વેક્સિનેશન પછી ફરવાની છે તૈયારી? જવાબદારીથી ફરવા માટે ધ્યાનમાં રાખો આ 6 ચીજો

Tripoto
Photo of વેક્સિનેશન પછી ફરવાની છે તૈયારી? જવાબદારીથી ફરવા માટે ધ્યાનમાં રાખો આ 6 ચીજો 1/6 by Paurav Joshi

2020 રખડુઓ માટે સૌથી ભારે વર્ષ રહ્યું છે. કોરોનાના કારણે આપણે બધાએ ઘરમાં કેદ થઇને રહેવા માટે મજબૂર થવું પડ્યું હતું. પર્યટન પર નિર્ભર લોકો જેવા કે ટેક્સી ડ્રાઇવર, હોટલ સ્ટાફ, રેસ્ટોરન્ટમાં કામ કરનારા લોકો જેવા તમામ લોકોએ કમાણીના બીજા વિકલ્પો શોધવા પડ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે પર્યટન પાછુ તેજી પકડી રહ્યું છે. વેક્સિનેશન અને ઘટના કેસોને જોતા લોકોએ હવે ફરવાનું શરુ કરી દીધું છે. પરંતુ વેક્સિનેશન પછી પણ કેટલીક ચીજો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરુર છે.

1. સોશિયલ ડિસ્ટન્સિંગ છે જરુરી

જો તમારે વેક્સિનેશનના બન્ને ડોઝ થઇ ગયા છે તેમ છતાં તમારે જાહેર જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરુરી છે. તમારે પ્રયત્ન કરવો જોઇએ કે ભીડભાડવાળી જગ્યાઓ પર ન જઇને કોઇ એવી જગ્યા પર જવાનો પ્લાન બનાવાય જ્યાં તમારે ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવું પડે.

2. ટીપ આપવાનું ભૂલતા નહીં

Photo of વેક્સિનેશન પછી ફરવાની છે તૈયારી? જવાબદારીથી ફરવા માટે ધ્યાનમાં રાખો આ 6 ચીજો 3/6 by Paurav Joshi
ક્રેડિટઃ મેન્ટલ ફ્લૉસ

કોરોના સંક્રમણે પર્યટનની કમર તોડી નાંખી છે. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના ઘણાં લોકોએ પોતાની નોકરીઓથી હાથ ધોવા પડ્યા છે. એવામાં ઘણું જરુરી છે કે જો તમે ફરવા જઇ રહ્યા છો તો તમારે રેસ્ટોરન્ટના વેઇટર, હોટલનો સ્ટાફ, ટેક્સી ડ્રાઇવર જેવા લોકોને ટીપ આપવાનું ન ભુલવું જોઇએ. આ બધા લોકોની કમાણી સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર છે. ત્યારે પ્રવાસ પર પ્રતિબંધના કારણે આ લોકોએ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. જો તમે ટીપ આપશો તો આ લોકોની થોડીક મદદ થઇ જશે.

3. લોકલ ટૂરિઝમ

પર્યટન પર પડતી ખરાબ અસરના કારણે સ્થાનિક લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો તમે વેક્સિનેશન પછી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે પણ લોકલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવું જોઇએ. કોઇ મોટી હોટલમાં રહેવાના બદલે હોમસ્ટે અને ગેસ્ટહાઉસમાં રહી શકો છો.

4. આરટીપીસીઆર ટેસ્ટિંગ

કોરોના હજુ સમાપ્ત નથી થયો. આજે પણ વાયરસના ફેલાવાનો ખતરો એટલો જ છે જેટલો એક વર્ષ પહેલા હતો. એટલા માટે ક્યાંય પણ જતા પહેલા તમારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો જોઇએ. ટેસ્ટ કરવાથી તમે અને જ્યાં તમે જઇ રહ્યા છો બન્નેની સુરક્ષા માટે ઘણું જરુરી છે. કેટલાક રાજ્યોમાં તો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ વગર એન્ટ્રી પણ પ્રતિબંધિત છે. જો તમારુ વેક્સિનેશન થઇ ગયું છે અને તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સારુ એ રહેશે કે તમારે પહેલા કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

5. ગ્રુપ ટ્રિપથી બચો

મોટાભાગે જોવામાં આવ્યું છે કે જ્યારે આપણે રજાઓનો પ્લાન કરીએ છીએ તો ઘણીવાર આપણે પોતાના પરિવાર કે દોસ્તોની સાથે ફરવા જઇએ છીએ. આજના સમયમાં તો તમામ કંપનીઓએ ગ્રુપ ટ્રિપ પર પણ લઇ જવાનું શરુ કર્યું છે. આ ટ્રિપ્સમાં થોડીક સંખ્યામાં લોકોને ટેમ્પો ટ્રાવેલર કે બસથી કોઇ નિર્ધારિત જગ્યા પર લઇ જવામાં આવે છે. પરંતુ કોવિડના સમયે આવી ટ્રિપ પર જવાનું સમજદારી ભર્યું નથી. ભલે પછી તમે વેક્સિન કેમ ન લગાવી હોય. એટલા માટે સારુ એ રહેશે કે જો તમે ફરવા જવા માંગો છો તો સોલો ટ્રાવેલ કે એકાદ-બે લોકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવો.

6. આઇસોલેટ

વેક્સિનેશન પુરુ થઇ જવા છતાં કેટલીક ચીજો પર તમારે ખાસ ધ્યાન આપવું જોઇએ. તેમાંથી એક છે પોતાને આઇસોલેટ કરવી. ટ્રિપથી પાછા ફર્યા પછી કેટલાક દિવસો સુધી પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ક્યાંક તમને કોવિડના લક્ષણો તો નથી દેખાતા ને! આનું ખાસ ધ્યાન રાખો. જો તમને કોવિડના કોઇ લક્ષણ દેખાય તો તમારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. વેક્સીનેશન ખરેખર સંક્રમણ થવાના ખતરાને ઘટાડે છે પરંતુ તેમ છતાં તમારે સેલ્ફ મૉનિટર કરતા રહેવું જોઇએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads