ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે રહસ્યોથી ભરેલી છે. જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. તમે જોયું જ હશે કે ભારતમાં દરેક જગ્યાએ રસ્તાઓનું નેટવર્ક છે. તમે જ્યાં પણ જશો ત્યાં તમને કોઈને કોઈ રસ્તો મળશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનો છેલ્લો રસ્તો ક્યાં છે અને તે કેવો દેખાય છે?
તમિલનાડુના આ નિર્જન ગામમાં છે ભારતનો છેલ્લો રસ્તો
આવા અનેક સવાલો છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવો પ્રશ્ન વારંવાર મનમાં આવે છે કે દુનિયાનો અંત ક્યાં છે. આવો જ એક પ્રશ્ન ઊભો થાય છે કે શું તમે જાણો છો કે ભારતનો છેલ્લો રસ્તો ક્યાં છે? જો તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ. વાસ્તવમાં, દેશનો છેલ્લો રસ્તો તમિલનાડુના એક નિર્જન ગામમાં છે, જે ધનુષકોડી તરીકે ઓળખાય છે.
આ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચેની એકમાત્ર પાર્થિવ સરહદ છે, જે પાલ્ક સ્ટ્રેટમાં રેતીના ટેકરા પર હાજર છે. આ ગામને ભારતની છેલ્લી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને તે આ રસ્તા પર છે, જેને ભારતનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.
ધનુષકોડી, ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર એવી જમીન સીમા છે જે પાક જળસંધીમાં બાલૂના ઢગલા પર આવેલી છે. તેની લંબાઇ માત્ર 50 યાર્ડ છે અને આ જ કારણે આ જગ્યાને દુનિયાના લઘુત્તમ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.
આ ગામને ઘણું જ રહસ્યમય માનવામાં આવે છે. ઘણાં લોકો આને ભૂતિયું પણ માને છે. આમ તો દિવસના સમયે લોકો અહીં ફરવા માટે આવે છે, પરંતુ રાત થતા પહેલા તેમને પાછા મોકલી દેવામાં આવે છે. અહીં રાતના સમયે રોકાવાની કે ફરવાની બિલકુલ મનાઇ છે. અહીંથી રામેશ્વરમનું અંતર અંદાજે 15 કિલોમીટર છે અને આખો વિસ્તાર સુમસામ છે. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં કોઇને પણ ડર લાગી શકે છે.
એવું નથી કે આ ગામ હંમેશાથી સુમસામ રહ્યું હોય. અહીં પહેલા લોકો રહેતા હતા. તે સમયે ધનુષકોડીમાં રેલવે સ્ટેશનથી લઇને હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટ ઓફિસ બધુ જ હતું. પરંતુ વર્ષ 1964માં આવેલા ભયાનક ચક્રવાતના કારણે બધુ જ સમાપ્ત થઇ ગયું. કહેવાય છે કે આ ચક્રવાતના કારણે 100થી વધુ યાત્રીઓની સાથે એક રેલગાડી સમુદ્રમાં ડુબી ગઇ હતી. ત્યારબાદ આ વિસ્તાર ઉજ્જડ થઇ ગયો.
ડિસેમ્બર 1964માં અહીં મોટી સંખ્યામાં ચક્રવાત આવ્યો હતો, જેના કારણે શહેર ખેદાન-મેદાન થઇ ગયું. વાવાઝોડામાં 1,800 લોકોના જીવ જતા રહ્યા હતા અને 100 યાત્રીઓવાળી એક ટ્રેન સમુદ્રમાં ડુબી ગઇ હતી. ત્યારબાદ સરકારે શહેરને માનવ આવાસ માટે અનુપયોગી જાહેર કર્યું, હાલ આ જગ્યા ખંડેરમાં ફેરવાઇ ગઇ છે. જો કે, ટાપુ હવે લગભગ 500 માછીમારો દ્વારા વસાવાયું છે જે ધનુષકોડીમાં પોતાની આજીવિકા માટે આખા શહેરમાં ફેલાયેલા લગભગ 50 ઝુંપડામાં રહે છે. ધનુષકોડીનો દુઃખદ ઇતિહાસના કારણે આને ભૂતોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં લોકોને દિવસમાં આવવાની અનુમતિ છે પરંતુ રાતમાં અહીંથી પાછા ફરી જવું પડે છે. તમને જણાવી દઇએ કે અહીંથી રામેશ્વરમનું અંતર 15 કિ.મી. છે.
રામસેતુ
કહેવાય છે કે ધનુષકોડી જ એ જગ્યા છે જ્યાંથી સમુદ્રની ઉપર રામસેતુનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે આ જગ્યાએ ભગવાન રામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ કર્યો હતો. જેની પર પસાર થઇને વાનર સેના રાવણની લંકા નગરીમાં પ્રવેશ કરી શકે. આ ગામમાં ભગવાન રામ સાથે જોડાયેલા ઘણાં મંદિર છે. એવી માન્યતા છે કે વિભીષણના કહેવા પર ભગવાન રામે પોતાના ધનુષના એક છેડાથી સેતુ (પુલ)ને તોડી નાંખ્યો હતો. જેના કારણે આ જગ્યાનું નામ ધનુષકોડી પડયું.
આ ગામમાં એક ઐતિહાસિક ઘટના પણ થઇ છે. હકીકતમાં વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં આયોજિત ધર્મ સંસદમાં ભાગ લેવા ગયા હતા ત્યારબાદ પાછા ફર્યા તો તેમણે ભારતમાં સૌથી પહેલા ધનુષકોડીમાં જ પોતાનો પગ મૂક્યો હતો. તે શ્રીલંકાના કોલંબો થઇને અહીં સુધી પહોંચ્યા હતા.
રામસેતુ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
1. વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામે જ્યારે શ્રીલંકા પહોંચવું હતું ત્યારે વાનરસેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું.
2. પુરાણો અનુસાર શ્રીલંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી વાનરસેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો.
3. એક માન્યતા અનુસાર રામસેતુ નિર્માણ પાંચ દિવસમાં થયું હતું. જેમાં પહેલા દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને 23 યોજન નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક યોજન આશરે ૧૩ થી ૧૫ કિલોમીટર લાંબુ હતું.
4. ધાર્મિક ગ્રંથો અનુસાર રામસેતુની લંબાઈ સો યોજન છે જ્યારે એની પહોળાઈ આશરે દસ યોજનની છે.
5. વાલ્મિકી રામાયણ અનુસાર રામસેતુના નિર્માણનું કામ વિશ્વકર્માના પુત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જિનિયર માનવામાં આવે છે.
6. રામસેતુ ભારતના દક્ષિણ-પૂર્વમાં રામેશ્વરમ અને શ્રીલંકાના પૂર્વોત્તરમાં મનના ટાપુની વચ્ચે ઉંચી નીચી ટેકરીઓની એક ચેન છે. સમુદ્રમાં આ ટેકરીઓની ઊંડાઈ પાંચ ફૂટથી લઈને ૩૦ ફૂટ વચ્ચેની છે.
7. કહેવાય છે કે ૧૫મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું પરંતુ ઇ.સ 1480માં આવેલા તોફાનમાં આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો