ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર

Tripoto
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 1/11 by Romance_with_India

તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ તો કરી રહ્યા છો, પરંતુ તમારી પાસે વધારે પૈસા ન હોય તો તમે પરેશાન થઈ વિચારવા લાગો છો કે ભારતમાં આવી કઈ જગ્યાઓ છે જ્યાં તમે તમારી ગર્લફ્રેન્ડને ફરવા લઈ જઈ શકો અને ઓછા પૈસા ખર્ચીને પણ તમારા પાર્ટનર સાથે યાદગાર પળો પણ વિતાવી શકો. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમને જણાવી દઈએ કે ભારત દેશ ખૂબ જ સુંદર છે, જ્યાં તમને એવી ઘણી જગ્યાઓ મળશે જ્યાં તમે ખુલીને એન્જોય કરી શકશો અને ખર્ચ પણ તમારા બજેટમાં રહેશે. અમારા આર્ટિકલ દ્વારા અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ફરવાથી તમે એ પળોને ક્યારેય ભૂલી નહીં શકો. આવી જગ્યાની મુલાકાત લીધા પછી તમારી ગર્લફ્રેન્ડ તમારા વધુને વધુ પ્રેમમાં પડવા લાગશે. આ સુંદર સ્થળો વિશે જાણવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

જયપુર, રાજસ્થાન:

Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 2/11 by Romance_with_India
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 3/11 by Romance_with_India

જયપુર રાજસ્થાનનું ખૂબ જ સુંદર શહેર છે અને ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ભારતના સૌથી સસ્તા સ્થળોમાં પણ સામેલ છે. જયપુરમાં તમે ખૂબ ઓછા પૈસામાં તમારી ગર્લફ્રેન્ડ સાથે ખૂબ જ સરસ જગ્યાની મુલાકાત પણ લઈ શકશો અને સાથે એંજોય પણ ખુબ કરશો. દિલ્હીની નજીક રહેતા લોકો માટે અહીં જવું એક સારો વિકલ્પ છે. અહીં તમે શાહી કિલ્લાઓ જોઈ શકો છો અને સાથે જ શાનદાર શોપિંગ પણ કરી શકો છો. અહીંના લોકલ બજારો ખૂબ જ સસ્તા છે. જ્યાં તમે સસ્તામાં ખરીદી કરી શકો છો. સાથે જ અહીં તમને સસ્તી હોટેલ પણ મળી રહેશે જે તમે તમારા બજેટ પ્રમાણે બુક કરાવી શકો છો. અને અહીંનું રાજસ્થાની ફૂડ પણ ખૂબ સ્વાદિષ્ટ અને સસ્તુ છે. તેથી જ્યારે પણ અહીં આવો તો અહિનુ ફુડ ટ્રાય કરવાનુ ન ચુકતા.

હૉર્સલે હિલ્સ, આંધ્ર પ્રદેશ:

Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 4/11 by Romance_with_India
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 5/11 by Romance_with_India

હૉર્સલે હિલ્સ આંધ્ર પ્રદેશ રાજ્યનુ એક ખૂબ જ સુંદર સ્થળ છે. દરિયાની સપાટીથી 1265 મીટરની ઉંચાઈ પર આવેલુ આ સ્થાન કુદરતી વાદીઓથી ભરેલું છે. હૉર્સલે હિલ્સમાં ઘણા ફરવાલાયક સ્થળો છે, તમારી ગર્લફ્રેંડ માટે પણ. આ સ્થળોએ તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ટ્રેકિંગની મજા પણ માણી શકો છો. આ સાથે, ગંગોત્રી તળાવ અને ગલી બંગા હિલ્સ જેવી અન્ય જગ્યાઓ પણ જોવાલાયક છે. તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે આ સુંદર જગ્યા પર ખૂબ જ ખુશ થશો. અને સાથે સાથે આટલી ઊંચાઈએથી વાદીઓને જોવાની મજા જ અલગ હશે. અહીં તમને ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ પણ જોવા મળશે, જેને જોઈને તમારી ગર્લફ્રેન્ડ ખુશ થઈ જશે અને તમે ઓછા બજેટમાં તમારી પસંદગીની ટ્રીપનો આનંદ પણ ઉઠાવી શકશો. આ સિવાય મનની શાંતિ ઈચ્છતા પ્રવાસીઓ પણ આ એકાંત અને દિલચસ્પ સ્થળની મુલાકાતે આવે છે. મોટે ભાગે તમને અહીં કપલ્સ જ જોવા મળશે. આંધ્રપ્રદેશની હૉર્સલે હિલ્સને કપલ્સની પહેલી પસંદ માનવામાં આવે છે કારણ કે આટલી ઊંચાઈ પર સ્થિત હૉર્સલે હિલ્સ તમને સુંદર દુનિયાની શ્રેષ્ઠ તસવીર આપે છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ:

Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 6/11 by Romance_with_India
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 7/11 by Romance_with_India

દાર્જિલિંગને પશ્ચિમ બંગાળનું સ્વર્ગ માનવામાં આવે છે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું એક ખૂબ જ સુંદર શહેર છે અને ગર્લફ્રેન્ડ સાથે ઓછા બજેટમાં ફરવા માટેના સ્થળોમા શામેલ છે. દાર્જિલિંગ તેના ચાના બગીચાઓ માટે વધુ પ્રખ્યાત છે અને ત્યા ચોમાસામાં પ્રવાસીઓની સંખ્યા ખુબ વધી જાય છે. અહીંની વાદીઓ અને ચાના બગીચા એટલા સુંદર છે કે તમે ચોક્કસથી અહીં એકવાર ફરી આવવા ઈચ્છશો. તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે દાર્જિલિંગની ઘણી સારી હોટેલોમાં ઓછા પૈસામાં રહી શકો છો અને તમારી ગર્લફ્રેન્ડને અહીંના સુંદર નજારાઓ અને અન્ય નજીકના પર્યટન સ્થળો પર ફરવા પણ લઈ જઈ શકો છો. વળી, અહીની રંગ બેરંગી વાદીઓ ન જોઈ તો તમે શું જોયુ? તમે તમારા પાર્ટનર સાથે અહીં આવી શકો છો અને વાદીઓની સુંદરતાને તમારી શ્રેષ્ઠ યાદોમાં સજાવી સુકુન મેળવી શકો છો.

શિલોંગ, મેઘાલય:

Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 8/11 by Romance_with_India
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 9/11 by Romance_with_India

શિલોંગ, મેઘાલયની રાજધાની છે અને ભારતમાં ગર્લફ્રેન્ડ સાથે ઓછા પૈસામાં ફરવા માટેનું એક સુંદર સ્થાન પણ છે. શિલોંગને પૂર્વના સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિલોંગ મેઘાલયનું ખૂબ જ સુંદર અને ખૂબ જ આકર્ષક સ્થળ છે. પહાડો પર સ્થિત હોવાને કારણે શિલોંગ પ્રવાસનની દૃષ્ટિએ ખૂબ જ રસપ્રદ સ્થળ બની ગયું છે. વરસાદની મોસમમાં આ શહેરનો નજારો જોવો ખૂબ જ રસપ્રદ છે અને પછી જો તમારી સાથે કોઈ ગર્લફ્રેન્ડ હોય તો તેની મજા ચાર ગણી વધી જાય છે. શિલોંગ,માં અન્ય ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારી ગર્લફ્રેન્ડને ફરવા લઈ જઈ શકો છો અને તમારી સફરનો આનંદ લઈ શકો છો. જેમાંથી શિલોંગ પીક, લેડી હૈદર ગાર્ડન અને ડોન બાસ્કો મ્યુઝિયમ ખૂબ પ્રખ્યાત છે. તમે અહીં તમારી ગર્લફ્રેન્ડ સાથે ખૂબ ઓછા પૈસામાં ઘણો આનંદ માણી શકશો. તેથી જ્યારે પણ તમે ટ્રિપ પ્લાન કરો તો તેને તમારા લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો.

તવાંગ, અરુણાચલ:

Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 10/11 by Romance_with_India
Photo of ઓછુ બજેટ, ડબલ રોમાંસ; તમારા પાર્ટનર સાથે કરો આ જગ્યાઓની સેર 11/11 by Romance_with_India

અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખૂબ જ સુંદર જગ્યા છે. તે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ માટે ઓછા પૈસામાં ફરવા માટે જાણીતી છે. તવાંગ વેલી અને તવાંગ ચુ નદીના કારણે આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત તવાંગમાં જોવાલાયક અન્ય ઘણી જગ્યાઓ છે. જેમાંથી ક્રાફ્ટ સેન્ટર, ગોરીચેન પીક, બાપ તેંગકાંગ વોટરફોલ ખૂબ જ ખાસ છે. તવાંગ સમુદ્ર સપાટીથી લગભગ 3500 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ મોહક સ્થળ તમને અને તમારી ગર્લફ્રેન્ડને ખૂબ જ હળવાશનો અનુભવ કરાવશે. તવાંગ શહેર ખૂબ જ સુંદર હોવાને કારણે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. કારણ કે તેની સુંદરતા સ્વર્ગથી ઓછી નથી. અહીં તમે તમારા ઓછા બજેટ પ્રમાણે પણ મુસાફરી કરી શકો છો. તેથી જ્યારે પણ તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ફરવાનો પ્લાન બનાવો તો તમારી યાદીમાં અરુણાચલ પ્રદેશના તવાંગને ચોક્કસપણે સામેલ કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads