બરફથી ઢંકાયેલા પહાડો, ચારેબાજુ હરિયાળી અને વચ્ચે આવેલું નાનકડું ગામ. પહાડોમાં આવી જગ્યા શોધવી એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. ફરતી વખતે ઘણી વખત આવી જગ્યા મળી જાય છે, પરંતુ ક્યારેક આવા અદ્ભુત સ્થળે જવા માટે સારું પ્લાનિંગ પણ જરૂરી છે. આવું જ એક છુપાયેલું ગામ છે હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં આવેલું કુટલા.
કુટલા ગામ હિમાચલ પ્રદેશનું એક નાનકડું ગામ છે. કુટલા ગામ તોષથી થોડાક કિલોમીટર દૂર છે. આ સ્થળ પ્રવાસીઓની નજરોથી દૂર છે. આ ગામમાં ખૂબ જ હળવાશ અને શાંતિ છે અને આ જ આ સ્થળની ખાસિયત છે. કુટલામાં ચારે બાજુ ઘાસના મેદાનો છે જે આ સ્થળને વધુ અદભૂત બનાવે છે. જો તમે આવા અદ્ભુત સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો પહોંચી જાઓ પાર્વતી ખીણના આ ગામમાં.
કેવી રીતે પહોંચવું
ફ્લાઇટ: જો તમે ફ્લાઇટ દ્વારા કુટલા ગામ જવાનું વિચારી રહ્યા છો, તો નજીકનું એરપોર્ટ ભુંતર છે. ભુંતર એરપોર્ટથી, તમે ટેક્સી અથવા બસ દ્વારા તોશ પહોંચી શકો છો. ભુંતર થી તોશ 50 કિ.મી. ના અંતરે છે. તોશથી તમે કુટલા ગામ સુધી ટ્રેક કરી શકો છો.
બસ દ્વારા: જો તમારે બસ દ્વારા કુટલા ગામ જવું હોય, તો દિલ્હીથી તોશ માટે સીધી બસ છે. દિલ્હીથી તોશ પહોંચવામાં ઓછામાં ઓછા 16 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત મનાલી અને ભુંતરથી તોશ માટે પણ બસો ચાલે છે. તોશથી તમે કુટલા ગામ જઈ શકો છો.
શું કરવું?
ગામ જુઓ
જો તમારે કોઈ નવી જગ્યા યોગ્ય રીતે જોવી હોય તો તે જગ્યાને પગથી માપી લો. તમે હંમેશા તે સ્થળ વિશે સારી રીતે પરિચિત હશો. તમારે કુટલા ગામને પગપાળા જ જોવું જોઈએ. કુટલા ગામ નાનું છે, તેથી તમને અહીં ફરવાની મજા આવશે. આસપાસ ફરતી વખતે તમે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી શકો છો જે ફરવાની અસલી મજા આપે છે. બરફથી ઢંકાયેલા પહાડો અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી જોઇને તમને કુટલા ચોક્કસપણે ગમશે.
ગ્લેશિયર પોઈન્ટ
જો તમે કુટલા ગામમાં જાઓ છો, તો તમે અહીં ગ્લેશિયર પોઈન્ટ પણ જોઈ શકો છો. પહાડોમાં ગ્લેશિયર જોવાનો એક અલગ જ આનંદ છે. કુટલા ગામથી થોડે દૂર એક ગ્લેશિયર પોઈન્ટ છે. આ ગ્લેશિયર પોઈન્ટ સુધી પહોંચવા માટે લગભગ 45 મિનિટ સુધી ટ્રેકિંગ કરવું પડે છે. આ રસ્તો ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. તમારી સાથે એક સ્થાનિકને લો જેથી તમે રસ્તો ન ભુલી જાઓ. જો તમારી પાસે સમય હોય, તો કુટલા ગામ નજીક સ્થિત ગ્લેશિયર પોઈન્ટની મુલાકાત લો.
ટ્રેક
કુટલા ગામમાં પહોંચતા પહેલા તમારે ટ્રેકિંગ કરવું પડશે. ખરેખર તોષથી કુટલા ગામનું અંતર લગભગ 3 કિમી છે. કુટલા ગામ સુધી કોઈ સાધન જતું નથી. તમારે તોષથી કુટલા સુધી ટ્રેકિંગ કરવું પડશે. આ ટ્રેક બહુ મુશ્કેલ નથી, પરંતુ સામાન સાથે ચાલવાથી થાક ચોક્કસ લાગશે, પરંતુ તમારી આસપાસનો નજારો તમારો બધો થાક દૂર કરી દેશે.
વોટરફોલ
પર્વતોમાં ધોધ હોવો સૌથી સુંદર વસ્તુ ગણાય છે. આવી શાંત જગ્યાએ ધોધ હોવો એ કેક પર બરફ લગાવવા જેવું છે. જ્યારે તમે તોષથી કુટલા ગામ તરફ જશો ત્યારે તમને ધોધ જોવા મળશે. તમે રસ્તામાં રોકાઈ શકો છો અને આ ધોધની સુંદરતાનો આનંદ લઈ શકો છો અથવા તમે પાછા ફરીને આ સ્થળની મુલાકાત લઈ શકો છો. કુટલા અને તોશની વચ્ચે આવેલો આ ધોધ ખૂબ જ સુંદર છે. તમારે આ ધોધ જોવો જ જોઈએ.
ક્યારે જવું?
પાર્વતી ખીણના કુટલા ગામને જોવાનો શ્રેષ્ઠ સમય મે થી જુલાઈ છે. આ સમયે ચારે બાજુ હરિયાળી હોય છે જેથી તમે આ જગ્યાને સારી રીતે જોઈ શકશો. શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે તેથી શિયાળા અને વરસાદની મોસમમાં કુટલા ગામની મુલાકાત લેવાનું ટાળો. કુટલા ગામની વાસ્તવિક સુંદરતા તમને ઉનાળામાં જ જોવા મળશે.
ક્યાં રહેશો
કુટલા ગામ નાનું છે પરંતુ તમને અહીં રહેવા માટે ઘણા વિકલ્પો મળશે. આ ગામમાં કેટલીક હોટલો પણ છે જ્યાં તમે રોકાઈ શકો છો. આ ઉપરાંત કુટલા ગામમાં ઘણાં હોમસ્ટે છે. હોમસ્ટેમાં, તમે સ્થાનિક લોકો સાથે રહી શકો છો અને સ્થાનિક ખોરાક ખાવાની તક પણ મળશે. જો તમને તક મળે, તો પાર્વતી ખીણના આ સુંદર અને જીવંત ગામની મુલાકાત લો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો