કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ

Tripoto
Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

ઘણીવાર કપલ તેમની ગર્લફ્રેન્ડ સાથે ખાસ સમય પસાર કરવા માંગે છે. ઘણીવાર ગર્લફ્રેન્ડને લઈ જવા માટે એક ખાસ સ્થળની યોજના બનાવે છે, પરંતુ દરેક વખતે તેની ગર્લફ્રેન્ડ જવાની ના પાડી દે છે. પરંતુ આજના આર્ટિકલમાં અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારી ગર્લફ્રેન્ડ તમને જવા માટે ક્યારેય ના નહીં પાડે.

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

જો તમે કેરળમાં હાઉસબોટ પર તમારી ગર્લફ્રેન્ડ સાથે એક રાત પસાર કરી લીધી, તો તે તમને વારંવાર આવી જગ્યાએ લઇ જવા માટે આગ્રહ કરતી જ રહેશે. તમારે તમારી ગર્લફ્રેન્ડને પણ એકવાર કેરળની ટ્રિપ પ્લાન કરવા માટે મનાવી લેવી જોઈએ.

ક્યાં માણી શકો છો હાઉસ બોટની મજા?

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

તમે કેરળના અલપ્પુઝામાં તમારી ગર્લફ્રેન્ડ સાથે હાઉસ બોટ પર રાત વિતાવી શકો છો. અલાપ્પુઝાને 'એલેપ્પી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમે ટિકિટ કેવી રીતે બુક કરાવશો?

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

અહીં હાઉસ બોટમાં રહેવા માટે તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. કારણ કે બોટ હાઉસની માંગ ઘણી વધારે હોય છે. તમે તેને ઓનલાઈન બુક કરી શકો છો.

તમારું બજેટ ઓછું હોવાને કારણે જો તમે આ બોટહાઉસમાં રાત વિતાવી શકતા નથી, તો તમે માત્ર 2 થી 3 કલાક માટે પણ તેને બુક કરી શકો છો.

બોટહાઉસની કિંમત

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

જો તમે સફર દરમિયાન હાઉસબોટમાં રહેવા માંગતા હોવ તો તમારે પ્રતિ રાત્રિના લગભગ 7000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય જો તમે હાઉસબોટમાં 3 દિવસ પસાર કરવા માંગો છો તો તમારે તેના માટે લગભગ 11000 રૂપિયા ચૂકવવા પડશે. તે એક રીતે પેકેજ જેવું છે. આ પેકેજમાં તમામ ખાણી-પીણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

બોટહાઉસની મજા લેવા માટે તમે કેરળની રાજધાની તિરુવનંતપુરમ પણ જઈ શકો છો. તિરુવનંતપુરમને ત્રિવેન્દ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમારે વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે, ત્યારે કેરળમાં તમે માત્ર 30,000 રૂપિયામાં તમારી ગર્લફ્રેન્ડ સાથે 3 દિવસનો ટ્રિપ પ્લાન કરી શકો છો. જો કે સીઝન પ્રમાણે કિંમત વતીઓછી હોઇ શકે છે.

જો તમે કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે મુન્નાર અને કોચી શહેરોની મુલાકાત લેવી જ જોઈએ. તમારી ગર્લફ્રેન્ડ કોચી જઈને ખૂબ એન્જોય કરશે. કારણ કે શ્રેષ્ઠ ડ્રેસ મટિરિયલ, સોનું અને અન્ય પ્રકારની જ્વેલરી ઉપલબ્ધ છે.

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

કેવી રીતે પહોંચવું- અહીં પહોંચવા માટે સૌથી પહેલા તમારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઈટ લેવી પડશે.

આ ઉપરાંત, તમે અલેપ્પી રેલ્વે સ્ટેશન માટે ટિકિટ પણ બુક કરી શકો છો.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી એ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.

શું ખાસિયત છે હાઉસબોટની?

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

કેરળની હાઉસબોટ અથવા કેટ્ટુવલ્લમની એક બાજુ વાંસ અને કોયરથી ઢંકાયેલી હોય છે. આમાં પ્રવાસીઓને આરામ કરવા માટે રૂમ બનાવેલા હોય છે. રૂમ સાથે એટેચ બાથરૂમ પણ હોય છે. આ બાથરૂમમાં લક્ઝરી હોટલ જેવી તમામ સુવિધાઓ હોય છે. આ રૂમોની પાછળ એક રસોડું પણ હોય છે. હાઉસબોટમાં મુસાફરી કરતા મહેમાનોનું ભોજન અહીં તૈયાર કરવામાં આવે છે. હાઉસબોટમાં મુસાફરી કરવાની ખાસ વાત એ છે કે બોટમાં આરામ કરતી વખતે તમે અજાણ્યા અને દુર્ગમ ગ્રામીણ કેરળનો શ્રેષ્ઠ નજારો જોઈ શકો છો.

હાઉસબોટ ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનેલી હોય છે

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

કેટ્ટુવલ્લમને હાઉસબોટમાં રૂપાંતરિત કરતી વખતે, માત્ર કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે અત્યંત કાળજી લેવામાં આવે છે. આમાં વાંસની સાદડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેની છત બનાવવા માટે ઝાડની છાલ અને સોપારીના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બોટના ફ્લોર માટે લાકડાના પાટિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરડામાં પથારી માટે નાળિયેરના ઝાડના લાકડા અને કોયરનો ઉપયોગ થાય છે. આજકાલ લાઇટિંગ માટે સોલાર પેનલ પસંદ કરવામાં આવે છે.

તમે બોટ ટ્રેનનો નજારો પણ જોઈ શકો છો

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

કોઇ સારી હોટલમાં મળે તેવી સુવિધા આ હાઉસબોટમાં તમને મળે છે. આમાં તમને સારા બેડરૂમ, આધુનિક શૌચાલય, સુંદર લિવિંગ રૂમ, કિચન અને બેકવોટરના નજારા માટે બાલ્કની પણ મળશે. લાકડાની અથવા તાડની વળેલી છતમાં એવા વિભાગો હોય છે જે બહારથી ખુલ્લા હોય છે,જે છાંયો પૂરો પાડે છે અને તમને કોઈપણ અવરોધ વિના બહારનું દૃશ્ય જોવા દે છે. ત્યાંની મોટાભાગની બોટોમાં સ્થાનિક ખલાસીઓ હોય છે. કેટલીક બોટમાં 40 HP એન્જિન હોય છે. જોવાલાયક સ્થળોને જોતા લોકોના ગ્રુપ માટે બે કે તેથી વધુ હાઉસબોટને જોડીને બોટ ટ્રેન પણ બનાવવામાં આવે છે.

અગાઉ તે વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી હતી

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

હાઉસબોટ પહેલા વિદેશી પ્રવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવતી હતી. હકીકતમાં, કેરળમાં હાઉસબોટ પરની સુવિધાઓ કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછી નથી. તેમજ તેને ચલાવવા માટે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓને રાખવા પડે છે. તેને માઈલો સુધી ચલાવવા માટે ડીઝલનો પણ ખર્ચ થાય છે. ખાણી-પીણીની સાથે તેનું ભાડું થોડું મોંઘું છે. તેથી જ અગાઉ તેને વિદેશી પ્રવાસીઓ દ્વારા વધુ પસંદ કરવામાં આવતું હતું. હવે સ્થાનિક પ્રવાસીઓ પણ તેનો ઘણો ઉપયોગ કરવા લાગ્યા છે.

બેકવોટરમાંથી માછલી પકડવાનો અને રાંધવાનો આનંદ

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

જ્યારે તમે હાઉસબોટમાં હોવ છો, ત્યારે તમને ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. તમે ત્યાં માછીમારીનો આનંદ પણ લઈ શકો છો. જો તમને માછીમારી પસંદ ન હોય તો હાઉસબોટ પર તૈનાત સ્ટાફ તમારા માટે માછલી પકડશે. પછી તે જ માછલી તમારી સામે રાંધવામાં આવશે. પછી તેને ખાવામાં વધુ આનંદ થશે. જો તમે ઇચ્છો તો, તમે તમારી પસંદગીની કોઈપણ વાનગી બનાવી શકો છો અથવા તૈયાર કરી શકો છો.

કેરળના કયા જિલ્લાઓમાં હાઉસબોટ ઉપલબ્ધ છે?

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

તમને થશે કે શું આખા કેરળમાં હાઉસબોટ્સ ચાલે છે? તો જવાબ છે ના. કેરળમાં હાઉસબોટ બેકવોટરમાં જ ચાલે છે. તેથી આ હાઉસબોટ્સનું હબ અલાપ્પુઝા અથવા અલેપ્પી છે. આજકાલ ત્યાં 500 થી વધુ હાઉસબોટ ચાલી રહી છે. આમાંથી કેટલીક લક્ઝરી હાઉસબોટ પણ છે, જેમાં સેવન સ્ટાર હોટલ જેવી તમામ સુવિધાઓ હોય છે. જો આપણે સમગ્ર રાજ્ય વિશે વાત કરીએ, તો તમે તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, અલાપ્પુઝા, એર્નાકુલમ, થ્રિસુર અને કાસરગોડમાં હાઉસબોટની સુવિધા મેળવી શકો છો.

શું હોય છે હાઉસબોટ?

Photo of કેરળમાં હાઉસબોટ પર પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગો છો રાત? જાણો કેટલો થાય ખર્ચ by Paurav Joshi

હાઉસબોટ મોટી, ધીમી ચાલતી બોટ હોય છે. તેના રૂમ ફાઈવ સ્ટાર હોટલ જેવા બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓ આમાં રાત વિતાવે છે. આ વાસ્તવમાં કેરળમાં જૂના કેટ્ટુવલ્લમનું નવું સંસ્કરણ છે. કેરળના મૂળ કેટ્ટુવલ્લમનો ઉપયોગ ટન ચોખા અને મસાલાના પરિવહન માટે થતો હતો. એક સ્ટાન્ડર્ડ કેટ્ટુવલ્લમ કુટ્ટનાડથી કોચી બંદર સુધી 30 ટન કાર્ગો લઈ જઈ શકે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads