ખલીયા ટોપ: ઉત્તરાખંડનું સ્થાન, જ્યાંથી વિશ્વના સૌથી સુંદર દૃશ્યો દેખાય છે.!

Tripoto
Photo of ખલીયા ટોપ: ઉત્તરાખંડનું સ્થાન, જ્યાંથી વિશ્વના સૌથી સુંદર દૃશ્યો દેખાય છે.! 1/3 by Romance_with_India

પહાડ સુકુન આપે છે! આ માત્ર બોલવા ખાતર નથી. જેઓ વારંવાર પહાડો તરફ વળે છે તેમને ખરેખર આવુ જ મહેસુસ કરતા હોય છે. પહાડો હંમેશા તેમની તરફ ખેંચે છે. આ વાદીઓમાં ખૂબ સુંદર નજારાઓ દેખાય છે. એવા નજારાઓ કે તમને પાછા આવવાનું મન જ નહીં થાય. તમે પછા પણ જતા રહો તો પણ ફરીથી પાછા આવવાનું મન થશે. આમ જ સુકુન મેળવે છે. આ પહાડોમાં એક સુંદર જગ્યા છે, ખલિયા. જ્યાંથી તમે વિશ્વના સૌથી સુંદર દૃશ્યોના સાક્ષી બની શકો છો. દરેક ઘુમક્કડે ઉત્તરાખંડમાં આ સ્થાનની મુલાકાત લેવી જ જોઇએ.

Photo of ખલીયા ટોપ: ઉત્તરાખંડનું સ્થાન, જ્યાંથી વિશ્વના સૌથી સુંદર દૃશ્યો દેખાય છે.! 2/3 by Romance_with_India

સુંદર નજારાઓ લઈને બેઠેલુ ખલિયા ટોપ સમુદ્ર સપાટીથી 3,500 મીટરની ઊંચાઇએ સ્થિત છે. ખલિયા ટોપ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામા મુનસ્યારી નજીક સ્થિત છે. જો તમારે આ સ્થળને સુંદર રીતે જોવુ હોય તો તમારે ખકિયા ટોપ જવું જોઈએ. તમને અહીંથી પંચાચુલી, રાજરંભા, હરદૌલ અને નંદા કોટના શિખરો જોવા મળશે. જ્યારે તમે તમારી એકદમ નજીકથી પહાડોની ઉપર વાદળો તરતા જોશો ત્યારે તમને આ જગ્યા સાથે પ્રેમ થઈ જશે.

ખલીયા ટોપ ટ્રેક

દિવસ 1: કાઠગોદામથી મુનસ્યારી

ખાલિયા ટોપ એ ઉત્તરાખંડના સૌથી સુંદર ટ્રેકમાનો એક છે. જે લોકો ટ્રેકિંગની શરુઆત કરવા માગતા હોય તેમના માટે આ સ્થાન પરફેક્ટ છે. ખલીયા ટોપ પહોંચવા માટે તમે સૌથી પહેલા કાઠગોદામ પહોંચો. તમે કાઠગોદામ બસ કે ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકો છો. દેવભૂમિ ઉત્તરાખંડ તેની સુંદરતાથી તમારું સ્વાગત કરશે. અહીંથી તમે બસ અથવા ટેક્સી દ્વારા મુનસ્યારી પહોંચી શકો છો.

બીજો દિવસ: મુનસ્યારીથી બલાતી બેંદ અને ભુજની

મુનસ્યારીથી 9 કિ.મી. દૂર બલાતી બેંદ નામનું એક શહેર છે. બીજે દિવસે કાર દ્વારા બલાતી બેંદ પહોંચો. અહીંથી ખલીયા ટોપ ટ્રેક શરૂ થાય છે. આશરે 6 કિ.મી. જેટલો આ ટ્રેક તમે એક દિવસમાં પૂર્ણ કરી શકો છો. બલાતી બેંદથી 2 કિ.મી. દૂર ભુજની આવશે. ભુજની આ ટ્રેકનો બેઝ કેમ્પ છે. તમે વાદીઓ વચ્ચે અહિં જ રહી શકો છો અથવા તે જ દિવસે આગળ વધી શકો છો.

ત્રીજો દિવસ: ભુજનીથી ખલીયા ટોપ

પછીના દિવસે પહાડોની સુંદર સવાર જુઓ અને પછી ખાલીયા ટોપ માટે આગળ વધો. અહીંથી તમને ખૂબ જ સુંદર હરિયાળી જોવા મળશે. ખલીયા બુગ્યાલને જોઈ તમારું દિલ ખુશ થઈ જશે. તમને લાગશે કે ખાલી મેદાન પર જાણે ઘાસ પાથરી દીધુ હોય. હિમાલયની સુંદરતા વચ્ચે તમે ખલીયા ટોપ પહોંચશો. જ્યાંથી તમને બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળશે. વિશ્વનું સૌથી સુંદર દૃશ્ય તમને આ જગ્યાએથી જોવા મળશે. તમે કલાકો સુધી તેને નિહાળી શકો છો. તે પછી તે જ દિવસે તમે આ ટ્રેક પુરો કરી પાછા વળો. જે પછી તમે મુનસ્યારી અને કાઠગોદામ જઈ શકો છો.

ક્યારે જવું ?

એમ તો તમે ગમે ત્યારે ખલિયા ટોપની મુલાકાત લેવાનું વિચારી શકો છો, પરંતુ શિયાળામાં અહીં ઘણી બરફવર્ષા થાય છે. જો તમે ખલીયા ટોપના સુંદર દૃશ્યો જોવા માંગતા હો તો તમારે ઉનાળામાં પ્લાનિંગ કરવુ જોઈએ. તમારે અહીં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે આવવું જોઈએ. તે સમયે તમે ચારે બાજુ હરિયાળી અને દૂર દૂર સુધી બરફાચ્છાદિત શિખરો જોઈ શકશો. તમને અહીં રોકાવામાં પણ કોઈ તકલીફ નહીં પડે. બેઝ કેમ્પ પર એક જીવીએમએન ગેસ્ટ હાઉસ છે. આ સિવાય તમે મુનસ્યારીની હોટેલમાં પણ રહી શકો છો.

કેવી રીતે જવુ ?

ફ્લાઇટ દ્વારા: જો તમે ફ્લાઇટ દ્વારા ખલીયા ટોપ જવા માગતા હો તો નજીકનુ એરપોર્ટ પંતનગર છે. પંતનગરથી કાઠગોદામનું અંતર ફક્ત 50 કિ.મી. છે. અહીંથી તમે બસ અથવા ટેક્સીથી મુનસિયારી જઈ શકો છો.

ટ્રેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા ખલીયા ટોપ પર જવાનું વિચારી રહ્યા છો તો નજીકનુ રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી મુનસ્યારી 150 કિ.મી. ના અંતરે છે. તમે સરળતાથી મુનસ્યારી પહોંચી શકો છો.

વાયા રોડ: જો તમે રોડથી જવાનું વિચારી રહ્યા હો તો તમે બસમા દિલ્હીથી દહેરાદૂન આવી શકો છો. તે પછી તમને દહેરાદૂનમાં કાઠગોદમની બસ મળી રહેશે. જ્યાંથી તમે ખૂબ જ સરળતાથી મુનસિયારી પહોંચી શકો છો. જો તમે તમારી પોતાની કારમાં હોવ તો પછી કોઈ સમસ્યા નથી.

શુ કરવુ?

1. સ્કીઇંગ અને પેરાગ્લાઇડિંગ

Photo of ખલીયા ટોપ: ઉત્તરાખંડનું સ્થાન, જ્યાંથી વિશ્વના સૌથી સુંદર દૃશ્યો દેખાય છે.! 3/3 by Romance_with_India

જો તમે એડવેંચરના ચાહક છો તો ખલિયા ટોપ તમારા માટે એક પરફેક્ટ જગ્યા છે. અહીં તમે ટ્રેકિંગ તો કરી જ શકો છો, આ સિવાય શિયાળામાં અહીં સ્કીઇંગની મજા પણ લઇ શકો છો અને ઉનાળામાં પેરાગ્લાઇડિંગ પણ કરી શકાય છે. ખલિયા બુગ્યાલ આ એડવેંચર માટે પરફેક્ટ છે. ઉત્તરાખંડનુ ઔલી આવા એડવેંચર્સ માટે જાણીતુ છે પરંતુ ખલીયા ટોપ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમે ઓછી ભીડમાં ખલિયા ટોપથી એડવેંચરની મજા લઇ શકો છો.

2. પેરેડાઇઝ ટૂર

જો તમે પ્રકૃતિપ્રેમી છો તો તમને ખલિયા ટોપ સ્વર્ગથી ઓછું નહીં લાગે. તમને અહીં સુંદર પહાડો જોવા તો મળશે જ સાથે સાથે દુર્લભ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળશે. તમે અહીં બર્ડ વોચિંગ પણ કરી શકો છો. ગાઢ જંગલોમાથી પસાર થતો આ ટ્રેક તમને એક અલગ દુનિયામાં લઈ જશે. ફોટોગ્રાફર્સ માટે પણ આ સ્થાન સ્વર્ગથી ઓછું નથી. જો તમે ઉત્તરાખંડની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હો, તો પછી ખલિયા ટોપનો પ્લાન બનાવો.

સૂચન:

1. તમારી સાથે થોડુ વધારે કેશ લઈ જાવ, કારણ કે મુનસ્યારી અટીએમ મા ઘણીવાર રુપિયા નથી હોતા.

2. ઉનાળામાં પણ કેટલાક ગરમ કપડાં તમારી સાથે રાખો કારણ કે અહીં હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ જાય છે.

3. ફર્સ્ટ એઇડ કીટ ખાસ સાથે રાખો.

4. આ સિવાય હંમેશા સનગ્લાસ, રેઈનકોટ, ટોર્ચ અને પાણીની બોટલ તમારી સાથે રાખો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads