જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો

Tripoto
Photo of જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો 1/5 by Jhelum Kaushal

હિમાચલમાં રહેતા લોકોને તેમની સ્થાનિક ભાષાની સાથોસાથ ઘણા બધા હિબ્રૂ ભાષાના શબ્દો પણ સારી રીતે સમજાય છે. જેમકે શાલોમ (નમસ્તે), સ્ટીચા (ક્ષમા કરો), શ્રીતજલ (હાડકાં વગરનું માંસ) વગેરે.. અહીંના લોકો કોઈ પણ ભેદભાવ વિના ઇઝરાયલના લોકોને પોતાના ઘરે આવકારે છે અને તેમને ગરમાગરમ ભોજન પણ જમાડે છે.

આ દોસ્તીનું એક કારણ તેમનો સ્વાર્થ પણ છે. કારણકે પહાડોમાં બનેલા તેમના ઘરમાં રહેવા માટે ઇઝરાયલથી આવેલા લોકો સ્થાનિકોના ખિસ્સા ડોલર્સથી ભરી દે છે.

Tripoto हिंदी के इंस्टाग्राम से जुड़ें

ઇઝરાયલની સૌથી મોટી ટ્રાવેલ એજન્સી ઇઝરાયલ સ્ટુડન્ટ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર દર વર્ષે 30,000થી વધુ લોકો એશિયા અને આફ્રિકાના પ્રવાસે જાય છે. આ પ્રવાસીઓની ઉંમર મોટા ભાગે 20 થી 24 વર્ષની હોય છે જેમણે ઇઝરાયલમાં ફરજિયાત એવી રક્ષા દળોની સૈન્ય સેવા પૂરી કરેલી છે.

Photo of જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો 2/5 by Jhelum Kaushal

નવયુવાનો અને યુવતીઓની દુનિયા ખેડવાની વૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત છું. તાજેતરમાં જ મારી હિમાચલની મુલાકાત દરમિયાન મેં કેટલાક ઇઝરાયલના વતનીઓ સાથે આ વિષે ચર્ચા કરી હતી. તેઓ આવું શું કામ કરે છે તે કારણો આ મુજબ છે:

પરંપરા બની ગઈ છે

ત્રણ વર્ષ સેનામાં કામ કરીને લોકો કંટાળી જાય છે. ઇઝરાયલના જેરૂસલેમમાં આવેલી હિબ્રૂ વિશ્વવિદ્યાલયના એક છાત્ર ડેનિયલ બર્નોયા એ જણાવ્યું હતું કે તે જ્યારે સેનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ નિયમ તોડવા બદલ તેણે પેલેસ્ટાઇનના કોઈ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ માટે તેની ટુકડી પર પથ્થરમારો થયો હતો. પરિસ્થિતિ એટલી બધી વણસી કે તેણે ગાળ કે ગોળી બેમાંથી એક પસંદ કરવાનો વારો આવ્યો.

Photo of જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો 3/5 by Jhelum Kaushal

સેનાનું જીવન જીવ્યા બાદ સામાન્ય નાગરિક તરીકેની સાધારણ જિંદગીમાં પાછા ફરવામાં પ્રવાસ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી તેઓ સ્વતંત્રતા અનુભવે છે અને આરામ પણ કરી શકે છે. ડેનિયલે ભારત, નેપાળ અને કઝાકિસ્તાનમાં રહીને ટ્રેનિંગ કર્યા બાદ પોતાના દેશ પાછા ફરીને તેનો અભ્યાસ પૂરો કર્યો છે.

મને એક વાતની બહુ નવાઈ લાગી કે પ્રવાસ કરતાં દરેક વ્યક્તિને ફરવાનો શોખ હોય જ એવું જરૂરી નથી. અમુક લોકો શોખ વગર પણ ફરતા હોય છે. બોવાઝ નામનો એક છોકરો મને ધર્મશાળામાં મળી ગયો હતો. તેના જણાવ્યા અનુસાર સેનામાં અમુક વર્ષો વિતાવ્યા બાદ સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે ફરવા જવું એ એક પરંપરા બની ગઈ છે અને અમે સૌ એ જ અનુસરીએ છીએ.

મોજીલું જીવન

આ લોકો ભારતમાં આવતાની સાથે જ તાજ મહલ જોવા નથી ભાગતા. તેમને હિમાચાલનું કોઈ નાનું ગામ, ગોવાના શાંત કસબા કે દક્ષિણ ભારતમાં કોઈ કુદરતી જગ્યાએ સમય વિતાવવો ખૂબ પસંદ છે. જો તમને ક્યાંક કોઈ ઇઝરાયલનો વ્યક્તિ મળી જાય તો પૂરેપૂરી શક્યતા છે કે ત્યાં ઘણાય ઇઝરાયલી રહેતા હોય.

Photo of જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો 4/5 by Jhelum Kaushal

ભારતમાં આરામ કરવા આવતા આ લોકો માટે હિમાચલ સૌથી મનપસંદ જગ્યા છે. ખાસ તો પાર્વતી વેલી. અહીં શાંત વાતાવરણમાં નશો કરવાની પણ મજા આવે છે, રેવ પાર્ટી પણ થાય છે, કોઈ પણ રોકટોક વગર. એટલે કશું કરવું હોય કે પછી માત્ર આરામ કરવો હોય તે માટે વિદેશીઓ અહીં સંપૂર્ણ સ્વતંત્ર છે.

“અમારામાંના કેટલાય લોકો બપોરે જાગે છે. ખાઈપીને નેટ શરુ કરે છે અને આમ જ અડધો દિવસ વીતી જાય છે. રાતે જમીને ફરીથી સૂઈ જાય છે.” અમેરિકી યહૂદી આઈલા રેશે જણાવ્યું હતું.

કસોલની બજારના છેડે ઇઝરાયલના લોકોનું એક પ્રાર્થના સ્થળ પણ આવેલું છે જેને શબથ કહેવાય છે. અહીં કોઈ પણ લોકો આવી શકે છે. અહીં એક પૂજારી રહે છે અને આ જગ્યા ખૂબ સુંદર રીતે સજાવેલી છે.

સસ્તું છે

પહાડોમાં ખર્ચો ઓછો થાય છે અને મની એક્સ્ચેન્જ રેટ અનુસાર જોઈએ તો તો તેમને વધુ સસ્તું પડે છે. નાના ગામમાં રહેવાનો એક દિવસનો ખર્ચો 1200-1500 રૂ, એટલે કે માંડ 25 ડોલર્સ જેટલો થાય છે. આ કારણે ઇઝરાયલના લોકો અહીં આરામથી 6 મહિના કે એક વર્ષ જેટલો સમય રોકાઈ શકે છે.

Photo of જાણો શું કામ પોતાનો દેશ છોડીને ભારતમાં વસી રહ્યા છે ઇઝરાયલ આ હીપ્પી લોકો 5/5 by Jhelum Kaushal

દુશ્મન દેશોનો પાડોશ

ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રીજા ભાગ જેટલા વિસ્તારમાં વસેલો ઇઝરાયલ એક ઘણો નાનો દેશ છે અને તેની ફરતે બધા જ દુશ્મન દેશો આવેલા છે. આ માટે ફરવા માટે તેઓ પૂર્વના દેશોમાં આવવાનું પસંદ કરે છે. તેમાં પણ ભારત તેમનું પ્રિય સ્થળ છે કેમકે અહીં તેમની સાથે કોઈ ભેદભાવ નથી થતો. ઇઝરાયલના લોકોનો યોગ અને સાધના પ્રત્યેનો લગાવ પણ એક મહત્વનું કારણ ગણી શકાય.

તો આ હતા ઇઝરાયલના લોકોનાં ભારતમાં રહેવાના કારણો. અમુક લોકો ડ્રગ્સના રવાડે પણ ચડી જાય છે પણ મોટા ભાગના લોકો ખૂબ વ્યવસ્થિત છે. અમુક સાથે હું હજુ પણ સંપર્કમાં છું. ઇઝરાયલના લોકો માટે કહી શકાય કે: તેમને તમે પસંદ કરો કે નાપસંદ કરો, પણ તેમની અવગણના ન કરી શકો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads