લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી

Tripoto
Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

લદ્દાખ એ ભારતના લોકપ્રિય સ્થળોમાંનું એક છે જેની દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. તેમાંથી કેટલાક ભારતીય પ્રવાસીઓ હોય છે તો કેટલાક લોકો વિદેશથી પણ આવે છે. લદ્દાખની કુદરતી છટા જેટલી સુંદર લાગે છે, આ જગ્યા હકીકતમાં એટલી જ ખતરનાક પણ છે. થોડી બેદરકારી તમને મોંઘી પડી શકે છે. લદ્દાખ આટલી ઉંચાઈ પર આવેલું હોવાથી અહીં આવતી મુશ્કેલીઓને ગંભીરતાથી લેવાની જરૂર છે. તમારી લદ્દાખની સફર સફળ અને સુરક્ષિત રહે તે માટે અમે 10 એવી વસ્તુઓની યાદી તૈયાર કરી છે જેના પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ.

1. અનુભવી ડ્રાઈવરની મદદ

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

જો તમે લદ્દાખની રોડ ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારી સાથે અનુભવી ડ્રાઇવર હોવો અત્યંત જરૂરી બની જાય છે. લદ્દાખ જોવા અને ફરવા માટે જેટલું આકર્ષક છે, તેટલા જ અહીંના રસ્તાઓ વધુ જોખમી સાબિત થઈ શકે છે. લદ્દાખના બદલાતા લેન્ડસ્કેપની સાથે આ પથરાળ રસ્તાઓ પર હંમેશા જોખમ રહેતું હોય છે. લદ્દાખના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવા માટે તમારે દર સેકન્ડે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે થાકી ગયા છો, તો વધુ વિચાર્યા વિના, તરત જ તમારા પાર્ટનરને ડ્રાઇવ કરવા માટે આપો.

2. તમારી સાથે ફર્સ્ટ એઇડ કીટ રાખો

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

લદ્દાખ ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળો પૈકીનું એક છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે લદ્દાખમાં તમને અન્ય શહેરો જેવી સુવિધાઓ અને વસ્તુઓ નહીં મળે. અહીં તમારે ઓછી વસ્તુઓ સાથે કામ ચલાવવું પડશે. આવી સ્થિતિમાં, જો તમે લદ્દાખની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક વસ્તુઓ છે જે તમારે તમારી સાથે રાખવી જોઈએ. આમાં સૌથી મહત્વની બાબત એ છે કે ફર્સ્ટ એઇડ કીટ હોવી જોઈએ. તમારી સાથે કેટલીક આવશ્યક દવાઓનું બોક્સ હંમેશા તમારી સાથે હોવું જોઈએ.

3. ટોઇલેટ પેપર છે જરૂરી

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

પર્વતોમાં ઘણીવાર તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે તમને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શૌચાલયનો ઉપયોગ કરવા માટે દૂર દૂર સુધી કોઇ વિકલ્પ ન મળે. આવા સંજોગોમાં તમે ન ઇચ્છતા હોવ તો પણ તમારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમને ઇન્ફેક્શનનું થવાનું જોખમ પણ રહે છે. તમારી જાતને શક્ય તેટલું સુરક્ષિત રાખવા માટે તમારે તમારી સાથે ટોયલેટ પેપર અને સેનિટાઈઝર રાખવા જોઈએ.

4. Google Mapsથી બચો

જ્યારે તમે લદ્દાખ જેવી જગ્યાએ હોવ ત્યારે તમારે ગૂગલ મેપ્સની મદદ ઓછામાં ઓછી લેવી જોઈએ. શક્ય છે કે જે અંતરને કાપવા માટે નકશા અનુસાર તમને માત્ર 2 થી 3 કલાક લાગવા જોઇએ, તે જ અંતર કાપવામાં તમને 12 થી 13 કલાકનો સમય લાગી શકે. એવું નથી કે નકશા ખોટી માહિતી આપે છે પરંતુ નકશા રસ્તાની સ્થિતિ અને પથરાળ રસ્તાઓ પર લાગતા સમયને સંપૂર્ણપણે અવગણે છે. એટલા માટે લદ્દાખમાં હંમેશા નકશા પર આધાર રાખવો તમને ભારે પડી શકે છે.

5. બ્રેક જરૂર લો

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

લદ્દાખ ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે. જેના કારણે સ્વાભાવિક છે કે વાહન ચલાવતી વખતે તણાવ તમારા પર પડશે. ડ્રાઇવિંગના કારણે સર્જાતા આ સ્ટ્રેસ પર જ્યારે એમસનું જોખમ મંડરાવા લાગે છે ત્યારે તે સ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. તેથી જ્યારે પણ તમે કોઈ હિલ સ્ટેશન અથવા ઊંચાઈવાળા સ્થાન પર જાઓ છો, ત્યારે એક જ ઝાટકે ક્યારેય તે સ્થાન પર પહોંચવાનો પ્રયાસ કરશો નહીં. રસ્તામાં જરૂર જણાય તો થોડો આરામ કરો અને પછી તમારી મંઝિલ તરફ આગળ વધો.

6. ઈન્ટરનેટ પર નિર્ભરતા ટાળો

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

લદ્દાખમાં નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્શનને લઈને ઘણી સમસ્યાઓ છે. લેહમાં માત્ર એરટેલ જ કામ કરે છે જ્યારે BSNL મોટા ભાગના સ્થળોએ સારું નેટવર્ક ધરાવે છે. જો તમે લદ્દાખમાં કાર્યરત પરંતુ સારું નેટવર્ક ઈચ્છો છો, તો પોસ્ટપેડ સિમ કાર્ડ મેળવવાનો માર્ગ શ્રેષ્ઠ છે. તમને નુબ્રા વેલી, લેહ અને પેંગોંગ તળાવની આસપાસ ચોક્કસપણે BSNL નેટવર્ક મળશે પરંતુ કોઈ પણ સંજોગોમાં, ઇન્ટરનેટ પર નિર્ભરતા ટાળવી જોઈએ. જો તમે ઇચ્છો, તો તમે તમારા ફોન પર ઑફલાઇન નકશા ડાઉનલોડ કરી શકો છો. જો કે, સારી વાત એ છે કે લદ્દાખની મોટાભાગની હોટલો અને કાફે મહેમાનોને ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે, જેનો ઉપયોગ કરીને તમે તમારું મહત્વપૂર્ણ કામ કરી શકો છો.

7. પેપરવર્ક

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

વિદેશી પ્રવાસીઓને લદ્દાખમાં પ્રવેશવા માટે ભારતીય વિઝા તેમજ વિશેષ પરમિટની જરૂર હોય છે. આ સિવાય જો તમે ભાડા પર કાર લઈને લદ્દાખ આવવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે કારના તમામ કાગળો હોવા જોઈએ. એ પણ નોંધનીય છે કે 2015 થી, નુબ્રા વેલી, ત્સો મોરીરી અને પેંગોંગ લેકમાં ભાડા પરના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમારી પાસે પોતાનું વાહન નથી, તો તમે લદ્દાખની લોકલ ટેક્સી લઈને આ સ્થળોએ આવી શકો છો.

8. જીપીએસ પર ઓછો ભરોસો

Photo of લદ્દાખ જતા પહેલા રાખો આ 10 વાતોનું ધ્યાન, યાત્રા બની જશે સુરક્ષિત અને મજા થઇ જશે બમણી by Paurav Joshi

લદ્દાખ જેવી જગ્યા, જ્યાં ખતરનાક માર્ગોની કોઇ કમી નથી, પરંતુ જીપીએસને આંખ આડા કાન કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેથી લદ્દાખ જતા પહેલા વેબસાઈટની મદદથી સાચા માર્ગો વિશે વાંચો અને બને તેટલું હાઈવે પર રહેવાનો પ્રયાસ કરો.

9. દારૂ પીવાનું ટાળો

લદ્દાખમાં દારૂ પીવા પર પ્રતિબંધ નથી પરંતુ મારી સલાહ છે કે તમારે અહીં દારૂ પીવાનું ટાળવું જોઈએ. આલ્કોહોલ પીવાથી તમારા શરીરમાં પાણીની કમી ઉભી થાય છે જે પર્વતોમાં ખતરનાક સાબિત થઇ શકે છે.

10. સ્વચ્છતા જાળવો

દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે પર્વતો પર જવાનું કેટલું સુંદર લાગે છે. પરંતુ વધતા પર્યટનને કારણે આ પર્વતોમાં પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે. જો તમે લદ્દાખ જવાનું વિચારી રહ્યા છો તો પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads