ્યા માનવામાં આવે છે. અહીંની જમીન પર માનવ-વસ્તી નહિવત છે. લોકોની ભીડથી અલિપ્ત હોવઅને કારણે આ દ્વીપ પર સફેદ રેતીના અવર્ણનીય સુંદર કિનારાઓ છે અને ત્યાં બહુ ઓછા જોવા મળતા જીવ-જંતુઓ અને ઘેઘૂર પામના વૃક્ષો પણ જોવા મળે છે. અહીં નિરાંતે પિકનિક પણ માણી શકાય છે અથવા તો વોટર-સ્પોર્ટ્સની મજા માણી શકાય છે. કુદા બાંદોસ એક એવો દ્વીપ છે જે બધા જ સહેલાણીઓનો મનપસંદ બની રહે છે.

શું કરવું?

સ્નોર્કલિંગ

કુદા બાંદોસ સ્નોર્કલિંગનો સર્વ-શ્રેષ્ઠ અનુભવ કરાવવા સક્ષમ છે. સમુદ્રની અંદરની દુનિયાનું આહલાદક દર્શન કરવું હોય તો અહીં સ્નોર્કલિંગ અવશ્ય કરવું. જો તમને શાંતિ પસંદ હોય તો અંગત પિકનિક માટે પણ આ એક આદર્શ જગ્યા છે.

Photo of Kuda Bandos, Maldives by Jhelum Kaushal

માલદીવ્સ અહીંનાં પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે એવો દેશ છે. આ જગ્યા એટલી બધી અદભૂત છે કે આખા વિશ્વના પ્રવાસીઓ માલદીવ્સની મુલાકાત લેવા તલપાપડ થતાં હોય છે.

અહીં ઉલ્લેખિત તમામ હોટલ્સનો ભાવ પ્રતિ દિનનાં હિસાબે છે. આ દર છેલ્લે ૨૭ જૂન ૨૦૧૯નાં રોજ અપડેટ થયેલા છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads