ચિત્રકોટ ઝરણા: એક નજર ભારતનાં નાયગ્રા પર

Tripoto

ભૂગોળના પુસ્તકોમાં કે પછી પ્રવાસના સાહિત્યમાં, તમે કદાચ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલા ચિત્રકોટ ઝરણાનો ઉલ્લેખ સાંભળ્યો જ હશે. આ એ જગ્યા છે જે ભારતનાં નાયગ્રા તરીકે પ્રખ્યાત છે. ખૂબ સુંદર અને અત્યંત રમણીય સ્થળ વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ છે.

ચિત્રકોટને વ્યવસ્થિત રીતે ફરવા તથા માણવા માટે આ રહી એક સરળ ગાઈડ:

ડિટેલ્સ:

છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં જગદલપુરની પશ્ચિમે ઇંદ્રવતી નદી ઘોડાની નાળ જેવા આકઅરે વહીને ચિત્રકોટ વોટરફોલ સર્જે છે. 95 ફીટ ઊંચી સીધી ચટ્ટાન નીચે વહેતી આ નદી ખૂબ જ મનમોહક છે.

ચોમાસામાં જ્યારે આ નદી છલકાઈ જાય ત્યારે જગદલપુરથી 38 કિમી દૂર ચિત્રકોટના રમણીય ઝરણા સર્જાય છે. આજુબાજુના અન્ય નાના-મોટા ઝરણાઓ પણ તેની સાથે ભલે છે અને પછી આ વિશાળ ચટ્ટાન પરથી પાણીનો પ્રવાહ નીચે પડે છે. 300 મીટર પહોળા આ શક્તિશાળી ધોધને એટલે જ બહુ યોગ્ય ઉપનામ આપવામાં આવ્યું છે: ભારતના નાયગ્રા ફોલ્સ.

Photo of Chitrakote Waterfalls, Tiratha, Chhattisgarh, India by Jhelum Kaushal

અહીંના સ્થાનિક નાવિકો પ્રવાસીઓને તેમની હોડીમાં બેસાડીને વિવિધ એંગલથી આ ધોધ માણવાનો લ્હાવો આપે છે. સૂર્યાસ્ત સમયે આકાશના રંગો પાણી સાથે ભળીને ખૂબ સુંદર દ્રશ્યો સર્જે છે. આ નજારો ઘણા લાંબા સમય સુધી તમે ભૂલી નહિ શકો.

ક્યારે જવું?

જુલાઇથી ઓકટોબર ચોમાસાનો સમય હોય ત્યારે છત્તીસગઢના જંગલોમાં આવેલા આ કુદરતી કરિશ્માની સુંદરતા પૂર બહારમાં ખીલી ઉઠે છે. પાણી સાથે કાંપની માટી પણ વહેતી હોય છે પણ સહેલાણીઓને ધોધ જોવાની ખૂબ મજા આવે છે.

જો કોઈ ફોટોગ્રાફર કે પ્રકૃતિપ્રેમ શાંત તેમજ સાફ ઝરણું જોવા ઇચ્છતા હોય તો ઓકટોબરથી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ છે.

કેવી રીતે જવું?

હવાઈમાર્ગે: છત્તીસગઢની રાજધાની રાયપુર ચિત્રકોટથી સૌથી નજીકનું હવાઈમથક છે જે 284 કિમી અંતરે આવેલું છે. રાયપુર એરપોર્ટથી ટેક્સીમાં ચિત્રકોટ પહોંચતા 5 કલાક જેટલો સમય લાગે છે.

રેલવેમાર્ગે: જગદલપુર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. વિશાખાપટ્ટમથી જગદલપુરની ટ્રેન પણ ઉપલબ્ધ છે. જગદલપુર રેલવે સ્ટેશનથી તમે શેર્ડ કે પ્રાઇવેટ રિક્ષા કે ટેક્સીમાં ચિત્રકોટ પહોંચી શકો છો.

સડકમાર્ગે: દિલ્હીથી જગદલપુર 1450 કિમી દૂર છે. રમણીય દ્રશ્યો વચ્ચેથી પસાર થઈને રોડટ્રીપ કરીને પણ અહીં પહોંચી શકાય છે.

ટેક્સી ભાડું:

જગદલપુર રેલવે સ્ટેશનથી ચિત્રકોટમાં હોટેલ સુધી 500 રૂ ટેક્સી ભાડું થાય છે. તે ઉપરાંત જગદલપુરથી 3000 રૂમાં ચિત્રકોટ તેમજ તીરથગઢ ફોલ્સની એક દિવસની ટૂર ઉપલબ્ધ છે.

રોકાણ માટે:

દંડમી લકઝરી રિસોર્ટ:

ચિત્રકોટની રોમાંચક યાત્રા દરમિયાન રોકાણ કરવા માટે જગદલપુરથી 30 કિમી દૂર આવેલો દંડમી લકઝરી રિસોર્ટ એક ખૂબ જ આકર્ષક ઉતારો છે. રિસોર્ટના રૂમ નં. 101 માંથી ઝરણાનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે.

Photo of Dandami Luxury Resort, Tiratha, Chhattisgarh, India by Jhelum Kaushal
Photo of Dandami Luxury Resort, Tiratha, Chhattisgarh, India by Jhelum Kaushal

ભાડું:

સિંગલ: 2000 રૂ પ્રતિ દિન

ડબલ: 2500 રૂ પ્રતિ દિન

બીજું શું જોવું:

1. ઝરણા સાથે મેઘધનુષ જોવાની મજા

જો સમય અને તમારા નસીબ સારા હોય તો બપોરના સમયે મેઘધનુષ જોવા મળી શકે છે. ઝરણા અને ધોધ પર સપ્તરંગી ઇન્દ્રધનુષ ખૂબ સુંદર દેખાય.

2. ઝરણા પાસે બોટિંગનો આનંદ

ચિત્રકોટ ઝરણાના શાંત વહેણ પાસે બનેલા તળાવમાં પેડલબોટની સવારીની મજા માણો. જો એ ન કરવું હોય તો નાવિકો દ્વારા ચલાવવામાં આવતી હોડીઓ પણ ઉપલબ્ધ છે.

Photo of ચિત્રકોટ ઝરણા: એક નજર ભારતનાં નાયગ્રા પર by Jhelum Kaushal

3. કૈઝર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તીરથગઢ ઝરણાંની યાત્રા

આ એક એવું પર્યટન સ્થળ છે જે હજુ મોટાભાગના પ્રવાસ પ્રેમીઓના ધ્યાનમાં નથી આવ્યું. ચિત્રકોટ સુધી જઈ રહ્યા હોવ તો તેનાથી વિરુધ્ધ દિશામાં જગદલપુરથી માત્ર 36 કિમી દૂર આવેલા તીરથ ગઢની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. ઝરણા સુધી પહોંચવા કૈઝર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 6 કિમી નો રસ્તો એટલો રમણીય છે કે ત્યાં કોઈ પણ પ્રકૃતિપ્રેમી ખૂબ કુદરતને માણી શકશે.

4. કુતુમસરની 300 લાંબી રસપ્રદ ગુફાઓ

જગદલપુરથી પાછા ફરતી વખતે તીરથગઢ ઝરણા પાસે આ ગુફાઓ આવેલી છે. હજુ બે દાયકા પહેલા જ આ સ્થળની ભાળ મળી હતી. કૈઝર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી છે અને તેના માટે કહેવાય છે કે આ એશિયાની સૌથી મોટી તેમજ વિશ્વની 7મી સૌથી મોટી ગુફાઓ છે. જૂનથી ઓગસ્ટના સમય દરમિયાન અહીં પાણી ભરાયેલું રહે છે. વર્ષના બાકીના સમયમાં આ ગુફાની મુલાકાત લઈ શકાય છે.

Photo of ચિત્રકોટ ઝરણા: એક નજર ભારતનાં નાયગ્રા પર by Jhelum Kaushal

5. કૈલાશ ગુફાની મુલાકાત

આ જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અન્ય એક ગુફા પણ આવેલી છે. 100 મીટર લાંબી આ ગુફાના છેડે શિવલિંગ આકારના પથ્થરની રચના જોવા મળે છે. આ ગુફા તેથી એક ધાર્મિક સ્થળ પણ છે અને હિન્દુઓ આમાં ખૂબ આસ્થા ધરાવે છે.

Photo of ચિત્રકોટ ઝરણા: એક નજર ભારતનાં નાયગ્રા પર by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads