દરેક સોનાની ચમચી સાથે જન્મ નથી લેતું પરંતુ આનો અર્થ એ નથી કે તમે મહેલો, રથો, મોટા-મોટા પૂલ અને શાનદાર સજાવટ ધરાવતી એ હવેલીઓ અને મહેલોમાં રહેવાનો અનુભવ ન કરી શકો જે ખાસ કરીને રાજાઓ અને રાણીઓ માટે બનાવવામાં આવી હતી.
રાજસ્થાનમાં આ લકઝરી રિસોર્ટ્સ અને હવેલીઓમાં તમે વધારે ખર્ચ કર્યા વગર કેટલાક દિવસો માટે રાજાઓ-મહારાજાઓ જેવી રોયલ લાઇફ જીવી શકો છો.
પુષ્કર બાગ
1. પુષ્કર બાગ
રાજાલિયાના ઠાકુરોના વંશજ દ્ધારા સ્થાપિત પુષ્કર બાગ, રાજસ્થાની રેગિસ્તાનના જીવન, સંસ્કૃતિ અને મન મોહક સુંદરતાને એક્સપ્લોર કરવા માટે એક શાનદાર જગ્યા છે.
જયપુર, જોધપુર, ઉદેપુર અને બીકાનેરની વચ્ચે પ્રાચીન શહેર પુષ્કરના બહારના વિસ્તારોમાં સ્થિત આ રિસોર્ટ એક છુપાયેલો ખજાનો છે. પુષ્કર બાગમાં જ્યારે આવશો તો તમારી આ વિચિત્ર અને સુખદ બનાવટને જોતા જ રહી જશો, તમને નજરે પડશે વિરાસત શૈલીમાં બનાવેલો મહેલ જેની પાછળ તમને દેખાશે એક મોટુ અને શાનદાર રેગિસ્તાન જેની સુંદરતા અદભુત છે.
રુમઃ ઘર ઇન સુઇટ રુમોમાં છે, જેના દરવાજા તેમના પોતાના નાના-નાના આંગણામાં ખુલે છે, જે ઝાડની હરિયાળી અને અલગ-અલગ વૃક્ષો-છોડવાઓની વચ્ચે સ્થિત છે.
છજ્જાની છતો સ્થાનિક 'ધાની' (ગામની ઝૂંપડી)થી પ્રેરિત થઇને બનાવાઇ છે. રુમની અંદરના હિસ્સામાં પ્લાસ્ટર, પેટર્ન વાળી મોજેક ફર્શ, કસ્ટમાઇઝડ ફર્નીચર અને આસન, પારંપરિક ખાટ (ચારપાઇ)ના સોફા સાથે બદલી નાંખવામાં આવ્યા છે.
ભાડુંઃ ડીલક્સ ડબલ કોટેજ- ₹4000
ક્યાંઃ મોતીસર લિંક રોડ, પુષ્કર રેલવે સ્ટેશનની પાછળ, ગામ ધનેહરા, રાજસ્થાન
2. ઉમ્મેદ લેક પેલેસ- એક ઓર્ગેનિક રિટ્રીટ
20 એકરના લીલાછમ મેદાનમાં ફેલાયેલા, ઉમ્મેદ લેક પેલેસમાં મુગલ-મહેલોની શૈલીના ગાર્ડન્સની સુંદરતા તેમજ ભવ્યતાને દર્શાવવામાં આવી છે.
રુમઃ ઉમ્મેદ લેકે પેલેસના રુમની દિવાલો આપને રાજસ્થાની કલ્ચર સાથે રુબરુ થવાની તક આપે છે અને સાથે જ તમે આ સ્થાનિક કારીગરોની સખત મહેનતને પણ જોઇ શકો છો.
રુમની બારીઓ રાજાશાહી આંગણા અને સરોવર બાજુ ખુલે છે, જે તમારી પ્રાઇવસીનું ધ્યાન પણ પુરી રીતે રાખે છે.
દરેક રુમની બહાર બેસવાની એક પ્રાઇવેટ જગ્યા છે. જ્યાં તમે રાતમાં આગની પાસે બેસીને તારાને નિહાળી શકો છો.
ભાડુંઃ ₹4500
કયાંઃ જયપુર આગ્રા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગામ કાલાખો (ક્ષેત્ર કાંદોલી), રાજસ્થાન 303304
3. અનુરાગ પેલેસ, એક ટ્રીહાઉસ પેલેસ હોટલ
અનુરાગ પેલેસ જંગલોની વચ્ચે સ્થિત છે જ્યાં દૂર-દૂર સુધી વાઘોની ત્રાડ અરાવલીના પહાડોમાં ગુંજતી રહે છે.
ટ્રીહાઉસ અનુરાગ રિસોર્ટ રણથંભોરની સૌથી જુની હોટલોમાંથી એક છે. પોતાની પ્રાચીન વિરાસતને સંભાળતી આ હોટલ હવે રિસોર્ટમાં ફેરવાઇ ગઇ છે, જેમાં તમને બધી લકઝરી સુવિધાઓ મળશે. આ પારંપારિક રાજસ્થાની હવેલીને પ્રાચીન સ્થાપત્ય શૈલીમાં બનાવાયું છે જેનાથી આ હોટલ જંગલી પરિવેશ અને વિલાસિતાનું યોગ્ય મિશ્રણ છે.
રુમઃ દરેક રુમમાં ફુલોની સજાવટની પેટર્ન છે, મોટા સોફા તેમજ ખુરશીઓ પર શાનદાર નક્કાશી કરવામાં આવી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રુમની દરેક ચીજ હાથેથી બનાવેલી છે.
ભાડુંઃ બે લોકો માટે પ્રીમિયર ડબલ બેડ રુમનું ભાડું ₹2,700 છે.
ક્યાંઃ રણથંભોર કિલ્લા રોડ, રણથંભોર, સવાઇ માધોપુર, રાજસ્થાન 322001
4. ફતેહ સફારી લૉજ
વિરાસત તરીકે સ્થાપિત થઇ ચુકેલી આ બુટિક હોટલને સમુદ્રની સપાટીએથી 1,100 મીટર ઉપર બનાવવામાં આવી છે. તમે આની અનોખી જગ્યાથી અરવલી પર્વતમાળા અને નરલાઇના રેગિસ્તાન ગામના શાનદાર દ્રશ્ય જોઇ શકો છો.
આ હોટલ રણથંભોર વન્યજીવ અભયારણ્યની પાસે એક પહાડી પર સ્થિત છે. રાતના સમયમાં વિશાળ પૂલની સાથે આ મહલ જેવી હોટલ રાતનો વ્યૂ તમારુ મન મોહી લેશે.
રુમઃ અહીંના રુમો ઘણાં મોટા અને હવાદાર છે, જે આ ક્ષેત્રની ભવ્યતા અને કલ્ચરને ધ્યાનમાં રાખતા બનાવાયા છે. આ રુમની સૌથી ખાસ વાત એ છે કે અહીં મોટી મોટી બારીઓ અને સુંદર બાલ્કની છે જ્યાંથી તમે આસપાસના શાનદાર પહાડો અને મેદાનોના સુંદર નજારાને જોઇ શકો છો.
ભાડુંઃ ડીલક્સ રુમ માટે ₹3,354 (નાસ્તા સહિત)
ક્યાંઃ એનએચ 162 એક્સટેંશન, કિલા કુંભલગઢ, રાજસ્થાન 313325।
5. ધ ઔધી
આ એક બજેટ પ્રોપર્ટી અને એક સેંક્ચુરી રિસોર્ટ છે જે તમને રોયલ વ્યૂ અને એક શાનદાર સ્વિમિંગ પૂલની સુવિધા આપે છે, જે જુના દિવસોમાં કેવળ રાજા મહારાજા દ્ધારા જ ઉપયોગમાં લેવાતો હતો.
રુમઃ જંગલ બાજુ ખુલતી બારીઓની સાથે દરેક રુમને જુના સમયના હિસાબે બનાવાઇ છે પોતાનામાં એક આકર્ષણ છે.
ભાડુંઃ ડીલક્સ ડબલ રુમનું ભાડું ₹4,700 છે.
ક્યાંઃ કેલવાડા, જિલ્લો રાજસમંદ, કુંભલગઢ, રાજસ્થાન 313325