ચેન્નાઈથી 55 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે જેને મામલ્લપુરમ પણ કહેવાય છે. અહીં પથ્થર પર કરવામાં આવેલી કોતરણી, મૂર્તિઓ, તેમજ પ્રાચીન મંદિરોને કારણે યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું છે.
કેવી રીતે પહોંચવું?
ચેન્નાઈમાં સીએમબીટી, ટી. નગર, તાંબરમ, વગેરે જગ્યાઓથી નિયમિત બસો મળી રહે છે.
અમે શું જોયું?
શોર મંદિર
1400 વર્ષ કરતાં પણ જૂનું તેમજ સમુદ્રકિનારે ઉભેલું આ મંદિર અહીંનું સૌથી પ્રાચીન મંદિર છે. અહીં શિવ, વિષ્ણુ, નંદી, દુર્ગા વગેરે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. સમય જતાં આ મંદિરનો ઘણો હિસ્સો દરિયામાં આવી ગયો છે.
અર્જુન પેનેન્સ
મહાભારતના મહાન યોધ્ધા અર્જુન દ્વારા ગંગાના વંશજોની વાત કહેવામાં આવી હતી જે અહીંના વિશાળ પથ્થરો પર કંડારવામાં આવી છે. સાધુઓ, શ્રધ્ધાળુઓ, હાથી હરણ, જલપરી, વાનર, સિંહ, કોબ્રા, બતક તેમજ રાજાઓની મૂર્તિઓ જોઈને આ કથા શું કહેવા માંગે છે એ સમજવું મુશ્કેલ હતું પણ દીવાલો પર બનેલું અજાયબઘર જોવાની બહુ જ મજા આવી.
વૃહ મંડપ
આ મોટી ચટ્ટાન કોતરીને ગુફામાં બનાવવામાં આવેલું મંદિર છે. અહીં મોટાભાગના મંદિરો ગુફાઓમાં અથવા ચટ્ટાનો કોતરીને તેમાં સ્તંભ, વિશાળ છત તેમજ સૂકા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યા છે. કોઈ સામાન્ય માણસ અહીં અદભૂત રીતે કોતરાયેલી સીડી પર ફરીને આખી જગ્યા નિહાળી શકે છે. ગાયની મૂર્તિ પર અનેક લોકોએ પોતાના હાથથી સ્પર્શ કર્યો છે અને વાછરડા પર બેસીને ઘણાએ ફોટોઝ પણ પડાવ્યા છે.
કૃષ્ણ બટર બોલ
ભૌતિક વિજ્ઞાનના બધા જ નિયમોને ચેલેન્જ કરતો હોય તે રીતે એક ભવ્ય પથ્થર કોઈ પણ ટેક વગર અહીં પહાડના ઢાળ પર સ્થિર ઊભો છે.
પંચ રથ
આ પણ ગ્રેનાઇટની ચટ્ટાનો કાપીને બનાવવામાં આવ્યો છે. અલબત્ત, આ કારીગરી અધૂરી રહેલી જણાય છે. કલાકારની મહત્વાકાંક્ષા, અનુભવ, આવડત તેમજ એન્જિનિયરિંગને હું ખરેખર બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દ્રૌપદીના રથ પરની ગોળાઈ, મહિષાસુર મર્દિનીનું ત્રિઆયામી સ્વરૂપ, હાથીની જીવંત મૂર્તિ વગેરે અહીં એન્જિનિયરિંગના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સુંદર દરિયાકિનારો અને નાનકડી ગલીઓ
શોર મંદિરની બંને તરફ દરિયાકિનારો છે અને ત્યાંનાં રસ્તાઓ પર ખાસ ભીડ નથી જોવા મળતી. ઠંડા પવનમાં બેસીને ઊગતો સૂરજ જોવાની બહુ જ મજા આવે છે. સૂર્યોદય જોવા અને દરિયે શાંતિથી બેસવા અહીં વહેલી સવારનો સમય શ્રેષ્ઠ સમય છે. માછીમારોની હોડીમાં નૌકા-વિહાર કરવો, માછલી પકડવી, નજીકની નાની ટેકરીઓ પર ચડવું, કાચબાઓ નિહાળવા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. વળી, સ્થાનિકો દ્વારા બનાવવામાં આવતી અહીંની પરંપરાગત વાનગી પણ ટ્રાય કરવા જેવી હોય છે. અહીંના રસ્તા પરથી ચાલો તો પણ આસપાસના ચટ્ટાનો પર કોતરણીકામ જોવા મળે છે. આજકાલ અહીં ધાતુ પર કરેલી કોતરણી પણ જોવા મળે છે. દરિયાકિનારે નારિયેળ પાણી પીવાની પણ અનોખી મજા આવે છે.
લાઈટહાઉસ
એક શતાબ્દી જૂનું લાઈટહાઉસ હજુ પણ કાર્યરત છે અને અહીં ટિકિટ લઈને અંદર ઉપર જઈ શકાય છે. ઉપરથી અદભૂત રંગબેરંગી નજારાઓ જોવા મળે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય:
ડિસેમ્બર અને જાન્યુઆરી. આ સમયે અહીં ભીડ અને ગરમી બંનેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એટલે ફરવાની ખૂબ મજા આવશે. આ જ સમયગાળા દરમિયાન અહીં મહાબલીપુરમ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે ચાર અઠવાડિયા સુધી ચાલે છે. અર્જુન પેનેન્સની સામે રોજ અદભૂત નૃત્ય રજૂ કરવામાં આવે છે.
વળી, અહીં સસ્તા ભાવે કોટેજિસ પણ મળી રહે છે.
.