મધ્ય ભારત માત્ર કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ જ સમૃદ્ધ નથી, પરંતુ તેનો ભવ્ય ઇતિહાસ પણ એક ખજાનો જ છે. અહીંના દરેક ભાગમાં એક અલગ વાર્તા છે, જે તમને ઘણી સદીઓ પહેલાના ઇતિહાસમાં લઈ જાય છે. વધતી જતી જાગૃતિ સાથે હવે આ વિસ્તાર પણ પ્રવાસીઓની યાદીમાં આવી રહ્યો છે. અને જો હું તમને કહું કે છત્તીસગઢમાં એક મીની તિબેટ છે, તો તમે તેની મુલાકાત લેવા માટે વધારે ઉત્સુક થઇ જશો.
આ મીની તિબેટ ક્યાં છે?
મેનપાટ એક નાનું લોકપ્રિય હિલ-સ્ટેશન છે જે અંબિકાપુર નજીક આવેલું છે જે 368 ચો.કિ.મી.માં ફેલાયેલું છે. આહલાદક હવામાન અને નયનરમ્ય નજારાઓને કારણે તેને છત્તીસગઢના શિમલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીચ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ભરેલું આ હિલ સ્ટેશન અનેક નદીઓ અને પ્રકૃતિના સુંદર નજારાઓથી ઘેરાયેલું છે. આ વિસ્તાર અહીં ઉગાડવામાં આવતી વિવિધ ઔષધીય વનસ્પતિઓ માટે પણ જાણીતો છે.
શું ખાસ છે મેનપાટમાં ?
મેનપાટ
24 ગામડાઓનું બનેલું મેનપાટ રાજ્યના સૌથી ઉત્તર ભાગમાં આવેલું છે. શરૂઆતમાં અહીં યાદવ અને સ્થાનિક આદિવાસીઓ સહિત કેટલાક લોકો વસવાટ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં તે તિબેટીયનોનું ઘર પણ બની ગયું છે. ચીનના આક્રમણ પછી, તે એવા વિસ્તારોમાંથી એક છે જ્યાં ભારત સરકારે તિબેટીયનોને આશ્રય આપ્યો હતો. 1400 શરણાર્થીઓની વસ્તી ધરાવતું આ ગામ આજે લગભગ 2300 શરણાર્થીઓને આશ્રય આપે છે. દલાઈ લામાની મુલાકાત બાદ અહીંના સ્થાનિક બૌદ્ધ મઠનું મહત્વ વધી ગયું છે.
મેનપાટમાં જોવાલાયક સ્થળો
ટાઈગર પોઈન્ટ (મેનપાટ)
બહારની બાજુમાં ઘણી કેમ્પિંગ સાઇટ્સ છે જ્યાંથી આખા ગામનો નજારો દેખાય છે. ટાઈગર પોઈન્ટ અને ફિશ પોઈન્ટની સુંદરતા જોઈને તમે મોહિત થઈ શકો છો. ફિશ પોઈન્ટ પર, તમને રંગબેરંગી માછલીઓ પ્રવાહમાં તરતી જોવા મળશે. તમે પરપતિયાના રસમાડા, રામગઢ અને બનરાઈમાં ધોધ, ડેમ અને ગુફાઓનો આનંદ પણ લઈ શકો છો. પેરાગ્લાઈડિંગ માટે પણ ઘણા વિકલ્પો છે અને ટુંક સમયમાં બીજા પણ ઘણાં એડવેન્ચર સ્પોર્ટ્સ શરૂ થવા જઈ રહ્યાં છે.
ફિશ પોઈન્ટ
આ સ્થાન ઢાકપો જેવા ઘણા સુંદર મઠોનું ઘર પણ છે. જો તમે મેનપાટની મુલાકાત લેવા આવો છો, તો અહીં ચોક્કસ આવો. અને જો તમે નસીબદાર છો, તો તમે તિબેટીયન લગ્નમાં હાજરી આપી શકશો.
મહેતા પોઈન્ટ
- મેનપાટથી લગભગ 8 કિ.મી. દૂર ચારે બાજુથી ઊંચા પર્વતોથી ઘેરાયેલો અદ્ભુત ધોધ છે, જેનું નામ મહેતા પોઈન્ટ છે. કમલેશ્વરમાં આવેલ દેવપ્રવાહ પણ છે, જે તેના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે પ્રખ્યાત છે. જલજલા,એવી
જગ્યા છે જ્યાં જમીન પર કૂદવાથી કોઇ ટ્રેમ્પોલિન કે ગાદીના જેવી લાગે છે તે અહીંથી નજીક છે.
મેનપાટમાં ક્યાં રહેવું?
જો કે, નવો રોડ બનાવવાને કારણે અહીં રહેવાના અનેક વિકલ્પો ખુલી ગયા છે. પરંતુ અહીં રહેવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ ટાઈગર ફોલ રિસોર્ટ છે જે પહાડોની વચ્ચે બનેલી સુંદર પ્રોપર્ટી છે.
મેનપાટ કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ રાયપુર છે જે અહીંથી 350 કિમી દૂર છે. એરપોર્ટથી મેનપાટ પહોંચવા માટે તમે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ લઈ શકો છો અથવા ખાનગી કાર ભાડે લઈ શકો છો.
રેલ માર્ગે: રાયગઢ જે મેનપાટથી 178 કિમી દૂર છે અને અંબિકાપુર જે અહીંથી 80 કિમી દૂર છે જે મેનપાટના નજીકનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન મેનપત છે.
સડક માર્ગે: અહીંથી રાયપુર સરળતાથી પહોંચી શકાય છે જે ભારત અન્ય તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો