દરિયો ગમે છે? ગોવા છોડો તારકરલીનો બનાવો પ્લાન

Tripoto
Photo of દરિયો ગમે છે? ગોવા છોડો તારકરલીનો બનાવો પ્લાન 1/2 by Paurav Joshi

ફરવું કોન ન ગમે! ફરવાથી નવા નવા અનુભવો મળે છે. રખડવાથી જ આપણને એવા દરિયાકિનારા જોવા મળે છે જેની સુંદરતા આગળ બધુ ફિક્કું લાગે છે. જો તમે પણ સુંદર દ્રશ્યોવાળા સમુદ્રી બીચ પર જવા માંગો છો તો તમારે તારકરલી જવું જોઇએ.

મહારાષ્ટ્રમાં મુંબઇ અને પૂના સિવાય પણ બીજુ જોવાલાયક ઘણું છે. આવી જ એક સુંદર જગ્યા છે તારકરલી. આ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું એક નાનકડું ગામ છે. અહીં ઘણાં જ શાનદાર અને ચોખ્ખા બીચ છે. મહારાષ્ટ્રમાં આવી શાંતિ અને સુંદરતા બીજે ક્યાંય જોવા નહીં મળે.

કેવી રીતે પહોંચશો?

ફ્લાઇટથીઃ વિમાન માર્ગે જવું હોય તો સૌથી નજીકનું એરપોર્ટ ડાબોલિમ એરપોર્ટ છે જે ગોવામાં છે. ગોવા એરપોર્ટથી તારકરલી ફક્ત 80 કિ.મી. દૂર છે. અહીં સરળતાથી પહોંચી શકાય છે.

ટ્રેનથીઃ જો તમે રેલવે માર્ગથી જશો તો નજીકનું સ્ટેશન કુડલ છે. કુડલથી તારકરલી ફક્ત 45 કિ.મી. દૂર છે. તમે ટેક્સી બુક કરીને તારકરલી જઇ શકો છો.

વાયા રોડઃ માલેવન સુધી બસમાં જવું પડશે ત્યાંથી ટેક્સી કરીને 6 કિ.મી. દૂર તારકરલી પહોંચી શકાય છે.

શું જોશો?

તારકરલી સમુદ્રી બીચ માટે જાણીતું છે. અહીં તમને સમુદ્રના સુંદર નજારા જોવા મળશે. આ બીચોનું આકર્ષણ તમારુ મન મોહી લેશે.

1. તારકરલી બીચ

ફરવાની શરુઆત તમે તારકરલી બીચથી કરી શકો છો. દૂરદૂર સુધી ફેલાયેલો દરિયાકિનારો પ્રવાસીઓને ઘણો પસંદ આવે છે. અહીંનું પાણી કાચ જેવું ચોખ્ખું છે. આ બીચની આસપાસ હરિયાળી છે જે આ જગ્યાને પણ ખાસ બનાવે છે. જો તમે વૉટર સ્પોર્ટ્સ કરવા માંગો છો તો તે પણ અહીં કરી શકો છો. તારકરલી બીચ ફરવા માટે સુંદર જગ્યા છો.

2. સિંધુદુર્ગ

સિંધુદુર્ગનો કિલ્લો જોવાનું ન ભૂલતા. કહેવાય છે કે આ કિલ્લાને છત્રપતિ શિવાજીના શાસનકાળમાં બનાવાયો હતો. લગભગ 3 વર્ષમાં બનનારા આ કિલ્લાને બનાવવામાં 100 પોર્ટુગીઝ વાસ્તુકાર અને 1 હજારથી વધુ મજૂરોને લગાવાયા હતા. આ કિલ્લામાં તમને દેવી-દેવતાઓના મંદિર પણ જોવા મળશે. ઇતિહાસમાં રસ ધરાવનારાઓને આ જગ્યા જરુર પસંદ આવશે.

3. આચરા બીચ

તારકરલીમાં તારકરલી બીચ ઉપરાંત પણ ઘણાંબધા સમુદ્રી કિનારા છે. તેમાંનો એક બીચ છે, આચરા બીચ. તાકરલીથી લગભગ 6 કિ.મી.ના અંતરે સ્થિત આચરા બીચ ઘણો જ સુંદર છે. જો તમે પણ ભીડભાડથી દૂર કોઇ શાંત જગ્યાએ જવા માંગો છો તો આચરા બીચ બિલકુલ પરફેક્ટ છે. અહીં તમે સમુદ્રી નજારાને તો જુઓ જ છો સાથે જ લગભગ 260 વર્ષ જુના રામેશ્વર મંદિરને પણ જુઓ છો. આચરા બીચ જાઓ તો આ મંદિરને જરુર જોજો.

4. ધામપુર લેક

Photo of દરિયો ગમે છે? ગોવા છોડો તારકરલીનો બનાવો પ્લાન 2/2 by Paurav Joshi

તારકરલીમાં સમુદ્રી કિનારા ઉપરાંત તમે સરોવરનો આનંદ લઇ શકો છો. ધામપુર લેક લગભગ 10 એકરમાં ફેલાયેલું છે. કહેવાય છે કે આ લેકને રાજા નાગેશ દેસાઇએ 1530માં બનાવ્યું હતું. આ સરોવરમાં તમે વોટર એક્ટિવિટીનો આનંદ પણ લઇ શકો છો. અહીં પર એક મંદિર પણ છે જેને સ્થાનિક લોકો ભગવતી મંદિરના નામથી ઓળખે છે. આ જુના સરોવરને જોવાનો પોતાનો અલગ જ આનંદ છે.

5. કોલંબ બીચ

તારકરલી શહેરની પાસે જ એક બીજો શાનદાર બીચ છે, કોલંબ બીચ. ડોલ્ફિન જોવા માટે કોલંબ બીચ ફેમસ છે. તમે પણ અહીં વોટર સ્પોર્ટ્સ કરી શકો છો. કોલંબ બીચ સૌથી સુંદર બીચમાંનો એક છે. તમે અહીં શાનદાર સનસેટ અહીં જોઇ શકો છો અને સમુદ્રની લહેરો સાથે રમત રમી શકો છો. અહીં એક ક્રીક છે જેને કોલંબ ક્રીકના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, અહીં દેવબાઘ ગામ અને શ્રી શિવ છત્રપતિ મંદિર છે.

ક્યારે જશો?

તારકલી સમુદ્રી બીચ માટે જાણીતો છે. અહીં શિયાળામાં જવું યોગ્ય રહેશે. ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય સૌથી સારો છે.

શું ખાશો?

તારકરલી તેના સીફૂડ માટે ફેમસ છે. તારકરલીમાં કોંબડી વડે, માલવાની મટન, મોરી મસાલા જેવા સીફૂડ મળે છે. આ ઉપરાંત, વેજીટેરિયન માટે સોઇ કઢી અને કેરીનો રસ જેવા વ્યંજન છે.

ક્યાં રોકાશો?

તારકરલી એક ગામ જરુર છે પરંતુ ઘણી પોપ્યુલર જગ્યા છે. અહીં તમને રોકાવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. અહીં ઘણાં રિસોર્ટ અને હોટલ છે. અહીં તમે લોકલ ઘરોમાં પણ રહી શકો છો. તમે તમારા બજેટના હિસાબે રોકાઇ શકો છો અને તારકરલીની યાત્રાને ખુશખુશાલ બનાવી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads