
લોનાવાલા પર્યટન સ્થળ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. લોનાવાલા ટૂરિસ્ટ પ્લેસ 622 મીટરની ઉંચાઇ પર સહ્યાદ્રી પર્વતમાળા પર છે અને આ પર્વતમાળા દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટુ) અને કોંકણ કિનારાને અલગ કરવામાં પોતાની ભૂમિકા નિભાવે છે.
લોનાવાલા દર્શનીય સ્થળ મહારાષ્ટ્ર રાજ્યના ટોચના હિલ સ્ટેશનોમાંથી એક છે અને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં એક અલગ જ છાપ છોડે છે. લોનાવાલા હિલ સ્ટેશન 38 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. જો તમે પુણે અને મુંબઇની આસપાસ કોઇ પર્યટન સ્થળની શોધમાં છો તો લોનાવાલા એક આદર્શ સ્થળ છે.

લોનાવાલા પોતાની સ્વાદિષ્ટ મીઠાઇઓ માટે જાણીતું છે. લોનાવાલા પર્યટન સ્થળ સુંદરતા અને પ્રકૃતિની અખૂટ સંપત્તિ સાથે પ્રવાસીઓને આકર્ષિત કરવામાં સફળ રહે છે. લોનાવાલા પુણે શહેરથી 67 કિ.મી. અને મુંબઇ સિટીથી લગભગ 95 કિલોમીટર દૂર છે.
ઘનગઢ કિલ્લો

દોસ્તોની સાથે કે પોતાના પાર્ટનરની સાથે મોજ-મસ્તી કરવા માટે આ પરફેક્ટ જગ્યા છે. સમુદ્રની સપાટીથી આ કિલ્લાની ઉંચાઇ 2500 ફૂટ છે. ઘનગઢ કિલ્લો તામ્હિની ઘાટના મધ્યમાં સ્થિત છે. જો તમે ઘનગઢ કિલ્લામાં જઇ રહ્યાં છો તો ટ્રેકિંગની મજા જરૂર લો. મધ્યકાળમાં બનેલા આ કિલ્લાને મરાઠા, પેશવાઓ અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધમાં ઘણીવાર ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ કિલ્લાથી તમે સુંદર પ્રકૃતિને આરામથી બેસીને જોઇ શકો છો. આ કિલ્લો પુણેથી 100 કિલોમીટર અને મુંબઇથી 116 કિલોમીટર દૂર આવેલો છે.
કોરીગઢ કિલ્લો

પુણે જિલ્લામાં સ્થિત કોરીગઢ કિલ્લો શહેરથી માત્ર 24 કિ.મી. દૂર આવેલો છે જે અંદાજે 923 મીટર (3028 ફૂટ) ઉંચા એક પહાડ પર સ્થિત છે. કોરીગઢ કિલ્લો ચારેબાજુ લીલાછમ જંગલોની વચ્ચે આવેલો છે. અહીં જવા માટે કેટલાક અંતર સુધી ટ્રેકિંગ કર્યા બાદ 500 મીટરની સીડીઓ પણ ચડવી પડે છે. દોસ્તો લોનાવાલા જનારા પર્યટકો આ જગ્યાની જરૂર વિઝિટ કરી શકે છે. પરંતુ લોનાવાલા, પુણે અને મુંબઇના લોકો માટે આ જગ્યા ખાસ છે, કારણ કે આ શહેરના લોકો દરેક વીકેન્ડમાં અહીં વિઝિટ કરવા આવે છે તો ચાલો આ કિલ્લા વિશે વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ.

કોરીગઢ કિલ્લાનો ઇતિહાસ
કોરીગઢ કિલ્લાના ઇતિહાસ વિશે તો કોઇ સચોટ જાણકારી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે 16મી સદીમાં આ કિલ્લાનું નિર્માણ થયું હતું. ઇતિહાસમાંથી મળતી જાણકારી અનુસાર આ કિલ્લા પર મરાઠા સામ્રાજ્યના મહાન યોદ્ધા છત્રપતિ મહારાજ શિવાજીએ કબજો કર્યો હતો. હાલના સમયમાં આ કિલ્લો ઐતિહાસિક રીતે ઘણા મહત્વનો છે.

કોરીગઢ કિલ્લા ટ્રેક
કોરીગઢ કિલ્લાનું ચઢાણ શરૂ કરતાં પહેલાં પોતાની ગાડીથી ઉતર્યા બાદ તમારે કેટલોક ટ્રેક કરવો પડશે. થોડાક દૂર સુધી ટ્રેક કર્યા બાદ તમે કોરીગઢ કિલ્લાની સીડીઓ સુધી પહોંચશો. જ્યાંથી કોરીગઢ કિલ્લા સુધી જવા માટે લગભગ 500 સીડીઓનું ચઢાણ કરવું પડે છે. ત્યારે તમે કોરીગઢ કિલ્લા સુધી પહોંચી જશો.

કોરીગઢ કિલ્લાના ટ્રેકિંગ દરમિયાન કઇ કઇ ચીજો સાથે લઇને જવું જોઇએ?
કોરીગઢ કિલ્લાના ટ્રેક દરમિયાન તમારે લીલીછમ ઝાડ-પાન વચ્ચેથી પસાર થવું પડશે, એટલે તમારે નાના-મોટા કીડી-મકોડાથી થોડું સાવધાન રહેવું પડશે. આ બધી ચીજોથી બચાવ કરવા અને ટ્રેકિંગ કરવામાં થોડીક સરળતા રહે, એટલે તમે તમારી પાસે એક સ્ટીક રાખી શકો છો. સાથે જ ટ્રેકિંગ માટે તમારે એક ટ્રેકિંગ શૂઝ પણ રાખવા જોઇએ, જેથી ટ્રેકિંગ કરવામાં તમને સરળતા રહે.

મૉનસૂન દરમિયાન કોરીગઢ કિલ્લામાં જવા માટે પોતાની પાસે એક રેઇનકોટ જરૂર રાખો. કારણ કે ચોમાસા દરમિયાન અહીં ભારે વરસાદ થાય છે. એટલે વરસાદથી બચવા માટે તમારે એક રેઇનકોટ લઇને જરૂર જવું જોઇએ.

જો તમે ચોમાસા દરમિયાન છત્રી લઇને કોરીગઢ કિલ્લો જવાનું વિચારી રહ્યાં છો તો તે તમારા માટે મોટી ભૂલ સાબિત થઇ શકે છે. કારણ કે મોનસૂન દરમિયાન વરસાદની સાથે-સાથે કોરીગઢ કિલ્લાની સીડીઓ પર પાણીની ધારા વહે છે, જેના કારણે લપસવાની સંભાવના પણ રહે છે. જો તમે છત્રી લઇને જશો તો છત્રી સંભાળવામાં દુર્ઘટના પણ થઇ શકે છે. કારણ કે પાણીના વહેણમાં સીડીઓ ચડવી કોઇ નાની વાત નથી.

જો તમે કોરીગઢ કિલ્લાની વિઝિટ કરવા માંગો છો તો ટ્રેકિંગ કરવા માટે તમારે તમારી સાથે પાણીની બોટલ અને ખાવા-પીવાની ચીજો જેવું કે બિસ્કિટ, સ્નેક્સ, ચૉકલેટ અને 250 ગ્રામની આસપાસ ડ્રાઇ ફ્રૂટ્સ વગેરે લઇને જઇ શકો છો, જેથી આ ટ્રેક પર ખાણી-પીણીને લઇને તમારે કોઇ સમસ્યા ન વેઠવી પડે.
જંગલોની વચ્ચે પહાડ પર હોવાના કારણે શિયાળા દરમિયાન અહીં ઠંડી થોડી વધારે રહે છે. એટલે જો તમે શિયાળામા જવા માંગો છો તો તમારી સાથે ગરમ કપડાં રાખો.
કોરિગઢ કિલ્લામાં કોણે જવું જોઇએ?
ઉંચા પહાડો પર જંગલોની વચ્ચે હોવાના કારણે કોરીગઢ કિલ્લો ઘણી આકર્ષક સુંદરતા પ્રસ્તુત કરે છે, એટલે પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરે કોરીગઢ કિલ્લાની જરૂર વિઝિટ કરવી જોઇએ. સાથે જ ઐતિહાસિક વારસા પ્રત્યે આકર્ષિત થનારા પર્યટકો માટે પણ કોરીગઢ કિલ્લો એક સારુ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.
તૈલબૈલા ફોર્ટ

જો ટ્રેકિંગ તમારા માટે ઝનૂન છે તો તમારે તૈલબૈલા ફોર્ટ જરૂર જવું જોઇએ. લોનાવાલા નજીક આવેલો તૈલબૈલા ફોર્ટ સમુદ્રની સપાટીએથી 3322 ફૂટની ઊંચાઇએ આવેલો છે. આ ફોર્ટને મરાઠા સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જે ઘનગઢ ફોર્ટની નજીક આવેલો છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી આ એક સુંદર જગ્યા છે. જે તેના ટ્રેકિંગ રૂટ માટે જાણીતી છે. આ ફોર્ટ પુણેથી 100 અને મુંબઇથી 116 કિલોમીટર દૂર છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો