મારા જીવનમા પહાડોએ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. એ પછી બાળપણમા પરિક્ષાઓ પછી હોય કે જવાનીમા બ્રેકઅપ પછી અથવા તો કામકાજની ભાગદોડ પછી ઘડી બે ઘડી રાહત મેળવવા માટે; પણ પહાડ હમેશાથી મારી ફેવરીટ થેરાપી રહ્યા છે અને આગળ પણ રહેશે.
એક નહિ પણ અનેક પહાડી ક્ષેત્રો ફર્યા પછી પણ મને હમેશા મારુ ફેવરિટ હોલીડે ડેસ્ટિનેશન ડેલહાઉસી તેની તરફ ખેંચે છે. ડેલહાઉસી કે જે હિમાચલ પ્રદેશની સુરમ્ય ધૌલાધાર રેંજમા સ્થિત છે. તે આ ક્ષેત્રોના ખુબ જ જુના અને સુંદર હિલ સ્ટેશનોમાનુ એક છે. ડેલહાઉસી કાઈ એમ જ શાનદાર નથી; ઊંચા હર્યા ભર્યા દેવદારના વૃક્ષો, લીલાછમ ખેતરો, શાંત હવા, અને મનોરમ દ્રશ્યો તેને શાનદાર બનાવે છે. આ જગ્યા હમેશાથી મારા માટે આમોદ રિસોર્ટનુ સમાનાર્થી બની છે.
ખાસ એ લોકો માટે
આ રિસોર્ટ ડેલહાઉસી શહેરથી ખજિયાર તરફ જતા લગભગ 5 કિમી અંતરે એક શાનદાર પહાડની ટોચ પર સ્થિત છે, જ્યા ચારે બાજુ શાંતી જ શાંતી છે. આ શાનદાર આમોદ રિસોર્ટને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પર્યટકોનુ સૌથી ફેવરિટ સ્થળ માનવામા આવે છે.
સ્થળની વિશિષ્ટતા
આ લક્ઝરી ઈકો રિસોર્ટ ભારતભરમા કેટલાક સ્થળૉ પર મોજુદ છે અને ગ્રોવિંગ હોટેલ ચેન્સમાથી એક છે. ડેલહાઉસી પર સ્થિત આ રિસોર્ટ પણ પોતાની આગવી આગવી ખાસિયતોના કારણે વિશિષ્ટ છે. બ્રિટિશ વાસ્તુકલા મુજબ બનાવેલ બારીઓ અને મહેરાબોની ખુબ જ ડીટેલ્સથી તૈયાર કરવામા આવ્યા છે.
અહિના આરામદાયક અને આલિશાન ઓરડાઓ (ડીલક્સ, સુપર ડીલક્સ સૂઈટ) પર્યાવરણની ધ્યાનમા રાખી બનાવવામા આવ્યા છે. એટલુ જ નહિ, ઓરડાઓ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમ કે કિંગ સાઈઝ બેડ, ટેલિવિઝન, તથા કૉફી અને ચા બનાવવાની સુવિધા પણ ઊપ્લબ્ધ છે.
અહિ દરેક ઓરડા સાથે અટેચ્ડ બાલ્કની મારી ફેવરીટ જગ્યા છે. એક નાનકડો કોઝી કોર્નર જ્યા બેઠીને હુ સવારની ગરમા-ગરમ ચા અને સાંજની વાઈનની મજા માણુ છુ.
આ રિસોર્ટમા શાનદાર રુમની સાથે સાથે આઉટડોર સીટીંગ પણ ખુબ સરસ છે, જ્યાથી તમે બર્ફાચ્છાદિત પીર પંજલ રેંજની સાથે પ્રકૃતિનો ભરપુર આનંદ લઈ શકો છો.
રેંટ
આ રિસોર્ટમા બે લોકો માટે બેઝિક ડીલક્સ રુમનુ રેંટ પર નાઈટ Rs.5,500 થી શરુ કરી ડીલક્સ સુઈટનુ Rs.1૦,૦00 સુધી થઈ જાય છે.
ફુડ
ડેલહાઉસીનુ આમોદ રિસોર્ટ માત્ર લોકેશન અને ફેસિલિટિઝ માટે જ પ્રખ્યાત નથી પણ તેનુ ‘ધ કોલોનિયલ’ સ્વાદિષ્ટ ભોજન માટે પણ પ્રખ્યાત છે. અહિ ટેસ્ટી ઓરિએંટલ, કોન્ટિનેંટલ અને ઈન્ડિયન ફુડ ઊપરાંત હિમાચલી ફુડ પણ મળે છે. એમા પણ જો તમારા નસીબ સારા નીકળ્યા તો તમને અહિ પારંપરિક રુપે સર્વ કરવામા આવતુ ધામ પણ મળશે. તમે વિશ્વાસ કરો કે ન કરો પણ એ તો સાચુ છે કે અહિ કેટલીય અનોખી પેશકશ કરવામા આવે છે જેને તમે એક અર્થમા શાહી અંદાજ પણ કહી શકો છો. અહિ ગેસ્ટને ટેબલ માટે જગ્યા ચુઝ કરવાની પણ આઝાદી છે અને પછી તમારા મનપસંદ સ્થાને તમારુ ટેબલ લગાવવામા આવે છે.
યાત્રા માટે સૌથી શ્રેષ્ઠ સમય
ડેલહાઉસી જવા માટે ઊનાળાનો સમય સૌથી શ્રેષ્ઠ હોય છે, એટલે કે માર્ચથી મે સુધીનો સમય. આ સમયે ત્યાનુ ટેમ્પરેચર લગભગ ૩૦ ડીગ્રી હોય છે અને પહાડોમા ફરવા માટે આ સમય બેસ્ટ માનવામા આવે છે.
ટ્રાન્સપોર્ટેશન
રાજધાની દિલ્હી, ડેલહાઉસી જવાનુ સૌથી નજીકનુ મેટ્રો શહેર છે. અહિ તમારા થોડા વિકલ્પો છે જેની મદદથી તમે દિલ્હીથી મુસાફરી કરવાનો પ્લાન બનાવી શકો છો.
બાય રોડ: ન્યુ દિલ્હી સાથે ડેલહાઉસી NH 44 દ્વારા જોડાયેલુ છે. 485 કિમીનુ અંતર લગભગ 10 કલાકમા તમે કવર કરી શકો છો.
બાય ટ્રેન: પઠાનકોટ કે જે ડેલહાઉસીથી નજીકનુ રેલ્વે સ્ટેશન છે અને દિલ્હી સાથે સારી રીતે કનેક્ટેડ છે. પઠાનકોટથી ડેલહાઉસી જવા માટે તમે બસ કે પછી કેબ પણ કરાવી શકો છો.
બાય એર: ડેલહાઉસી માટે નજીકનુ એરપોર્ટ પઠાનકોટ જ છે. દિલ્હીથી અહિની ડેઈલી ફ્લાઈટ Rs.4,૦૦૦ મા મળી રહેશે.
ત્યાં જઈને વળી કરશો શું?
સ્ટ્રોલીંગ: આમોદમા પર્યટકોના મનોરંજન માટે બધી જ પ્રકારની સુવિધાઓ ઊપ્લબ્ધ છે. તમે ટ્રેકીંગ, જંગલ કેમ્પ અને સાઈકલિંગની સાથે પ્રકૃતિનો ભરપુર આનંદ માણી શકો છો. આ ઊપરાંત અહિ ઈન-હાઉસ એડવેંચર રોપ કોર્સ પણ છે.
ગો વાઈલ્ડ: ડેલહાઉસીથી લગભગ 30 મિનિટના અંતરે કાલાટોપ વાઈલ્ડલાઈફ સેંચ્યુરી છે જે વાઈલ્ડ લાઈફ લવર્સની ફેવરિટ જગ્યાઓમાની એક છે. આ વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી 20 વર્ફ કિમીમા ફેલાયેલી છે અને તે કેટલાય પ્રકારની વનસ્પતિઓ ઊપરાંત સુંદર દ્રશ્યો જોવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે.
એક્સાઈમેંટ: ડેલહાઉસીમા કેટલાય પ્રાચીન તળાવો ખુબ પ્રસિદ્ધ છે. અહિ સમુદ્ર સપાટીથી 1,700 મીટર ઊંચાઈ પર ચમેરા ઝીલ છે કે જે પર્યટકોમા આકર્ષણનુ કેંદ્ર છે. આ ઝીલનુ ચોખ્ખુ પાણી અને બોટીંગ અહિ આવનાર મુસાફરોની સફર જબરદસ્ત બનાવવામા કોઈ કચાશ રાખતા નથી અને આ અનુભવ લોકોની યાદોમા હમેશા માટે વસી જાય છે.
મિની સ્વિટ્ઝરલેંડ: તમે પણ ક્યાંક એ લોકોમા તો શામેલ નથી ને જેઓ વારે વારે યુરોપ ટ્રીપના પ્લાન કેન્સલ કરતા હોય છે? બરફથી ઢંકાયેલા પહાડો સાથી અનંત સુધી ફેલાયેલી હરિયાળીના કારણે જ ખજીયારની ભારતનુ મિની સ્વિટ્ઝરલેંડ કહેવામા આવે છે. ડેલહાઉસીનુ તશ્તરીનુમા મેદાન તેની આસપાસના લોકપ્રિય સ્થળૉમાથી એક છે. અને પિકનીક માટે પણ આ જગ્યા બેસ્ટ છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.