પહાડોમાંથી નીકળે છે દેશની લૂણી નદી, પરંતુ નથી થતો કોઇ સાગર સાથે સંગમ

Tripoto
Photo of પહાડોમાંથી નીકળે છે દેશની લૂણી નદી, પરંતુ નથી થતો કોઇ સાગર સાથે સંગમ by Paurav Joshi

નદી, પ્રાચીન કાળથી જ મનુષ્ય તેના કિનારે જ પોતાનું ઘર વસાવતો આવ્યો છે. વર્તમાનમાં પણ ઘણાં બધા શહેર નદીના કિનારે જ વસ્યા છે. નદીનું નામ આવતાં જ સૌથી પહેલો વિચાર મનમાં એ જ આવે કે તે કોઇ પર્વત પરથી નીકળીને સમુદ્રમાં ભળી જતી હશે. લગભગ બધી નદીઓ સાથે આવું જ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક નદી પણ છે, જે પહાડોથી નીકળીને દરિયાને નથી મળતી.

આ નદીનું નામ છે લૂણી નદી. લૂણી નદીનું ઉદ્દગમ રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઉંચાઇ પર સ્થિત નાગના પહાડોમાં છે. આ નદી અજમેરથી નીકળીને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન નાગોર, જોધપુર, પાલી, બાડમેર, જાલોર જિલ્લાથી નીકળીને ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રવેશ કરે છે અને કચ્છના રણમાં વિલુપ્ત થઇ જાય છે.

થોડાક અંતર બાદ આ નદીનું પાણી ખારું થઇ જાય છે

આ નદીની કુલ લંબાઇ 495 કિ.મી. છે. રાજસ્થાનમાં આની કુલ લંબાઇ 330 કિ.મી. છે. આ નદીની ખાસિયત એ છે કે તે બાલોતરા (બાડમેર) બાદ ખારી થઇ જાય છે. કારણ કે રણમાંથી પસાર થતા રેતીમાં રહેલા મીઠાના કણ પાણીમાં મળી જાય છે. આ કારણે તેનું પાણી ખારું થઇ જાય છે. એટલું જ નહીં આ નદી કોઇ સમુદ્રને નહીં પરંતુ કચ્છના રણમાં જ સુકાઇ જાય છે. શરૂઆતી 100 કિલોમીટર સુધી તેનું પાણી મીઠું રહે છે અને આનાથી જ રાજસ્થાનના ઘણાં જિલ્લામાં સિંચાઇ થાય છે. એટલે સ્થાનિક લોકો આની પૂજા પણ કરે છે.

Source: https://www.ras-exam.com/rajasthan-geography/luni-river-origin-tributaries-basin/

Photo of પહાડોમાંથી નીકળે છે દેશની લૂણી નદી, પરંતુ નથી થતો કોઇ સાગર સાથે સંગમ by Paurav Joshi

ક્યારે જવું

આ નદીના સુંદર અને પ્રાકૃતિક નજારાને જોવાનો સૌથી સારો સમય ચોમાસાનો હોય છે. આ ઉપરાંત, અહીં માર્ચમાં દર વર્ષે થાર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં બાડમેરનો કિલ્લો, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ 3 દિવસીય થાર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં દેશી અને વિદેશી પર્યટકોનો મેળો જામેલો રહે છે.

Source: www.ohmyrajasthan.com

Photo of પહાડોમાંથી નીકળે છે દેશની લૂણી નદી, પરંતુ નથી થતો કોઇ સાગર સાથે સંગમ by Paurav Joshi

અહીં મોટર બાઇકિંગનો ઉઠાવી શકો છો આનંદ

આ સાથે જ તમે અહીં મુનાબાવની બોર્ડર, કિરાડૂના મંદિર, વીસાના મંદિર, પચપદરાના મીઠાના પિરામિડ, સિવાનાનો કિલ્લો, હલ્દેશ્વરના પહાડો જેવા પ્રસિદ્ધ પર્યટન સ્થળોની પણ મજા લઇ શકો છો. આ ઉપરાંત અહીં મોટર બાઇકિંગની પણ પૂરી મજા લઇ શકાય છે. જેસલમેર આવનારા પર્યટક આને અજમાવવા અહીં જરૂર પહોંચે છે.

લૂણી નદીના રસ્તે જોવાલાયક સ્થળો

પુષ્કર

અજમેરની પાસે પુષ્કર ખીણથી લૂણી નદીનો જન્મ થાય છે. પુષ્કર રાજસ્થાનનું એક પ્રખ્યાત તીર્થ સ્થળ છે. અહીં દર વર્ષે ઘણાં પર્યટકો તીર્થયાત્રા પર આવે છે. જગતપિતા બ્રહ્મા મંદિર, સાવિત્રી મંદિર અહીંના પ્રસિદ્ધ સ્થળો છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જે બ્રહ્માને સમર્પિત છે.

બાડમેર

બાડમેર રાજસ્થાનનો એક મશહૂર જિલ્લો છે. પુષ્કર બાદ બાડમેર થઇને વહે છે લૂણી નદી. રાજસ્થાનનો આ કિલ્લો તેના ઐતિહાસિક કિલ્લા માટે જાણીતો છે. બાડમેર કિલ્લો ખડકોવાળા પહાડો પર આવેલો છે. જો કે ઇતિહાસમાં થયેલી ઘટનાઓના કારણે તેની હાલત ઘણી ખરાબ છે.

જાલોર

પુષ્કર ખીણમાંથી વહેતી લુણી નદી જાલોરમાં પણ વહે છે. રાજસ્થાનનો આ જિલ્લો વિશ્વના સૌથી સુંદર ગ્રેનાઇટ પથ્થર બનાવવા માટે જાણીતો છે. જાલોરમાં ઘણાં પર્યટન સ્થળો પણ છે જેવા કે સિરે મંદિર, તોપખાના અને જાલોર કિલ્લો. જાલોર કિલ્લો રાજસ્થાનના જાણીતા પર્યટન સ્થળોમાંનો એક છે. આ પ્રાચીન કિલ્લો 8મીથી 10મી સદી વચ્ચે બનાવાયો હતો. આ કિલ્લો વિદેશી પર્યટકોને આકર્ષક લાગે છે.

જોધપુર

જાલોર બાદ જોધપુરના રસ્તે થઇને લૂણી નદી વહે છે. જોધપુર રાજસ્થાનનું બીજુ સૌથી મોટું શહેર છે. ઇતિહાસમાં જોધપુર મારવાડ સામ્રાજ્યની રાજધાની તરીકે જાણીતું હતું. રાજસ્થાનનું આ શહેર પર્યટનની રીતે ઘણું જાણીતું છે. અહીં ઘણાં મંદિર જોવા અને રણમાં ઉંટની સવારી કરવાનો આનંદ જ કંઇક અલગ છે.

બાલોતરા

જોધપુરથી અંદાજે 91 કિ.મી. દૂર બાલોતરા, રાજસ્થાનનું જ એક શહેર છે. આ શહેરમાં આવીને લૂણી નદીનું મીઠુ પાણી ખારું થઇ જાય છે.

નાગોર

નાગોર, રાજસ્થાનનું એક નાનકડું શહેર. અહીંથી લૂણી નદી ઉત્તર-પૂર્વ દિશામાં પાલી અને સિરોઇ તરફ વહે છે. રાજસ્થાનનું આ શહેર જેટલું નાનું છે તેટલો જ મોટો અને રસપ્રદ તેનો ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતો છે. આવી જ ઇમારતોમાંથી એક નાગોરનો કિલ્લો છે. આ કિલ્લો નાગોરની શાન છે. તે રાજસ્થાનના ગૌરવનું પ્રતિક પણ છે. આ કિલ્લાની અંદર ઘણાં મહેલો, ફુવારા, મંદિર અને બગીચા છે. આ કિલ્લાની ખાસિયત બાકીના કિલ્લાથી અલગ છે અને પર્યટકોને આકર્ષે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads