ક્રાબી- સાઉથ થાઈલેન્ડમાં એક બેસ્ટ હોલિડે ડેસ્ટિનેશન છે...ક્રાબીના દરિયા કિનારા, ત્યાંના આઈલેન્ડ અને એડવેન્ચરસ એક્ટિવિટીઝની ભરમાર પર્યટકોને આકર્ષતી હોય છે...ત્યારે ક્રાબીમાં હરવા ફરવા અને એક્સ્પ્લોર કરવા માટે એટલા બધા ઓપ્શન છે કે કોઈ પણ મુંઝવણમાં મુકાઈ જાય કે આખરે કરવું શું. પણ આ બ્લૉગમાં તમારા માટે બેસ્ટ જગ્યાઓની કરીશું વાત...ક્રાબી જવું કેવી રીતે...ત્યાં ઘુમવું કેવી રીતે...અહીં કેવી એક્ટિવિટીઝ થાય છે અને ક્રાબી જતા ધ્યાન શું રાખવું...ટુંકમાં ક્રાબીની સફરને કઈ રીતે બેસ્ટ બનાવવી એની કરીએ વાત.
ક્રાબી જવું કેવી રીતે ?
ક્રાબી દક્ષિણી થાઈલેન્ડમાં આવેલું છે અને સડકમાર્ગ અને સમુદ્રી માર્ગથી જોડાયેલું છે. ક્રાબી જવા માટે સૌથી સરળ છે વિમાન માર્ગે ક્રાબી ઈન્ટરનેશનલ એરપોર્ટ કેબીવી પહોંચવું જ્યાંથી તમ ટેક્સી કરી શકો કે કાર રેન્ટ પર લઈ શકો. જો બેંગકોકથી જઈ રહ્યા છો તો ક્રાબી માટે ડાયરેક્ટ ફ્લાઈટ લઈ શકો જે લગભગ 1.5 કલાકમાં પહોંચાડી દે. બેંગકોકથી ક્રાબી માટે બસ દ્વારા પણ મુસાફરી કરી શકો જેમાં લગભગ 10 થી 12 કલાક લાગે છે. જો આપ ફુકેતથી જઈ રહ્યા છો તો ફુકેતથી ક્રાબી જવા માટે ફેરીમાં જઈ શકો. 2 કલાકમાં તો ક્રાબી પહોંચી જશો.
એરપોર્ટથી ટ્રાન્સપોર્ટેશન
એરપોર્ટ ક્રાબી શહેરથી લગભગ 25 કિમી દૂર આવેલું છે. ટેક્સી, બસ અને પ્રાઈવેટ કાર્સ સહિત એરપોર્ટથી શહેર જવા માટે તમને અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન વેહિકલ્સ મળી રહેશે. જો કે ટેક્સી કરવી તમને મોંઘી પડી શકે છે પરંતુ સુવિધાયુક્ત રહે છે. લગભગ 600 બાહત જેવો ખર્ચ કરવો પડી શકે. જો કે ટેક્સી પર ખર્ચ કરવા ન માગતા હો તો ક્રાબી શહેર સુધી પહોંચવા માટે તમે બસમાં જઈ શકો. પરંતુ એરપોર્ટથી માત્ર એક બસ ક્રાબી શહેર માટે જાય છે જે ઘણીવાર નથી ચાલતી. બસનું ભાડું 150 બાહત છે પરંતુ બસ માટે તમારે રાહ જોવી પડી શકે છે. ન ટેક્સી ન બસ બંનેની વચ્ચેનો પણ એક ઓપ્શન છે પ્રાઈવેટ કારનો. એરપોર્ટ પર આપના આવાગમન માટે પ્રાઈવેટ કાર કરકી લો જે તમને લગભગ 400 થાઈ બાહતના ભાડામાં તમારી હોટેલ સુધી પહોંચાડે છે. જો તમે ગૃપમાં સફર કરીરહ્યા છો અને સામાન પણ વધારે છે તો પછી પ્રાઈવેટ કાર કરી લેવી તમારા માટે વધારે સુવિધાજનક રહે છે.
ક્રાબીમાં ફરવું કેવી રીતે ?
ટેક્સી અને ટુકટુક, બાઈક, કાર કે પછી હોડી દ્વારા હરવા ફરવાની મજા માણી શકાય છે...ટેલ બોટ તો સહેલાણીઓને ખુબ જ પસંદ આવે છે. જે તમે રેન્ટ પર લઈ શકો. જો તમે સમુદ્રકિનારાની મુલાકાત લેવા ઈચ્છો છો તો ટેલબોટ્સ દ્વારા ઘુમી શકો છો. જેના માટે પ્રતિ વ્યક્તિ લગભગ 100 બાહત જેવો ખર્ચ થશે જે ક્રાબી સિટીથી રેલ્વે બીચ કે એઓનાંગ બીચ સુધી લઈ જશે. તમે તમારી સહુલિયત પ્રમાણે બાઈક અથવા કાર પણ રેન્ટ પર લઈ શકો છો.
ક્રાબીમાં માણવાલાયક સ્થળો
ક્રાબી એટલે માત્ર સુંદર દરિયા કિનારો કે પછી જંગલો જ નહીં...પરંતુ આપના પ્રવાસને યાદગાર બનાવવા માટે ઘણી બધી એક્ટિવિટીઝ અને શાનદાર ટુરિસ્ટ સ્પોટ્સ પણ છે અહીંયા. તમે ઘણી બધી એવી જગ્યાઓ એક્સ્પ્લોર કરી શકો છો જ્યાં તમે તમારો ક્વોલિટીટાઈમ વિતાવી શકો.
1. ફ્રા નાંગ
ફ્રા નાંગ ક્રાબીનો સૌથી બેસ્ટ , સૌથી ખૂબસૂરત દરિયાકિનારો છે...હરિયાળીથી છવાયેલી ટેકરીઓની વચ્ચે આવેલો આ સમુદ્રી વિસ્તાર ઘુમવાનો અને તેની સુંદરતાને માણવાનો મોકો ચૂકવા જેવો નથી. ફ્રા નાંગનો દરિયાકિનારો એકદમ સ્વચ્છ, સફેદ રેતીથી ઢંકાયેલો છે જ્યાં પાણીની પારદર્શકતા તમને આશ્ચર્યચકિત કરશે. પાણી પર ઉઠતી હળવી લહેરો અને આહલાદક વાતાવરણને માણવું એક યાદગાર બની રહે. પાણીમાં તરતી નાવડીઓ પર તમને લોકલ ફુડ મળી રહે છે...કારણ કે ફ્રા નાંગ પર કોઈ રેસ્ટોરન્ટ મળવી મુશ્કેલ છે. જો કે ઈસ્ટ રેલવે વિસ્તારમાં તમને ફુડ મળી શકે છે. જો કે ફ્રા નાંગની મુલાકાત લેવા માટે ટેલબોટ દ્વારા વહેલી સવારે પહોંચી જવું હિતાવહ છે.
2. રેલવે બીચ
રેલવે બીચ...આ ખૂબસૂરત દરિયા કિનારા પર માત્ર અને માત્ર બોટ દ્વારા પહોંચી શકાય કારણ કે આ જગ્યા ઊંચી ઊંચી ટેકરીઓથી ઘેરાયેલી છે..રોક ક્લાઈમ્બિંગ કરવું છે કે પછી કાયાકિંગ...આ બેસ્ટ સ્પોટ છે...અહીનીં ચમકીલી રેતી પર આરામ ફરમાવવો કે પછી બ્લ્યૂ બ્લ્યૂ પાણીમાં તરવાની પણ મજા તમે માણી શકો છો. રેલવે બીચની દુનિયા જ કંઈક અલગ છે..અહીં દરિયાકિનારાની ખૂબસૂરતી તો છે જ પરંતુ સાથે જ પ્રાકૃતિક ગુફાઓ, લગૂન પણ તમને આકર્ષિત કરી દે. રેલવેબીચ એક પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ હોવાને લીધે અહીં તમને ઘણી શોપ્સ, રેસ્ટોરાં કે લક્ઝરી હોટેલ્સની સુવિધાઓ મળી રહે છે...તો ઈસ્ટમાં તમને મેંગ્રોવ અને થાઈ બોક્સિંગ સ્કૂલ જોવા મળી શકે..આરામપ્રિય પ્રવાસીઓ અહીં મજાથી આરામદાયક પળો માણી શકે છે તો ડાઈવિંગ, અંડરવોટર ફોટોશૂટ માટે પણ જઈ શકે છે.
3. એઓ નાંગ
એઓનાંગ આંદામાન સમુદ્રના તટ પર ક્રાબીનો મેઈન દરિયા કિનારો છે...વિશાળ રેતીલો દરિયાકિનારો કે જે આઈલેન્ડની સુંદરતા પ્રદર્શિત કરે છે જ્યાં હરિયાળીથી છવાયેલા ચૂનાના પથ્થરની ટેકરીઓ જોવા મળે છે...લગભગ 1.5 કિમી લાંબો બીચ સોનેરી-ભુરી રેતીથી ઢંકાયેલો છે..ખુબ જ શાંત સમુદ્રનો નજારો અહીં જોવા મળે છે..એઓનાંગ ક્રાબીનો સૌથી લોકપ્રિય સમુદ્રકિનારો છે..અહીં મોટા ભાગે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે અહીં પેરાસેલિંગ, વોટર સ્કીઈંગ કે જેટ સ્કીઈંગ નહીં પરંતુ વિંડ સર્ફિંગ, ડાઈવિંગ કે કટમરેન જેવી એક્ટિવિટીઝ જ કરી શકાય છે. અહીં છાંયડાનો અભાવ હોવાને કારણે તમારે છત્રી લઈને જવી વધુ હિતાવહ છે. તો તમે હોટલ્સમાં છત્રી કે સન લાઉંજર રેન્ટ પર લઈ શકો છો.
4. માયા બે
સાગરખાડીમાં આવેલો માયા બે સ્વર્ગ સમાન સુંદરતા ધરાવે છે જ્યાં ધ બીચ ફિલ્મના એક દ્રશ્યનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. વનસ્પતિઓથી છવાયેલી ટેકરીઓ વચ્ચે આવેલો માયા બે ખૂબસૂરત સમુદ્રરંગ ધરાવે છે જ્યાં ફિરોઝા રંગનું પાણી જોવા મળે છે. સાગરની સુંદરતા નિહાળવાના શોખીનો અહીં પોતાના સમયને માણી શકે છે પરંતુ અહીં ભોજન અને પાણીની વ્યવસ્થા સાથે રાખવી જરુરી છે.
5. ક્રાબી એલિફન્ટ સેન્ચ્યૂઅરી
થાઈલેન્ડમાં હાથીઓને ખુબ જ ખાસ માનવામાં આવે છે ત્યારે ક્રાબીમાં એક ખુબ જ સુંદર હાથી અભયારણ્ય પણ આવેલું છે., ,શહેરી કોલાહલથી દૂર હાથીઓની એક અલગ જ દુનિયા છે આ સેન્ચ્યુઅરી જ્યાં રેસ્ક્યૂ કરેલા, ઘાયલ કે પછી રિયાટર થયેલા હાથીઓને રાખવામાં આવે છે..આ હાથીની સાથે રમવાની તેમને નજીકથી નિહાળવાની અને તેમની મસ્તી જોવાની મજા માણી શકો તમે.
6. ટાઈગર કેવ ટેમ્પલ
આ બૌદ્ધ મંદિર ચૂનાના પથ્થરના કાર્સ્ટ જંગલમાં આવેલું છે અને તેમાં 12 મીટર ઊંચી સોનાની બુદ્ધ પ્રતિમા આવેલી છે. આ જગ્યાની આસપાસના રમણીય દ્રશ્યો જોવા અને માણવા માટે તમારે 1237 સીડીઓ ચડવી પડશે. એટલે પગમાં જોર રાખવું જરુરી છે.
7. થમ લોદ કેવ
લગભગ 10 કિમીથી પણ વધારે લાંબી એવી આ ગુફામાં હજારો ચામાચીડિયા જોવા મળે...અહીંની સફર દરમ્યાન તમને સ્ટેલેગ્માઈટ્સ, સ્ટેલેક્ટાઈટ્સ, કુદરતી પથ્થરોની સંરચના જોઈ શકો છો...જો કે અહીં ગુફામાં જમીન ખરબચડી અને ઉબડખાબડ હોવાને કારણે શૂઝ પહેરવાનું સુચન રહે છે.
દ્વીપોની દુનિયા ક્રાબી લગભગ 150 થી વધારે દ્વીપોથી બનેલું છે..જેમાં ઘણા નિર્જન છે. કોહ પોડા, કોહ ગાઈ ચિકન આઈલેન્ડ, કોહ ટબ અને કોહ મોર સહિત થાઈલેન્ડનાકેટલાક સૌથી ખૂબસૂરત આઈલેન્ડનીયાત્રા કરવા માટે એક બોટરાઈડ કરવી બહેતર રહેશે. મોટા ભાગની સફરમાં સ્નોર્કલિંગ ગિયર શામેલ હોય છે જેથી આપ સપાટીની નીચેની ટેકરીઓ વિશે જાણકારી મેળવી શકો. તો આ તમામ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ ઉપરાંત તમે ટુપ કાએક દરિયાકિનારાની મુલાકાત પણ લઈ શકો છો જ્યાં ટુપ કાએક નેશનલ પાર્ક આવેલું છે..એઓ નાંગથી લગભગ 20 કિમીના અંતરે આવેલા ટુપ કાએક જવા માટે તમે બાઈક કે કાર રેન્ટ પર લઈ શકો. જંગલમાં ફરવાના શોખીન પ્રકૃતિ પ્રેમીઓ માટે આ બેસ્ટ જગ્યા છે. તો અહીં વોટરફોલ અને ઓબ્ઝર્વેશન ડેક સાથે લગભગ 4 કિમીનો ટ્રેકિંગ ટ્રેલ પણ છે. અન્ય પ્રવાસી આકર્ષણોમાં પોડા દ્વીપ, બાંબૂ આઈલેન્ડ કે જે મ્યૂ કોહ ફી નેશનલ પાર્કનો હિસ્સો છે, કોહ પાક બિયા, કલોંગ મુઆંગ, નોપરત તારા બીચ, કોહ હોંગ, કોહ જુમો જેવા સુરમ્ય નજારા ધરાવતા સ્થળોનો પણ સમાવેશ થાય છે.
ક્રાબીની બહેતરીન સુંદરતા પર્યટકોનું મન મોહી લેતી હોય છે....સફેદ રેતીલા દરિયા કિનારા અને ક્રિસ્ટલ ક્લીયર બ્લ્યુ પાણી અહીંની ખાસિયત છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તો એક્ટિવિટીઝની ભરમાર છે ક્રાબીમાં જેમાં સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, કાયાકિંગ અને જંગલોની રોમાંચક સફર જેવા ફનફુલ ઓપ્શન્સ છે. ખૂબસૂરત વાતાવરણ અને નજારાઓનો આનંદ લેવા માટે વિચારતા હો તો ક્રાબી સે અચ્છા કુછ ભી નહીં...તો બસ નેક્સ્ટ હોલિડેઝ માટે અત્યારથી જ મનમાં ક્રાબીનું બુકિંગ કરી લેજો.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો