કોવિડ મહામારીનો ખૂબ કપરો સમય પસાર થયા બાદ કોઈ પણ વ્યક્તિ કોઈ આલીશાન જગ્યાએ લક્ઝુરિયસ રજાઓ વિતાવવા ઇચ્છતા હશે. અને લકઝરી માટે તાજથી બહેતર કોઈ હોય શકે? અને તેમાં પણ હિમાલયના પહાડોની સુંદરતા જાણે સોનામાં સુગંધ ભેળવે છે. બસ ત્યારે ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) અને તાજ દ્વારા બનાવવામાં આવેલી ધ તાજ ઋષિકેશ રિસોર્ટ એન્ડ સ્પા ખાસ બૂક કરશો!
ધ તાજ ઋષિકેશ
ઈશ્વરે ઉત્તરાખંડને પહેલેથી જ આટલી કુદરતી સુંદરતા આપી છે, તાજ જેવી નામાંકિત હોટેલ અહીં આવ્યા વગર ક્યાંથી રહે!? દેવભૂમિ ઉત્તરાખંડની આ પ્રાચીન જગ્યાએ 12.5 એકર વિસ્તારમાં અત્યાધુનિક સવલતો ધરાવતી ધ તાજ ઋષિકેશ શોભે છે.
શહેરથી 35 કિમી દૂર સિંગથળી નામનાં ગામમાં આવેલો આ રિસોર્ટ જાણે સ્વર્ગમાં હોવાની અનુભૂતિ કરાવે છે. અહીં રહેવાનો અનુભવ સાચે જ અવર્ણનીય છે.
કેવો છે આ રિસોર્ટ?
પહાડોને લગોલગ બનાવવામાં આવેલો આ રિસોર્ટ એટલો સુંદર છે કે અહીં ક્યાં સમય પસાર થઈ જાય છે તેનું ભાન જ નથી રહેતું. હરિયાળા જંગલો અને ભવ્ય પહાડોના શાનદાર વ્યૂ ધરાવતા અહીં કુલ 79 લકઝરી રૂમ્સ છે. આમ તો અહીં હંમેશા પવિત્ર માહોલ રહે છે, પણ સાંજની ગંગા આરતી વાતાવરણ ભાવવિભોર બનાવી દે છે. વળી, અહીં ધ ગ્રેટ વોલ ખાતે તમે રિવર રાફ્ટિંગનો રોમાંચ પણ માણી શકો છો.
તાજ ઋષિકેશ રિસોર્ટ એન્ડ સ્પામાં રિલેક્સ થવા માટે વિવિધ પ્રકારના સ્પા ઉપલબ્ધ છે. નવો જ ખુલેલો જાવા સ્પા ખૂબ જ આરામ અને શાંતિની અનુભૂતિ કરાવે છે. જ્યાં સુધી ભોજનની વાત છે, તમને પરંપરાગત પહાડી તેમજ ભારતનાં તમામ પ્રાંતમાં ખવાતું હોય તેવું અને ગ્લોબલ ભોજન મળી રહેશે. સવારે 7 થી રાત્રે 11 સુધી અહીંની રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ પકવાનોનો આનંદ લૂંટો.
વળી, કપલ્સ માટે તો આ જગ્યા બેસ્ટ છે! લકઝરી અને નેચરલ વ્યૂ બંનેનો દુર્લભ સંગમ છે આ રિસોર્ટમાં!
અહીંના કોઈ પણ રૂમમાં તાજની જાહોજલાલી સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યાધુનિક સગવડો અને યાદગાર મહેમાનગતિ તમારું મન મોહી લેશે. એડવેન્ચરનો શોખ ધરાવતા લોકો માટે અહીં વિશેષ વ્યવસ્થા છે. અહીં રોક ક્લાઇમ્બીંગ, કાયાકિંગ, રાફ્ટિંગ, હાઇકિંગ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
શ્રેષ્ઠ સમય: સપ્ટેમ્બરથી નવેમ્બર
લોકેશન: સિંગથળી, ઋષિકેશ-દેવપ્રયાગ રોડ, અમખોલી, ઉત્તરાખંડ
સંપર્ક: 01378 262 626
મૂલ્ય: 19,000 રૂ પ્રતિ રાત
નજીકમાં ફરવાલાયક સ્થળો:
લક્ષ્મણ ઝુલા, નીલકંઠ મહાદેવ મંદિર, બિટલ્સ આશ્રમ (ઇતિહાસ પ્રેમીઓ માટે), સ્વર્ગ આશ્રમ (યોગ અને ધ્યાનમાં રસ ધરાવતા લોકો માટે), પરમાર્થ નિકેતન (આયુર્વેદ, આદ્યાત્મ અને પ્રાચીન ભારતીય વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે)
દહેરાદૂનથી માંડ એક કલાકના અંતરે આવેલા આ રિસોર્ટમાં જવાનો આજે જ પ્લાન બનાવો!
ફોટો ક્રેડિટ: તાજ હોટેલ્સ
.