મનાલી:
ભારતીયોના સૌથી મનપસંદ હિલ સ્ટેશન્સમાં મનાલીનો સમાવેશ થાય છે. કુદરતી નજારા, રંગબેરંગી ફૂલો, બર્ફીલા પહાડો, અને લાલ સફરજનો વગેરે મનાલીની આગવી ઓળખ છે. પર્યટકો તેમજ હનીમૂન પર જતાં કપલ્સ માટે જાણીતા એવા મનાલીમાં સૌ કોઈ ટ્રેકિંગ, સ્કીઇંગ, પેરાગ્લાઈડિંગ, રાફ્ટિંગ વગેરે એક્ટિવિટીઝનો આનંદ માણે છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી
ફરવા માટે જરૂરી દિવસો: 4 થી 5 દિવસ
ખજીયાર:
હિમાચલના ડેલહાઉસી પાસે આવેલું ખજીયાર મિનિ સ્વિત્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે. જંગલ, પહાડ તેમજ તળાવ, મેદાન ધરાવતું આ નાનકડું શહેર અહીં આવતા પર્યટકોને આકર્ષિત કરે છે. ખજીયાર 6500 ફીટની ઊંચાઈ પર અઢળક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. વળી, નજીકમાં ખૂબ આકર્ષક મંદિરો પણ આવેલા છે. અહીં પેરાગ્લાઈડિંગ, ઘોડે સવારી અને ટ્રેકિંગ ખાસ કરવા જેવી પ્રવૃત્તિ છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી માર્ચ
ફરવા માટે જરૂરી દિવસો: 3 થી 4 દિવસ
કિલોંગ:
લાહૌલ અને સ્પીતી જિલ્લા વચ્ચે આવેલું કિલોંગ મિત્રો કે પરિવારજનો સાથે ફરવા માટેની સૌની મનપસંદ જગ્યા છે. શાંત હિલ સ્ટેશનમાં ફરવા માંગતા પર્યટકો માટે આ એક આદર્શ નગર કહી શકાય. કિલોંગ 3080 ફીટની ઊંચાઈ પર આવેલું છે અને અહીં ઘણા જોવાલાયક મઠ છે. ટ્રેકિંગ, કેમ્પિંગ, બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિઓ અહીં કરી શકાય છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરીથી જૂન
ફરવા માટે જરૂરી દિવસો: 3 થી 4 દિવસ
બિર બિલિંગ:
ભારતમાં પેરાગ્લાઈડિંગનો ગઢ એટલે બિર બિલિંગ. હિમાચલનું આ સ્થળ છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ લોકપ્રિય થયું છે. મિત્રો તેમજ કપલ્સ માટે ફરવાની આ શ્રેષ્ઠ જગ્યા છે. પેરાગ્લાઈડિંગ ઉપરાંત અહીં આસપાસ ફરવાના પણ ઘણા શાનદાર સ્થળો આવેલા છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: એપ્રિલથી જૂન
ફરવા માટે જરૂરી દિવસો: 3 થી 4 દિવસ
શિમલા:
કુદરતી સુંદરતા વચ્ચે વસેલું શિમલા એ ઉનાળાની રજાઓ વિતાવવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. મોલ રોડ, રિજ, ટોય ટ્રેન વગેરે માટે શિમલા ખૂબ પ્રખ્યાત છે. ભારતમાં સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનની સાથોસાથ સૌથી લોકપ્રિય હનીમૂન ડેસ્ટિનેશનમાં પણ શિમલાને સ્થાન આપવું ઘટે. શિમલા 2200 મીટરની ઊંચાઈ પર આવેલું છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
ફરવા માટે જરૂરી દિવસો: 3 થી 4 દિવસ
મેકલોડગંજ:
શાંત શહેર, કુદરતી નજારાઓ, બૌદ્ધ મઠ, વગેરે મેકલોડગંજની ઓળખ બની ચૂક્યા છે. દલાઇ લામાનું નિવાસસ્થાન હોવાને લીધે મેકલોડગંજ વિશ્વભરમાં પ્રખ્યાત છે. વીકએન્ડ કે અન્ય રજાઓ માણવા માટે અહીં મિત્રો, પરિવારો તેમજ કપલ્સ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. તિબેટનો પ્રભાવ ધરાવતું આ શહેર ભારતનાં સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન્સમાંનું એક છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી
ફરવા માટે જરૂરી દિવસો: 2 થી 3 દિવસ
ચંબા:
17 મી અને 19 મી શતાબ્દી દરમિયાન ઉત્તર ભારતમાં ચંબાનો વિકાસ થયો હતો. આ શહેર તેની દૂધ અને મધની ખીણ, ઝરણાઓ, મંદિરો અને ઘાસના મેદાનો માટે ઘણું પ્રખ્યાત છે. ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશન્સમાં સ્થાન મેળવવાને લીધે વિશ્વભરમાં ચંબા નામનાં ધરાવે છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય: માર્ચથી જૂન
ફરવા માટે જરૂરી દિવસો: 1 થી 2 દિવસ
મનાલી પેકેજ જોવા માટે અહીં ક્લિક કરો.
.