લાચુંગ ગંગટોકથી ૧૨૦કીમી દુર આવેલુ છે. પહાડી રસ્તો છે માટે પહોચ તાં ૬ થી ૭ કલાક લાગે છે. અમારા ટ્રાવેલ એજન્ટ પરમીટ તો બનાવડાવી પરંતુ પરમીશન મળવામાં મોડુ થયુ તેથી અમે અંદાજિત ૧૦ વાગ્યા આસપાસ લાચુંંગ જવા માટે નીકળ્યા. લાચુંગ જવા માટે રસ્તામાં ગાડીનો પણ પ્રોબ્લેમ આવ્યો. જેથી ગાડી બદલવી પડી. રસ્તામાં વોટરફોલ આવતા હતા. ત્યાં રોકાઈ અને ફોટા પાડી અમે આગળ વધ્યા.
![Photo of LACHUNG by DIPIKA CHANDALIYA](https://static2.tripoto.com/media/filter/nl/img/2144869/TripDocument/1641658390_20210415_150002.jpg.webp)
![Photo of LACHUNG by DIPIKA CHANDALIYA](https://static2.tripoto.com/media/filter/nl/img/2144869/TripDocument/1641658400_20210416_134225.jpg.webp)
રસ્તામાં મોટાભાગની હોટલ ઘરોમાં ચાલે છે. ઘરના સભ્યો જ ભોજન બનાવે છે.ચુંગથાગથી એક રસ્તો લાચેન તરફ જાય છે અને બીજો લાચુંગ તરફ. નદિયોના સંગમ પર અહીંયા હાઈડ્રોવીજળી ઘર પણ છે. પહાડી રસ્તામાં એક પહાડ પરથી બીજા પહાડ પર જવા માટે પહાડ ચઢવો પડે છે ત્યારબાદ પહાડ ઉતરવો પડે છે.ચારે બાજુ પહાડો એક બાજુ ખાઈ એમાં જંગલો અને હરીયાળી. અંદાજિત પહાડી વિસ્તારોમાં ૪ વાગ્યા આસપાસ રોજ વરસાદ આવે છે. અમને પણ રસ્તાતામાં વરસાદનો અનુભવ થયો.ઉત્તરી સિક્કિમમાં "પ્લાસ્ટીલ ફ્રી ઝોન" છે. રસ્તામાં આવતી ચેકપોસ્ટ દ્વારા ચેકીંગ પણ કરવામાં આવે છે. પર્યાવરણ નુ સન્માન કરવુ અને આગળની પેઢી તેનો આનંદ લઈ શકે.
"લાચુંગ અને લાચેન " ઉત્તરી સિક્કિમ જેની તુલના Swizerland સાથે થાય છે. અંગ્રેજ મુસાફર જોસેફ ડાલ્ટન સિક્કિમ ને સૌથી સુંદર ગામ કહ્યુ હતુ. અંદાજિત સાંજના ૭ કલાકે લાચુંગ પહોંચ્યા. અમે ત્યાં જૈન ગ્રુપ લાચુંગ આઈસ હોટલમાં રોકાણ. ત્યાં અમને વડોદરાના ગુજરાતી કપલ મળ્યા જેઓ અજય મોદી ટુર ઓપરેટર દ્વારા આવ્યા હતા. જૈન ગ્રુપ લાચુંગ આઈસ હોટલ પહાડ પર તેમજ લાચુગ ગામ પરથી ઉપર હતી. જેથી સંપુર્ણ નઝારો જોઈ શકાતો હતો. લાચુંગમાં ખુબ જ ઠંડી હતી તેથી અમારે રૂમ હીટર લેવુ પડયુ જેનો ચાર્જ ૪૦૦ એક દિવસનો હતો.