
2020 અને 2021 એ બંને એવા વર્ષ છે કે એ બંને વર્ષમાં આપણા ફરવાના પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું. પરંતુ સારી વાત એ છે કે 2022માં આપણી પાસે ફરવા માટેનો ઘણો જ સમય છે. કારણ કે પાછલા બે વર્ષો એ આપણને ફરવાના પ્લાનિંગ કરવાનો સારો સમય આપ્યો. આ માટે સૌથી પહેલા આપણે ઓફીસમાં રજા મૂકી દેવી જોઈએ.
2022નું વર્ષ આવી રહ્યું છે અને એ ફરવાના શોખીનો માટે માટે એક શાનદાર ગિફ્ટ સમાન છે. 2022માં ઘણા જ વીકએન્ડ આવે છે. જેથી ફરવા જવા વિષે બહુ વિચાર કરવો પડે તેવું નથી. અમે દરેક રજાઓને ધ્યાનમાં રાખીને આપના માટે એક પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટીનેશન પસંદ કર્યું છે જે તમારી ફરવાની બધી જ ઈચ્છાઑ પૂરી કરી દેશે.
જાન્યુઆરી
14 શુક્રવાર મકરસંક્રાતિ/ પોંગલ
જાન્યુઆરી 15 શનિવાર વીકેજાન્યુઆરી 17 સોમવાર –રજા લેવી
કયા જવું ?

જયારે હું અમિતાભ બચ્ચનજી ને કચ્છના સફેદ રણ માં ટહેલતા “કુછ દિન તો ગુજારીયે ગુજરાત મે” એવું બોલતા સાંભળું છું ત્યારે મને પણ કચ્છના રણમાં ફરવાનું મન થઈ આવે છે.
આ ઉપરાંત જાન્યુઆરી ની 15 એ પૂનમ હોવાથી પૂનમ ની રોશની માં રણની ચમક જોઈ શકાય છે.
ફેબ્રુઆરી/ માર્ચ
ફેબ્રુઆરી 26 શનિવાર વીકેન્ડ
ફેબ્રુઆરી 27 રવિવાર વીકેન્ડ
ફેબ્રુઆરી 28 સોમવાર – રજા લેવી
માર્ચ 1 મંગળવાર મહાશિવરાત્રી

કયા જવું – કાબીની
કાબીની ભારતના સૌથી આકર્ષક જંગલો માનું એક જંગલ છે જે વનસ્પતી અને વન્ય જીવો માટે ઘણું જાણીતું છે. આપણાં નસીબ સારા હોય તો વન્ય પ્રાણીઓ જોવા મળી જાય. કાબીની એ શહેરી વિસ્તારથી ઘણું દૂર એકદમ શાંત વિસ્તારમાં આવેલું છે. જેથી આપણને ફરવાની ઘણી જ મજા આવે છે.
માર્ચ
માર્ચ 18 શુક્રવાર – હોળી
માર્ચ 19 શનિવાર – વીકેન્ડ
માર્ચ 20 રવિવાર – વીકેન્ડ

કયા જવું – પુષ્કર
પાર્ટી કલ્ચર અને સંગીત ની ધમાલ ના શોખીનો માટે પુષ્કર એ બેસ્ટ જગ્યા છે. હોળીના તહેવારને કારણે પુષ્કરમાં દુનિયાભર માંથી અનેક પ્રવાસીઓ આવે છે. પુષ્કરમાં હોળી ના તહેવાર લીધે પાર્ટીનો ટાઈમ સવારના 10 થી સાંજના 5 સુધીનો હોય છે. જો આપણને આવી પાર્ટી નો શોખ હોય તો વર્ષ 2022 માં ચોક્કસ સામેલ થવું જ જોઈએ.
એપ્રિલ
એપ્રિલ 14 ગુરુવાર – આંબેડકર જયંતી
એપ્રિલ 15 શુક્રવાર – ગુડ ફ્રાઇડે
એપ્રિલ 16 શનિવાર – વીકેન્ડ
એપ્રિલ 17 રવિવાર – વીકેન્ડ

કયા જવું ? ગ્વાલિયર એને ઓરછા
ભારતની મધ્યમાં આવેલા ગ્વાલિયરના કીલ્લા ઉપરથી સનસેટ જોતાં પહેલા બટેશ્વર મંદિર ના પરીસર માં ભગવાન વિષ્ણુ અને શિવ ની 200 થી પણ વધારે નાની મોટી મૂર્તિઓ અચૂક જોવી જોઈએ.
મધ્યપ્રદેશમાં આવેલ ઓરછા પત્થરો ઉપર કોતરેલ શિલાલેખો, મંદિરો અને મહેલોથી ભરપૂર છે. જે જોવાનો લ્હાવો અનેરો છે.
એપ્રિલ / મે
એપ્રિલ 30 શનીવાર – વિકેન્ડ
મે 1 – રવિવાર – વિકેન્ડ
મે 2 –સોમવાર - રજા લેવી
મે 3 –મંગળવાર - રમજાન ઈદ

કયા જવું – મદુરાઇ
મદુરાઇ એ એક એવું શહેર છે કે જેનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે. મદુરાઇ માં સુપ્રસિધ્ધ મીનાક્ષી મંદીર આવેલું છે. જે મદુરાઇ નું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે. મદુરાઇની બજારોમાં લટાર મારવાનો તથા જુદી જૂઈ વાનગીઓનો સ્વાદ માણવા જેવો છે.
મે
મે 14- શનિવાર – વીકેન્ડ
મે 15- રવિવાર – વીકેન્ડ
મે 16 – બુધ્ધ પૂર્ણિમા

કયા જવું – વરકલા
વરકલા કેરળ રાજયમાં આવેલું છે. ત્યાં આખું વર્ષ પ્રવાસીઓની આવ-જા રહે છે. વરકલા માં આપની સવાર દરિયા લહેરોની અવાજ થી શરૂ થાય છે.ત્યાંનાં દરિયામાં તરી પણ શકાય છે. શાનદાર સંગીત પણ સાંભળી શકાય છે. ત્યાંની લોકલ બજારો માં ફરીને રાત ના ડીનર નો આનંદ પણ આપ માણી શકો છો.
જૂન અને જુલાઇ
દર વર્ષે જૂન અને જુલાઇ આ બંને મહિનાઓમાં લોંગ વીકેન્ડ નું પ્લાનિંગ થઈ શકે નહી . કેમ કે આ બે મહિનાઓમાં રજાઓ ખાસ આવતી હોતી નથી . વળી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ની શરૂઆત થઈ ચૂકી હોય છે. જેથી આપ આપના શહેરની નજીકની જગ્યાઓમાં જઈ શકો છો.
મહાબળેશ્વર , માથેરાન , નાસિક
ઑગસ્ટ
ઓગસ્ટ -13 શનિવાર – વીકેન્ડ
ઑગસ્ટ – 14 રવિવાર – વીકેન્ડ
ઑગસ્ટ – 15 સોમવાર – સ્વતંત્રતા દિવસ
ઓગસ્ટ 16 મંગળવાર – પારસી નવું વર્ષ
ઑગસ્ટ – 17 – બુધવાર - રજા લેવી
ઓગસ્ટ 18 – ગુરુવાર - જન્માષ્ટમી

કયા જવું? - લદાખ
આપણે અત્યાર સુધીમાં કેટલીય જગ્યાએ ફર્યા હશું પરંતુ લદ્દાખ નો પ્રવાસ કઈક અલગ જ છે. લદ્દાખમાં મઠ, પેંગગોંગ લેક ની સુંદરતા ,અને નુબરાવેલીની ભવ્યતા પ્રવાસીઓના ખાસ આકર્ષણ છે.
“કાશ્મીર ભારતનો તાજ છે તો લદાખ કાશ્મીરમાં રહેલો હીરો છે.”
ઑગસ્ટ
ઑગસ્ટ 27 – શનિવાર – વીકેન્ડ
ઑગસ્ટ 28 – રવિવાર – વીકેન્ડ
ઑગસ્ટ 29 અને 30 – રજા લેવી
ઑગસ્ટ 31 બુધવાર – ગણેશ ચતુર્થી
કયા જવું - મારેદુમિલી , રાજ મુંદારી & રામપ્પા મંદિર ,મુલુગુ

પૂર્વ ઘાટીમાં મારેદુમિલી વન્ય પ્રકૃતી , વન્ય જીવન અને આદીવાસી લોકોની જગ્યા છે. રામપ્પા મંદિર તેમના નકશીકામ માટે જાણીતું છે. અહીંનો કુદરતી તેમજ સાંસ્કૃતિક નજારો ખરેખર જોવા જેવો છે.
સપ્ટેમ્બર
સપ્ટેમ્બરમાં કોઈ લાંબો વીકેન્ડ નથી . પરંતુ તમે રજા લઈ ને પ્લાન કરી શકો છો.
Tripoto Recommendation: ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ, અરુણાચલ પ્રદેશ.
ઓક્ટોબર
ઓક્ટોબર 1 શનિવાર – વીકેન્ડ
ઓક્ટોબર 2 રવિવાર – વીકેન્ડ
ઓક્ટોબર 3 સોમવાર - દુર્ગાષ્ટમી
ઓક્ટોબર 4 મંગળવાર – રજા લેવી
ઓક્ટોબર 5 બુધવાર - દશેરા

કયા જવું: - આસામ
આસામ ભારત રાજ્યોમાંનું એક એવું રાજય છે જયા આપણને પ્રકૃતી ની સાથે રોમાંચ પણ મળે છે. કાજીરંગા નેશનલ પાર્ક માં એક શિગડા વાળો ગેંડો, બંગાળ નો જંગલી વાઘ તથા અન્ય જાનવરો ને જોવાની મજા પડી જાય.
ઓક્ટોબર 22 શનિવાર – વીકેન્ડ
ઓક્ટોબર 23 રવિવાર – વીકેન્ડ
ઓક્ટોબર 24 સોમવાર – દિવાળી
ઓક્ટોબર 25 મંગળવાર – નવું વર્ષ

કયા જવું : ગોકર્ણ
ગોવાની ગીચતા થી દૂર વેકશન નો આનંદ લેવો હોય તો ગોકર્ણ આપના માટે એકદમ યોગ્ય જગ્યા છે. ત્યાંનો ચોખ્ખો દરીયા કિનારો અને ચોખ્ખું પાણી આરામ અને રીલેક્સ કરવા માટે મહત્વનું ડેસ્ટીનેશન બની રહે છે.
ગોકર્ણ આપના બજેટમાં દીવાળીમાં ફરવા જવા માટે ની એક પરફેક્ટ અને આરામદાયક જગ્યા છે.
નવેમ્બર અને ડિસેમ્બર
નવેમ્બર અને ડિસેમ્બરમાં એક પણ લાંબો વીકેન્ડ આવતો નથી. પરંતુ આખું વર્ષ કામ કરીને થાકી ગયા હોય તો રજા લઈ ને ગોવા, જયપુર વગેરે જગ્યા એ ફરવા જઈ શકાય છે.
મને આશા છે કે વર્ષ 2022 નું વર્ષ નવા અનુભવો તથા પ્રવાસથી સફળ બની રહે.
.