અંદામાન ટાપુઓનું વાદળી પાણી અને નરમ રેતી ભારત માટે આશીર્વાદરુપ છે. આ ટાપુઓની વધતી જતી લોકપ્રિયતા સાથે, પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરવાનું પસંદ કરવાને બદલે અંદામાન ટાપુઓની આકર્ષક દરિયાઈ જીવસૃષ્ટીને માણવા માંગે છે. આ સુંદર પરંતુ પ્રવાસીઓની નજરથી હજુ દૂર રહેલા ઉષ્ણકટિબંધીય ટાપુમાં તમારા આગામી વેકેશનનું આયોજન કરવાનું વિચારતા હોવ તો તૈયાર થઇ જાઓ. ભારતમાં અંદામાન ટાપુઓની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે, જો તમારે આ જાણવું હોય તો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો.
ઘણાં ઓછા સમય માટે હવામાન ચોખ્ખુ રહેતું હોવાથી દરેક માટે તે અનૂકુળ નથી રહેતું. તો અમે તમને જણાવીશું કે અંદામાનની યાત્રા માટે સૌથી સારા મહિનાથી લઇને સસ્તા મહિના સુધી તમે હવામાનની અનુકૂળતા અનુસાર તમારી ટૂરનું આયોજન બનાવી શકો છો.
અંદામાન ટાપુઓ
ઉનાળા અને શિયાળામાં અંદામાન - પીક સીઝન
જ્યારે ટાપુ સુંદર ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે ત્યારે ઉનાળાની ઋતુ આંદામાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.
ઉનાળાના મહિનાઓ: અંદામાનમાં ઉનાળો એપ્રિલથી જૂન સુધીનો હોય છે. આ સમયે આખો ટાપુ ગરમ હોય છે અને ચારે બાજુ સુંદર દરિયાઈ પવન સાથે હરિયાળીથી ઘેરાયેલું હોય છે.
તાપમાન: દિવસનું સરેરાશ તાપમાન 28 થી 34 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં હોય છે, જ્યારે રાત્રી દરમિયાન પારો થોડોક નીચે જતાં તાપમાન ઘટીને 24 થી 27 ડિગ્રી સુધી જાય છે. એટલે દિવસ કરતાં રાત થોડીક વધારે ઠંડી હોય છે. ઉનાળાની ઋતુ દરમિયાન, ટાપુની ઉષ્ણકટિબંધીય ભવ્યતા તેની ટોચ પર હોય છે. હેવલોકમાં આવેલા રાધાનગરની તમારે અવશ્ય મુલાકાત લેવી જોઇએ. તમને અહીં અદભૂત સૂર્યના બેકગ્રાઉન્ડમાં દરિયા કિનારે લટાર મારવાની મજા પડશે. રોસ અને સ્મિથ આઇલેન્ડ બીચ, નીલ આઇલેન્ડનો લક્ષ્મણપુર બીચ અને પોર્ટ બ્લેયરનો વાંદૂર બીચ આંદામાન ટાપુઓમાં જોવાલાયક સ્થળો પૈકીના એક છે.
શિયાળાના મહિનાઓ: ટેકનિકલી અંદામાન 'શિયાળો' બિલકુલ અનુભવાતો નથી.
તાપમાન: ઑક્ટોબરથી લઇને માર્ચ સુધી અહીંની આબોહવા ખૂબ જ સુખદ અને ઠંડી હોય છે, જેમાં દિવસનું સરેરાશ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે અને રાત્રિના સમયે તાપમાન ઘટીને લગભગ 20 થી 22 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જોકે, આ મહિનાઓ દરમિયાન અહીં સખત ઠંડીનો અનુભવ નહીં થાય તેથી જો તમે શિયાળાની ઠંડી અને સબઝીરો તાપમાન શોધી રહ્યાં હોવ, તો આંદામાન યોગ્ય પસંદગી નથી.
પ્રવૃત્તિઓ: જો તમે વોટર સ્પોર્ટ્સ કરવા માટે ઉત્સુક છો, તો ઉનાળો એ અંદામાન ટાપુઓ પર જેટ સ્કીઇંગ, સ્કુબા ડાઇવિંગ, સર્ફિંગ, સ્નોર્કલિંગ, પેરાગ્લાઇડિંગ અને બીજી ઘણી દરિયાઇ રમતો રમીને તાજગી મેળવવાનો સૌથી સારો સમય છે.
ચોમાસામાં આંદામાન - ઓફસીઝન
અંદામાનમાં ચોમાસામાં ભારે વરસાદ થાય છે.
ચોમાસાના મહિનાઓ: અંદામાનમાં વરસાદની મોસમ જુલાઈથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે. તે બે ઋતુઓમાંની બીજી ઋતુ છે જે આંદામાનને આકર્ષે છે.
તાપમાન: દિવસ દરમિયાન 24 થી 32 ડિગ્રીની રેન્જમાં અને રાત્રિ દરમિયાન ઘટીને 22 - 27 સુધી જાય છે. આ સમયે અહીંનું વાતાવરણ આહલાદ્ક હોય છે. અંદામાનના ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં ભારે વરસાદ પડે છે જે લગભગ 300 મીમી જેટલો હોય છે. તેથી જો તમે એવા વ્યક્તિ છો કે જેને સતત વરસાદ ગમતો નથી, તો આ સીઝન તમારા માટે યોગ્ય પસંદગી ન હોઈ શકે.
પ્રવૃત્તિઓ: ચોમાસું વોટરસ્પોર્ટ્સ કરવા માટે યોગ્ય સમય નથી અને તેથી ચોમાસા દરમિયાન સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, સર્ફિંગ અને જેટ સ્કીઇંગ જેવા વોટર સ્પોર્ટ્સ બંધ રાખવામાં આવે છે. હવામાનને કારણે ફ્લાઇટમાં પણ ઘણીવાર વિલંબ થતો હોય છે. પરંતુ જો તમે આરામ કરવા અને થોડો વરસાદ માણવા માંગતા હો, તો તમારા માટે કેટલાક સ્પા સેશન, સારા ખોરાક અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો આ યોગ્ય સમય છે.
બોટમ લાઇન એ છે કે જો તમે આ ક્લાસિક ટાપુઓનો અનુભવ માણવા માંગતા હો, સૂર્યથી ભીંજાયેલા દિવસો બીચ પર ગાળવા માંગો છો તો ઉનાળો અને શિયાળો અંદામાન ટાપુઓની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ ઋતુઓ છે.
જ્યારે તમે અંદામાન ટાપુ પરવા જાઓ ત્યારે રહેવા માટે કયા સ્થળ બેસ્ટ છે તેના જાણવા માટે આ લેખ જુઓ:
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો