લાખો ભક્તોની આસ્થા સાથે સંકળાયેલ ભોલે બાબાનું પવિત્ર સ્થાન એટલે કેદારનાથ, જ્યાં ભક્તો દર વર્ષે તેમના હાથથી બાબાની સેવા કરે છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં લાખો ભક્તો દુ:ખ અને મુશ્કેલીઓનો સામનો કરી ભોળાનાથના ઘરે આવે છે. ભોલે બાબા પણ આશુતોષ છે, બસ હાથ જોડવા માત્રથી બાબાને સંતોષ મળે છે. ઉત્તરાખંડના ઊંચા શિખરોની વચ્ચે સ્થિત કેદારનાથ ધામ તે સ્થાન છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ એકવાર તો જરુર જવા માંગે છે. જો તમે પણ ભોળાનાથની નજીક જવા માટેનો પ્લાન બનાવી રહ્યા છો, તો નીચે આપેલી માહિતી તમને ખૂબ મદદ કરશે!
કેદારનાથ - શિવ શંભુના સાક્ષાત દર્શન
કેદારનાથની કહાની, રોમાંચક અને જૂની
કેદારનાથનો ઇતિહાસ એટલો જ રોમાંચક છે જેટલી અદભુત કેદારનાથની વાર્તા છે. પ્રાચીન કાળથી ઘણી વાર્તાઓ કેદારનાથ ધામ સાથે સંકળાયેલી છે. રાહુલ સાંકૃત્યાયને પણ તેની વાર્તાઓમાં આનો ઉલ્લેખ કર્યો છે.
જ્યારે કેદારમાં જ વસી ગયા ભોળાનાથ
એક વાર્તા એવી છે કે ભગવાન વિષ્ણુના અવતાર નર અને નારાયણ ઋષિ હિમાલયના કેદાર નામના સ્થળે ભગવાન શિવની તપસ્યા કરતા હતા. ભગવાન તરત જ પ્રસન્ન થયા અને આ જ સ્થળે જ્યોતિર્લિંગના રૂપમાં કાયમ વસી જવાના આશીર્વાદ આપ્યા. હવે અહીં જ કેદારનાથ મંદિર આવેલું છે.
પાંડવોએ પણ કેદારનાથનો આશરો લીધો હતો
બીજી કથા એવી છે કે જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા ત્યારે સાથે સાથે ભાઈઓની હત્યાનું પાપ પણ પાંડવો પર આવ્યુ. યુધિષ્ઠિરે આ પાપથી છૂટકારો મેળવવા ભગવાન શિવની તપસ્યા કરવાનું શરુ કર્યુ પરંતુ ભગવાન શિવ બધા પાંડવો પર ગુસ્સે થયા. ભગવાન એ નક્કી કર્યું કે તે કોઈ પણ પાંડવો ને આશીર્વાદ નહિ આપે અને કેદારનાથ જવા રવાના થયા. પાંડવો શિવની શોધમાં કેદારનાથ આવ્યા. તેથી, ભગવાને બળદનું રૂપ લીધું અને બીજા બળદો સાથે ભળી ગયા.
ભીમે એક યોજના બનાવી અને વિશાળ રુપ ધારણ કર્યુ અને બંને પહાડ સુધી પગ ફેલાવ્યા. બધા બળદ તેમાંથી પસાર થઈ ગયા, પરંતુ ભગવાન શિવરુપી બળદ ભીમના પગ વચ્ચેથી નીકળવા સહમત ન થયા ઊલટાનુ અંતર્ધ્યાન થવા લાગ્યા. પણ તે પહેલાં જ ભીમ શિવરુપી બળદના આશીર્વાદ લેવા દોડી ગયો. આ ભક્તિ અને તપસ્યાને જોઈને ભગવાન શિવનું ક્રોધિત હૃદય પિગળી ગયું અને તરત જ પાંડવોને દર્શન આપી તેમને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્ત કર્યા.
કેદારનાથની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
કેદારનાથની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મે-જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો છે. આ સમયે હવામાન ન તો ખૂબ ગરમ અને ન તો ઠંડું હોય. ધ્યાનમાં રાખો કે જુલાઇ-ઓગસ્ટ કે ડિસેમ્બર-જાન્યુઆરી કેદારનાથની મુલાકાત લેવા માટે સારો સમય નથી કારણ કે ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે આ મહિનાઓમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની મુશ્કેલી વેઠવી પડે છે.
કેદારનાથ ટૂરિસ્ટ પ્લેસ
મુસાફરો માટે કેદારનાથ મંદિર સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાઓ છે જે તમારી યાત્રાને રસપ્રદ અને યાદગાર બનાવે છે, પરંતુ કોઈ પણ ભક્તની યાત્રા મુખ્ય મંદિરની મુલાકાત લીધા વિના પૂર્ણ થતી નથી.
1. કેદારનાથ મંદિર
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાનુ એક છે. ઘણા લોકો માટે તે ભોલે બાબાનું પવિત્ર સ્થળ છે અને કેટલાક માટે તે મોક્ષ્નુ સ્થાન છે, જ્યાંથી મુક્તિનો માર્ગ ખુલે છે. કેદારનાથ યાત્રાનો રૂટ અહીંથી જ શરૂ થાય છે. હિમાલયની બરફથી ઢંકાયેલ તળેટીમાં કેદારનાથનું પવિત્ર મંદિર ભક્તોના રંગોમાં રંગાઈને તમારી ઠંડી ઊડાડી દે છે.
2. વાસુકી તાલ
આ સ્થાન ટ્રેકર્સ માટે સ્વર્ગ છે. તમે આ જગ્યા ઘણી વખત કેદારનાથ વીડિયોમાં જોઇ હશે. શિયાળાની ઋતુમાં વાદીઓ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ જાય છે અને ટ્રેકની મજા ચાર ગણી થઈ જાય છે. આ ટ્રેકમાંથી પસાર થતી વખતે તમને ચૌખમ્ભાના શિખરો જોવા મળે છે, તે દૃશ્ય એકદમ જાદુઈ છે. આ સાથે તમને ચતુરંગી અને વાસુકી ગ્લેશિયર્સનો નજારો પણ મળે છે.
3. શંકરાચાર્ય સમાધી
જ્યારે પણ કેદારનાથન નજરમાં આવે છે ત્યારે આદિ શંકરાચાર્યનું નામ પણ સાથે આવે છે. એવું કહેવામાં આવે છે કે અદ્વૈત દર્શનના પ્રણેતા આદિ ગુરુ શંકરાચાર્યએ પાંડવોએ બનાવેલ મંદિર પૂર્ણ કર્યું હતું અને 32 વર્ષની વયે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
4. અગસ્ત્યમુનિ મંદિર
એવું માનવામાં આવે છે કે અગસ્ત્યમુનિ અહીં આવ્યા અને એક વર્ષ સુધી સતત તપસ્યા કરી. અહીંનું પ્રાચીન મંદિર વાસ્તુ દર્શનનું પ્રખ્યાત ઉદાહરણ છે અને દિવાલો પર પણ આર્ટ વર્ક ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે.
5. સોનપ્રયાગ
મંદાકિની નદી અને વાસુકી નદીનો સંગમ સોનપ્રાયગમાં થાય છે. પુરાણોમાં, આ સ્થાન ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સ્થળ તરીકે ઓળખાય છે. આ સંગમની મુલાકાત લઈને ભક્તો સીધા જ વૌકુંઠ ધામના દર્શન કરે છે તેવી અહીંની માન્યતા છે.
જો તમારી પાસે સમય હોય તો ભૈરવ નાથ મંદિર, ગાંધી સરોવર અને દેવરીયા તાલ, ગૌરીકુંડ, ગુપ્તકાશી, ત્રિયુગી નારાયણ અને ઉક્ષીમઠના દર્શન પણ કરી શકો છો.
કેદારનાથમાં વિશેષ ભોજન
તમને કેદારનાથમાં ઉત્તર ભારતીય, ગુજરાતી અને રાજસ્થાની ભોજન મળી રહેશે. પણ મારુ માનો તો તમારે ઉત્તરાખંડી થાળીનો જ આનંદ માણવો જોઈએ. આ સિવાય તમને યાત્રા દરમિયાન જ જમવાની બધી જગ્યાએ સારી હોટેલો અને દુકાનો મળી રહેશે.
કેદારનાથ કેવી રીતે પહોંચવું
ટ્રેન દ્વારા: કેદારનાથથી નજીક 216 કિ.મીના અંતરે ઋષિકેશ રેલ્વે સ્ટેશન (આરકેએસએચ) છે જ્યાંથી તમને મંદિર સુધી પહોંચવા માટે ટ્રેન મળી જશે.
માર્ગ દ્વારા: કેદારનાથ પહોંચવા માટે કોઈ સીધી બસ નથી. આ માટે, તમારે પહેલા હરિદ્વાર અથવા ઋષિકેશ પહોંચવું પડશે. ત્યાંથી તમને કેદારનાથની બસ મળી જશે.
હવાઈ માર્ગે: કેદારનાથના સૌથી નજીકના એરપોર્ટ દહેરાદૂન માટે તમને ફ્લાઈટ્સ મળી જશે. ત્યાંથી તમે કેદારનાથ પહોંચવા માટે એક કેબ લઈ શકો છો.
કેદારનાથ: અહીં રોકાવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે
અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવા આવે છે. આથી કેદારનાથ વહીવટીતંત્ર દ્વારા અહીં ભક્તોના રોકાણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી વધારે ખિસ્સા ખાલી કર્યા વિના રહેવા માટે આવાસ મળી જશે.
પંજાબી સિંઘ આવાસ, કેદાર વેલી રીસોર્ટ્સ, રાજસ્થાન સેવા સદનમા વ્યાજબી દરે રહેવાની વ્યવસ્થા થઈ જશે.