ઈન્દોર ભારતનું એક એવું શહેર છે, જ્યાં દૂર-દૂરથી પ્રવાસીઓ ફરવા આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ ઈન્દોરનું પોતાનું મહત્વ છે. અહીં ફરવા માટે રજવાડા પેલેસ, ભવ્ય લાલ બાગ પેલેસ અને વોટર પાર્ક જેવી કેટલીક સુંદર જગ્યાઓ જોઇ શકાય છે. આમ તો માત્ર ઇન્દોર જ નહીં, તેની આસપાસ પણ કેટલાક શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે, જ્યાં તમે સુંદર ખીણો, તળાવો અને હરિયાળીનો આનંદ માણી શકો છો. જો તમે ઈન્દોરમાં વીકએન્ડનું આયોજન કરી રહ્યા છો, તો તમારે તેની આસપાસના હિલ્સ સ્ટેશનનો નજારો પણ જોવો જોઈએ. આનાથી તમને જીવનની ધમાલ અને શહેરી જીવનના તણાવથી દૂર રહીને અંદરથી તમારી જાતને કાયાકલ્પ કરવાની તક મળશે. એટલું જ નહીં, અહીં જઈને તમને લાગશે કે તમે પ્રકૃતિની ખૂબ જ નજીક આવી ગયા છો. તો ચાલો જાણીએ ઈન્દોર નજીકના કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન વિશે.
ઇન્દોરથી પચમઢી
કુદરતના સૌંદર્યની વચ્ચે વસેલું, પંચમઢી સાતપુરા રેન્જમાં એક ખીણમાં આવેલું છે. ઈન્દોર પાસેના આ હિલ સ્ટેશનને સાતપુરાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પંચમઢી બે શબ્દો પંચ અર્થાત પાંચ અને મઢી અર્થાત ગુફાથી બનેલ છે. એવું માનવામાં આવે છે કે અહીં હાજર આ પાંચ ગુફાઓ મહાભારત કાળમાં તેમના વનવાસ દરમિયાન પાંડવો દ્વારા બનાવવામાં આવી હતી. આ ગુફાઓ અહીં એક ઊંચા પર્વત શિખર પર છે. દરિયાની સપાટીથી 1067 મીટરની ઉંચાઈ પર આવેલું, મધ્ય પ્રદેશનું આ વિચિત્ર સ્થળ ગાઢ જંગલો, ધોધ, ઊંડી ખીણઓ, પ્રાચીન ગુફાઓ અને સર્વત્ર હરિયાળી જેવા અસંખ્ય આકર્ષણોથી ઘેરાયેલું છે. પચમઢીમાં કેટલાક પ્રભાવશાળી માનવસર્જિત સ્મારકો પણ છે, જેમ કે ક્રાઈસ્ટ ચર્ચ, ચૌરાગઢ મંદિર અને પંચમઢી કેથોલિક ચર્ચ. આ હિલ સ્ટેશનના જંગલોમાં તમને ઘણી ગુફા પેઇન્ટિંગ્સ મળી શકે છે, જેમાંથી કેટલીક લગભગ 10000 વર્ષ જૂની છે. ઈન્દોરથી પચમઢીનું અંતર 339 કિમી છે. તમે અહીં જઈને એક દિવસમાં પાછા પણ ફરી શકો છો.
ઇન્દોરથી માંડુ
માંડુ અથવા માંડવગઢ શહેર તેની મોહક સુંદરતાને કારણે સપ્તાહના અંતે આરામ કરવા માટેના સૌથી સુંદર સ્થળોમાં ગણવામાં આવે છે. ઇન્દોર નજીક કદાચ આ એકમાત્ર હિલ સ્ટેશન છે જેને ફોર્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ હિલ સ્ટેશનનું માંડુ નામ મંડપ અને દુર્ગા શબ્દો પરથી પડ્યું છે. માંડુમાં એવી ઘણી સુંદર જગ્યાઓ છે, જે આજે પણ પ્રવાસીઓ માટે સ્વર્ગથી ઓછી નથી, આ શહેરમાં તમને વીરતાની કહાણીઓ, પ્રેમ કથાઓ અને અદભુત કલાકૃતિઓ જોવા મળશે. ઈન્દોરથી માંડુનું અંતર 97 કિલોમીટર છે. અહીં તમે રૂપમતી કા મંડપ, રેવા કુંડ, જામી મસ્જિદ, હિંડોલા મહેલ, બાઝ બહાદુરનો મહેલ અને શ્રી માંડવાગઢ તીર્થ જેવી ઘણી સ્થાપત્ય રચનાઓ જોઈ શકો છો.
ઈન્દોરથી માથેરાન
જ્યારે પહાડી સ્થળોએ મુસાફરી કરવાની વાત આવે છે, ત્યારે હિલ સ્ટેશન કેટલું મોટું કે નાનું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, વ્યક્તિએ ફક્ત તે સ્થળની સુંદરતાનો આનંદ માણવો જોઈએ. આવું જ એક હિલ સ્ટેશન મહારાષ્ટ્રનું માથેરાન છે, જે તેના કદને બદલે તેની સુંદરતા પર સંપૂર્ણ રીતે ખરુ ઉતર્યું છે. ભારતના સૌથી નાના હિલ સ્ટેશનોમાંનું એક, માથેરાન પશ્ચિમ ઘાટમાં આવેલું છે. દરિયાની સપાટીથી લગભગ 800 મીટરની ઉંચાઈ પર આવેલું, આ એ હિલ સ્ટેશન છે જ્યાં તમે તમારા મિત્રો સાથે આરામ કરવા માંગો છો. મુંબઈ અને પૂણે તેમજ અન્ય શહેરોની નજીક હોવાને કારણે, તમે આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓની ભીડ જોઈ શકો છો. અહીંના મુખ્ય આકર્ષણોમાં હાર્ટ પોઈન્ટ, વન ટ્રી હિલ પોઈન્ટ, સાહી પોઈન્ટ, મંકી પોઈન્ટ અને રામબાગ અથવા રામબાગ પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ, લુઈસા પોઈન્ટ, સનસેટ પોઈન્ટ છે. હિલ સ્ટેશનની આસપાસ ઘણા રિસોર્ટ અને હોટેલ્સ પણ છે જ્યાં તમે રોકાઈ શકો છો. ઈન્દોરથી માથેરાનનું અંતર 583 કિલોમીટર છે.
ઈન્દોરથી લોનાવાલા
ઈન્દોરથી 464 કિમીના અંતરે સ્થિત લોનાવલા એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન અને પર્યટન સ્થળ છે. લોનાવલા લેક, તિગૌતી લેક, મોનસૂન લેક અને વલવાન લેક જેવા ઘણા તળાવો અહીં છે. અહીં હાજર સુંદર તળાવોને કારણે લોનાવાલાને પશ્ચિમ ભારતમાં તળાવોનું શહેર કહેવામાં આવે છે. સાથે જ રેવૂડ પાર્કની સુંદરતા પણ જોવા જેવી છે. અહીં તમને તિકોના કિલ્લો, લોહગઢ કિલ્લો અને તુંગ કિલ્લો જેવા કિલ્લાઓ પણ જોવા મળશે જે ઇતિહાસની ઝલક રજૂ કરે છે.
ઈન્દોરથી મહાબળેશ્વર
સપ્તાહના અંતમાં રજાઓ ગાળવા માટે તમને મહાબળેશ્વરથી વધુ સારી જગ્યા ભાગ્યે જ મળશે. અહીં તમને હરિયાળી, પર્વતો અને અદ્ભુત કુદરતી નજારો જોવા મળશે. આ સિવાય મહાબળેશ્વર જેના માટે પ્રખ્યાત છે તે સ્ટ્રોબેરીની ખેતી છે. જો તમે મહાબળેશ્વર જઈ રહ્યા છો, તો તમે એલિફન્ટ હેડ પોઈન્ટ, ચાઈનામેન ફોલ, આર્થર્સ સીટ, વેન્ના લેક, મહાબળેશ્વર મંદિર, એલ્ફિન્સ્ટન પોઈન્ટ, પ્રતાપગઢ ફોર્ટ ટ્રેક, બેબિંગ્ટન પોઈન્ટ જેવા ઘણા સુંદર નજારોનો આનંદ લઈ શકો છો.
ઈન્દોરથી સાપુતારા
સાપુતારા હિલ સ્ટેશન એક છુપાયેલા રત્ન જેવું છે. આ અનોખું હિલ સ્ટેશન ગુજરાતમાં સ્થિત સૌથી આકર્ષક પર્યટન સ્થળોમાંનું એક છે. જેવા તમે અહીં પહોંચશો, તમને મોટી સંખ્યામાં પર્યટન અને ત્યાંના પુષ્કળ કુદરતી આકર્ષણ અને સુંદરતા જોવા મળશે. સાપુતારા નામનો અર્થ "સાપનું ઘર" છે. વળાંકદાર રસ્તાઓ તમને સુંદર સ્થળો પર લઈ જશે જે આસપાસના વિસ્તારોના મનોહર દૃશ્યો રજૂ કરે છે. આ સ્થળ ટ્રેકિંગ અને તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા માટે પણ જાણીતું છે. સાપુતારા ઈન્દોર નજીકના શ્રેષ્ઠ હિલ સ્ટેશનોમાંથી એક છે. મુંબઈ આગ્રા નેશનલ હાઈવે થઈને ઈન્દોરથી સાપુતારા વચ્ચેનું અંતર 413 કિમી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો