દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે

Tripoto

વર્ષ 2022માં આપણે દેશમાં અનેક અભિનેતા- અભિનેત્રીઓના અત્યંત આકર્ષક લગ્ન જોયા, પછી તે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ હોય કે પછી મોહિત રૈના અને અદિતિ શર્મા હોય. તાજેતરમાં ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બિગ ફેટ ઇન્ડિયન વેડિંગમાં યોજાનાર છે.

આ દંપતિને પરિચયની જરૂર નથી અને બંનેની જોડી ખૂબ સુંદર લાગે છે. ઘણી અટકળો બાદ આખરે અમારી પાસે સૂત્રો છે કે બંને ખરેખર લગ્ન કરી રહ્યા છે.

Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal

તો આવો જાણીએ લગ્ન ક્યારે અને ક્યાં થાય છે?

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રાજસ્થાનના જેસલમેરમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાશે. જેસલમેર શહેર તેની ભવ્યતા અને શાહી વાતાવરણ સાથે છેલ્લા કેટલાક સમયથી સેલેબ્સ માટે શાંત માટે વેડિંગ ડેસ્ટિનેશન પર જવાનું સામાન્ય થયું છે. આ શાનદાર લગ્ન જેસલમેર ખાતે આવેલા અત્યંત મનમોહક એવા સૂર્યગઢ પેલેસ ખાતે યોજાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કપલ પંજાબી રીતિ-રિવાજથી લગ્ન કરશે જેમાં હલ્દી, મહેંદી, સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવશે. પહેલા દિવસે સંગીત અને હલ્દી રહેશે અને બીજા દિવસે વિધિવત લગ્ન છે.

Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal

હલ્દીની થીમ મેરીગોલ્ડ અને યલો થીમવાળા આઉટફિટ્સ છે. આ કપલ નવા વર્ષની ઉજવણી કરવા દુબઈમાં જોવા મળ્યું હતું અને તે સમયે કિયારા લગ્ન માટે પ્લેલિસ્ટ પર ચર્ચા કરતી સંભળાઈ હતી. રાતા લામ્બિયાન ચોક્કસપણે પ્લેલિસ્ટમાં હોવાનું જ, કારણ કે તે બંને માટે હિટ ગીત અને ફિલ્મ રહ્યા હતા.

આ બે દિવસની સેરેમની હશે જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારો જ હાજર રહેશે. તેમના મહેમાનોની યાદીમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અશ્વિની યાર્ડી વગેરેનો સમાવેશ થાય છે.

આ કપલ મુંબઈમાં પોતાના બધા મિત્રો અને ઈન્ડસ્ટ્રીઝ માટે શાનદાર પાર્ટીનું આયોજન કરશે.

Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal

જેસલમેર અને ગુજરાતીઓ:

રાજસ્થાનના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પૈકી એક છે જેસલમેર. આ શહેર ‘ગોલ્ડન સિટી’ તરીકે ઓળખાય છે, તે તેના પીળા રેતી અને પથ્થરના સ્થાપત્ય દ્વારા અલગ પડે છે. જેસલમેરનો કિલ્લો એક વિશાળ પહાડી ગઢ છે, જે 99 ગુંબજથી ઘેરાયેલો છે. તેની વિશાળ દિવાલો પાછળ બહુ જ આકર્ષક એવો મહારાજાનો મહેલ અને મનમોહક રીતે કોતરાયેલા જૈન મંદિરો શોભે છે.

દેશ અને દુનિયાભરમાં પુષ્કળ પ્રવાસ કરતાં ગુજરાતીઓ માટે રાજસ્થાન એ સૌથી મનપસંદ ફરવાની જગ્યા છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ ન કહી શકાય. અને તેમાં પણ નિયમિત રીતે જેસલમેર અને તેની આસપાસના સ્થળો જોવા કોઈ વીકેંડ ટ્રીપ કરતાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે.

જેસલમેર શહેર અને તેની આસપાસ આવેલા લોકપ્રિય પ્રવાસન સ્થળો:

જેસલમેર કિલ્લો,

પટવા હવેલી,

ગડીસર સરોવર,

નાથમલ કી હવેલી,

સલામ સિંઘ કી હવેલી,

થાર હેરિટેજ મ્યુઝિયમ,

બડા બાગ,

જેસલમેર વૉર મેમોરિયલ

Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal
Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal
Photo of દર વર્ષે પુષ્કળ ગુજરાતી પ્રવાસીઓને આવકાર્યા બાદ જેસલમેર તૈયાર છે એક સેલેબ્રિટી વેડિંગ માટે by Jhelum Kaushal

કેવી રીતે જવું?

હવાઈ માર્ગે: જેસલમેરનું સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર એરપોર્ટ છે, જે લગભગ 300 કિમી દૂર છે.

રેલમાર્ગે: જેસલમેરનું પોતાનું રેલવે સ્ટેશન છે, અને તે ભારતના મુખ્ય શહેરો જેમ કે દિલ્હી, અમદાવાદ, મુંબઈ વગેરે સાથે સારી રીતે જોડાયેલું છે.

વાહન માર્ગે: રાજસ્થાન રોડવેઝ અને ખાનગી બસો, ટેક્સીઓ અને રેન્ટ-એ-કાર સેવાઓ, જેસલમેરથી જોધપુર, જયપુર, અજમેર, બિકાનેર, ઉદયપુર, માઉન્ટ આબુ, બાડમેર, અમદાવાદ અને નવી દિલ્હી માટે નિયમિત રીતે ચાલે છે.

તો ફરીથી વાત કરીએ બોલિવૂડના સેલિબ્રિટી કપલ અંગે:

શું કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર થયો છે?

કિઆરા કે સિદ્ધાર્થ મલ્હોત્રા તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ કોમેન્ટ કરવામાં આવી નથી. રેડિયો ફિવર એફએમ સાથે વાત કરતા સિદ્ધાર્થને તેના લગ્નની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે જવાબ આપ્યો કે, હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું.

આ દંપતિ વ્યાવસાયિક રીતે શું કામ કરે છે?

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મિશન મજનૂ' 20 જાન્યુઆરી 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. તેની પાસે એક વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ પણ છે જે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે અને ફિલ્મ યોદ્ધા પણ લાઇન અપ થશે. કિઆરા અડવાણી રામ ચરણની ફિલ્મ આરસી 15 પર કામ કરી રહી છે.

લગ્નગ્રંથિથી જોડાઈ રહેલા કિયારા અને સિદ્ધાર્થને ખૂબ શુભેચ્છાઓ!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads