હિમાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ટૂરિસ્ટ પણ સૌથી વધુ હિમાચલ આવે છે. તો એક વાત જણાવો કે જ્યારે તમે હિમાચલ પ્રદેશ અંગે વિચાર કરો તો કઇ-કઇ જગ્યા તમારા મનમાં આવે? કસોલ, કસૌલી કે પછી મનાલી? પ્રામાણિકતાથી જણાવજો, આપણામાંથી મોટાભાગના લોકો માટે હિમાચલનો અર્થ મનાલી જવાનું જ હોય છે. પરંતુ પરંતુ શું હિમાચલની સુંદરતા ફક્ત મનાલીમાં જ છે? બિલકુલ પણ નહીં. મેં હિમાચલની સુંદરતા જોઇ અન અનુભવ કર્યો, તેનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. આ સુંદરતા અને મહેમાનગતિ મને હિમાચલના એક નાનકડા ગામમાં જોવા મળી, ભિલોલી. આ ગામ સુંદર હોવાની સાથે રહસ્યમય પણ છે.
જ્યારે મેં આ જગ્યાનું નામ સાંભળ્યું તો હું તેના વિશે જાણવા માંગતી હતી. ગૂગલમાં જઇને સર્ચ કર્યું તો ખબર પડી કે આ એક કોમ્યુનિટી વિલેજ હતું. અહીં આવનારા લોકોને વાસ્તવિક હિમાચલનો અનુભવ થાય છે. મને પણ ઉત્સુકતા જાગી અને મેં આ જગ્યાનું બુકિંગ કરી લીધું
ક્યાં છે આ ગામ?
ખજિયારથી 2 કિ.મી.દૂર આવેલું આ ગામ હજુ લોકોની નજરો થી દૂર છે. આ જગ્યા નોટઓનમેપ સંગઠનનો ભાગ છે. આ સંગઠન ટૂરિસ્ટોને એવી જગ્યાઓ પર લઇ જાય છે જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. ભિલોલી ગામ લગભગ 200 વર્ષ જનું છે એટલે અહીં પ્રકૃતિના અનેક રહસ્યો છુપાયેલા છે. તમે સ્થાનિક લોકોની સાથે લોકલ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકો છો.
લક્ઝરીથી દૂર, માનવતાની નજીક
જો તમે એવા વ્યક્તિઓમાં આવો છો જેમને મોટી મોટી હોટલ અને સારી સુવિધાઓની આદત છે. તો આ જગ્યા તેમના માટે બિલકુલ નથી. પરંતુ જો તમે રખડુ છો અને દરેક જગ્યાને બરોબર એક્સપ્લોર કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે છે. આ ગામના લોકો દરેકને પોતાનો પરિવાર માને છે. ગામના લોકોની રોજગારી અહીં આવનારા ટૂરિસ્ટોમાં થાય છે. તમે પણ આ ગામમાં જશો તો તેની મહેમાનગતિથી ખુશ થઇ જશો. તમને લાગશે કે તમે પોતાના ઘરમાં જ આવ્યા છો.
શું કરો?
1.સૂર્યોદય અને સૂર્યાસ્તને જુઓ
વહેલી સવારે ચા લઇને લાકડાની બેન્ચ પર બેસી જાઓ અને સૂરજના ઉગવાની રાહ જુઓ. જેટલો સુંદર અહીંનો સૂર્યાસ્ત છે એટલો જ રંગીન અહીંનો સૂર્યાસ્ત. જ્યારે તમે સૂરજને વાદળી આકાશમાં ડૂબતા જોશો અને પછી ચારે બાજુ ફેલાયેલી લાલીમા જોઇને તમે તેના દિવાના બની જશો.
2. હિમાચલી ભોજનનો સ્વાદ
ભિલોલીના વ્યંજનની વાત જ કંઇક અલગ છે. અહીં ચૂલામાં રસોઇ બને છે અને માટીના વાસણોમાં પીરસવામાં આવે છે. જેનાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. અહીં લોકો ખેતરમાંથી તાજી શાકભાજી તોડીને લાવે છે અને પછી તેનું શાક બનાવે છે. એક વ્યક્તિના ખાવાનો ચાર્જ 250 રૂપિયા થાય છે.
3. સ્થાનિક લોકો સાથે વાતચીત
અહીંના લોકો વાત કરવામાં સંકોચ નથી કરતા. તે તમારી સાથે ખુલીને વાત કરે છે અને ડાન્સ પણ કરે છે. કુલ મળીને આ ગામના લોકો સારા અને મિલનસાર છે.
4. ટ્રેકિંગનો અનુભવ
આ રહસ્યમયી ગામ પહાડોના શિખર પર વસ્યું છે. એટલે આ જગ્યા તમને ટ્રેકિંગ કરવા માટે ઘણાં વિકલ્પ આપે છે. ત્યાં સુધી કે આ ગામમાં પહોંચવા માટે તમારે રોટા ગામ/ચંબાથી ટ્રેક કરી શકો છો. જે પોતાનામાં એક શાનદાર અનુભવ છે. ટ્રેકિંગના શોખીનો માટે આ જગ્યા સારી છે.
5. આસપાસની ફેમસ જગ્યાઓ
તમારે આસપાસની ફેમસ જગ્યાઓ જરૂર જોવી જોઇએ. ભિલોલી ગામની પાસે ખજીયાર, કાલાતોપ સેંક્ચુરી, ચંબા છે. આ જગ્યાઓ પર આખુ વર્ષ પર્યટકો આવતા રહે છે. પરંતુ આ ગામ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. એટલે અહીં ભીડભાડ નથી અને પરમ શાંતિનો અનુભવ થાય છે.
ક્યારે જશો?
દરેક મોસમમાં આ ગામ અલગ દેખાય છે. શિયાળામાં આ જગ્યા બરફથી ઢંકાઇ જાય છે. ચોમાસામાં અહીં આસપાસ વાદળો તરતા જોઇ શકાય છે. જે સ્વર્ગ જેવું દ્રશ્ય ઉભું કરે છે. ગરમીઓમાં અહીં દૂર દૂર સુધી હરિયાળી, પહાડ અને વાદળી આકાશ જેવા નજારા જોવા મળે છે. એટલે એ નક્કી કરવાનું છે કે તમે આ ગામને કેવી રીતે જોવા માંગો છો?
કેવી રીતે પહોંચશો?
હિમાચલ પ્રદેશના ભિલોલી પહોંચવા માટે સૌથી પહેલા પઠાણકોટ પહોંચી જાઓ. ત્યાંથી ડેલહાઉસીની બસ પકડી લો અને ડેલહાઉસીથી રોટા ગામ કે ખજિયાર સુધી ટેક્સી બુક કરીને પહોંચો. ગામથી બે કિલોમીટર દૂર તમારે ટ્રેક કરવો પડશે. આ ટ્રેક નાનકડો છે પરંતુ સહેલો નથી. રસ્તામાં ઘણીવાર તમને થાક લાગશે. પરંતુ જ્યારે તમે આ ગામમાં પહોંચશો ત્યારે તમારો બધો થાક દૂર થઇ જશે.
વિલેજ ટ્રેક માટે સાથે રાખો આ સામાન
1. ટ્રેકિંગ શૂઝ
2. શિયાળામાં સારા ગરમ કપડાં
3. ગરમી અને ચોમાસામાં હલ્કા ગરમ કપડાં
4. એક સનસ્ક્રીન
5. મૉનસૂન દરમિયાન રેનકોટ
નોટઃ આ ટ્રેક અંગે તમે બિલકુલ પણ ચિંતા ના કરો કારણ કે ગામ સુધી પહોંચવા માટે તમારી સાથે ગામનો એક વ્યક્તિ જરૂર આવશે. જો તમને ટ્રેકિંગમાં સામાન ઉંચકવામાં મુશ્કેલી આવે તો તે તમારો સામાન પણ ઉંચકી લેશે. આ ગામમાં મારા 4 દોસ્તો સાથે ગઇ હતી અને 3 દિવસ રહી. સુંદર અને યાદોથી ભરેલી આ સફરમાં એક વ્યક્તિનો ખર્ચ 5,000 રૂપિયા થયો. છેલ્લો ફોટા સિવાય બધા ફોટો મેં ક્લિક કર્યા છે.
આ સુંદર ગામ પર એક મેં એક બ્લોગ બનાવ્યો છે. જો તમારે જોવો હોય તો નીચેની લિંક પર ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો