આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે

Tripoto

અમદાવાદ એટલે ગુજરાતનું સૌથી ધબકતું નગર.

આ શહેર, અહીંના લોકો, અહીંનું વાતાવરણ બધું જ એટલું જિંદાદિલ છે કે બહારથી આવતા કોઈ પણને અમદાવાદ સાથે પરે થઈ જાય અને અમદાવાદ છોડીને અન્ય શહેરમાં વસતા લોકો અમુક દિવસો માટે વારંવાર આ શહેર પાછા આવીને તેનો ભરપૂર આનંદ માણવા ઈચ્છે. આ શહેર ગુજરાતના વિકાસનું પ્રતિનિધિ છે બોસ!

અહીં અનેક જોવાલાયક કે ફરવાલાયક સ્થળો તો આવેલા છે જ, સાથોસાથ અહીં સંખ્યાબંધ હોટેલ્સ, રેસ્ટોરાં કે કાફે આવેલા છે જેની મુલાકાત તમને તદ્દન નવો અને યાદગાર અનુભવ કરાવવા સક્ષમ છે. અમારા મત અનુસાર આ રહ્યા અમદાવાદના 8 બેસ્ટ કાફે:

1 Lollo Rosso

એક ક્લાસિક કહી શકાય તેવું ઇન્ટિરિયર ધરાવતું કાફે તેના ખૂબ જ સ્વાદિષ્ટ અને વિવિધતાથી ભરપૂર એવા બાઉલ મિલ માટે જાણીતું છે. આ આલા ક્લાસ કાફે અમદાવાદમાં બે વિસ્તારોમાં આવેલું છે. અહીં Asian, Japanese, Sushi, Continental, Chinese, Mediterranean વગેરે પ્રકારની વાનગીઓ મળે છે.

કોના માટે શ્રેષ્ઠ? પ્રોફેશનલ આઉટિંગ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 1000 રૂ

બ્રાન્ચ: બોડકદેવ અને નારણપુરા

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal
Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

2 Mocha

અમદાવાદમાં સુપરહિટ કાફેની વાત આવે તો આ કાફે સૌને અચૂક યાદ આવે. અહીંનું ઇન્ટિરિયર તેમજ કાફેનું વાતાવરણ અહીંના મુલાકાતીઓને હંમેશા આકર્ષે છે. અહીં Continental, North Indian, Chinese, Italian વગેરે પ્રકારની વાનગીઓ મળે છે.

કોના માટે શ્રેષ્ઠ? કોલેજિયન યુવાનો, કપલ્સ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 1500 રૂ

બ્રાન્ચ: બોડકદેવ, ગુલબાઈ ટેકરા, ઇન્ફૉસિટી- ગાંધીનગર

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal
Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

3 Gourment Lab

આમ તો આ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતું છે તો પછી અમદાવાદ શાથી બાકાત રહે? ઇકો-ફ્રેન્ડલી ઢબે ચાલતું આ કાફે યુવાઓમાં ઘણું લોકપ્રિય બન્યું છે. અહીં Coffee, Fast Food, Italian, Desserts, Beverages વગેરે જેવી વાનગીઓ મળે છે.

કોના માટે શ્રેષ્ઠ? મિત્રો સાથે આઉટિંગ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 800 રૂ

બ્રાન્ચ: બોપલ

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal
Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

4 Zen Café

કોઈ પણના ખિસ્સાને પરવડે તેવું કાફે અને ચોમેર ગજબની શાંતિ મળે તેવું ખૂબ જ આરામદાયક વાતાવરણ. વળી, અહીં તમને કાફેની સાથોસાથ ‘અમદાવાદની ગુફા’ તરીકે પ્રખ્યાત ચિત્રોનું પ્રદર્શન પણ જોવા મળશે.

કોના માટે શ્રેષ્ઠ? કોલેજિયન યુવાનો, શાંતિપૂર્વક માહોલના શોખીનો માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 600 રૂ

બ્રાન્ચ: અમદાવાદની ગુફા, નવરંગપુરા

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

5 TimTim

અન્યોની સરખામણીમાં આ થોડી મોંઘી જગ્યા કહી શકાય પણ અમદાવાદના અનેક લોકોમાં આ કાફે પણ ઘણું લોકપ્રિય છે. અહીં Crackling Spinach, Bao, Dimsums, Sushi વગેરે વાનગીઓ ઘણી જ પ્રચલિત છે.

કોના માટે શ્રેષ્ઠ? કોર્પોરેટ ક્લાસ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 2200 રૂ

બ્રાન્ચ: બોડકદેવ

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

6 Makeba

જો તમે રૂફટોપ રેસ્ટોરાં કે કાફેના શોખીન છો તો તમારે આ કાફેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ફૂડમાં ઘણા લોકોને સકારાત્મક અને નકારાત્મક બંને અનુભવો થાય છે પણ અહીંનું એમ્બીયન્સ સૌ કોઈનું મન મોહી લે છે.

કોના માટે શ્રેષ્ઠ? કપલ્સ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 1500 રૂ

બ્રાન્ચ: વસ્ત્રાપુર

Photo of આ છે આપણા અમદાવાદમાં આવેલા 8 બેસ્ટ કાફે by Jhelum Kaushal

7 Drift

દરેક સારા કાફેમાં નોન-વેજ પીરસાય તે જરૂરી છે? ના, આ પ્યોર વેજ કાફે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એક ઘણી સુંદર જગ્યા છે જ્યાં મિત્રો કે પરિવાર સાથે સમય પસાર કરવાની ખૂબ મજા આવશે.

કોના માટે શ્રેષ્ઠ? પરિવાર માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 700 રૂ

બ્રાન્ચ: થલતેજ

8 Muse

શહેરની વચ્ચે રોમૅન્ટિક કેન્ડલ લાઇટ ડિનર માટે કોઈ તદ્દન નવા નેચરલ એમ્બીયન્સનું કાફે શોધી રહ્યા હોવ તો Museએ તમારી શોધ પૂર્ણ થાય છે. આ એટલું સુંદર કાફે છે કે અહીંના ભોજન કરતાં પહેલા તેના માહોલના જ પ્રેમમાં પડી જશો!

કોના માટે શ્રેષ્ઠ? કપલ્સ માટે

કિંમત (પ્રતિ 2 વ્યક્તિ): 800 રૂ

બ્રાન્ચ: બોડકદેવ

દરેકની પોતાની પસંદગી હોય છે તેથી શ્રેષ્ઠ કાફેની યાદીમાં આમાં હજુ અનેક સુધારા- વધારા થઈ શકે. તમે પણ કમેન્ટ્સ જણાવો, તમારા મત અનુસાર અમદાવાદમાં શ્રેષ્ઠ કાફે કયા કયા છે?

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads