સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો!

Tripoto
Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 1/10 by Jhelum Kaushal

સપ્ટેમ્બરથી નવેમ્બરની પાનખર ઋતુમાં કાશ્મીર કંઈક અલગ રીતે જ ખીલી ઉઠે છે. જાને ચારેબાજુ સોનુ વિખરાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળે છે. આમ તો કાશ્મીર કોઈ પણ સમયે સુંદર જ છે પરંતુ સપ્ટેમ્બરની વાત જ અલગ છે!

સપ્ટેમ્બરથી નવેમ્બરમાં શું જોવું?

- પાનખર ઋતુ હોવાથી અહીંયા સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન જમીન પર પડતા પાંદડા અહીંની સુંદરતામાં વધારો કરે છે.

- સફરજન, બદામ અને કેસર પણ કાપણી માટે તૈયાર હોય છે.

- પાનખર ઋતુમાં અહીંયા ફોટોગ્રાફી કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે.

- આ સમયે કાશ્મીરમાં સાંજ ગાળવાનો અનુભવ એ કાશ્મીરમાં મારો બેસ્ટ અનુભવ રહ્યો છે.

- આ ઋતુ પછી કડકડતી ઠંડી પડવાની શરૂઆત થવાની હોય છે અને સાથે બરફવર્ષા પણ શરુ થાય છે.

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 2/10 by Jhelum Kaushal

આ સંજોગોમાં આ ઋતુનો પૂર્ણ લાભ લેવા માટે કરવા લાયક પ્રવૃતિઓનું લિસ્ટ પણ ઘણું જ સુંદર છે.

1 શ્રીનગરના કુણા તડકામાં દાલ લેક પર સવારી

એક પર્યટકના નાતે તો ખરું જ ઉપરાંત શ્રીનગરમાં એમ જ રોજિંદા જીવનને જાણવા માટે પણ દાલ લેક પર હાઉસબોટમાં રહેવાનો અનુભવ ન ચુકતા! દાલ લેક સિવાય શ્રીનગરમાં શંકરાચાર્ય મંદિર, મુઘલ ગાર્ડન, શાલીમાર બાગ, નિશાત બાગ અને અન્ય સુંદર સ્થળો પણ જોવાલાયક છે.

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 3/10 by Jhelum Kaushal

2 મંત્રમુગ્ધ પહલગામ

શ્રીનગરથી લગભગ 4 કલાકના અંતરે બરફથી ઢાંકાયેલા પર્વતો અને ખળખળ વહેતા પાણી સાથે પહલગામ પણ પ્રવાસીઓમાં આગવું સ્થાન ધરાવે છે. ટાટ્ટુની સવારી, સફેદ પાણીનું રાફ્ટિંગ, અરુ ઘાટી અને બેતાબ ઘાટીની મુલાકાત વગેરે અહીંયા કરવા જેવી પ્રવૃતિઓ છે.

અહીંથી ટ્રેકિંગ કરીને ચાંદાંવારી પહોંચી શકાય છે અને ત્યાં સ્કીઈંગ અથવા સ્લેજિંગનો આનંદ પણ માણી શકાય છે.

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 4/10 by Jhelum Kaushal
Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 5/10 by Jhelum Kaushal

3 ગુલમર્ગમાં ગોન્ડોલાની સવારી

શ્રીનાંગથી લગભગ 2 કલાક અને પહલગામથી લગભગ 5 કલાકના અંતરે ગુલમર્ગ આવેલું છે. ગુલમર્ગને મીડો ઓફ ફ્લાવર્સ પણ કહેવાય છે. કૉન્ગડૂરી શિખર પર પહોંચવા માટે અહીંયા 2 ચરણોમાં યાત્રા કરવાની હોય છે જેમાં ટોટલ ખર્ચ 1000 રૂપિયા આજુબાજુ થાય છે. ઉપર પહોંચીને તાજી હવા સાથે સ્ટ્રોબેરીની સુગંધનો પણ આનંદ લેવા મળે છે!

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 6/10 by Jhelum Kaushal
Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 7/10 by Jhelum Kaushal

4 સોનમર્ગની સુંદર ઘાટી અને ચેરીના વૃક્ષો!

મીડો ઓફ ગોલ્ડ તરીકે ઓળખાતા સોનમર્ગમાં એક દિવસનું ભ્રમણ કરવા જેવું છે. શ્રીનગરથી લગભગ 3 કલાકમાં અહીં પહોંચી શકાય છે. અહીંયા હરિયાળી તો છે જ સાથે સાથે ઠેર ઠેર ચેરીના વૃક્ષો જોવા મળે છે.

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 8/10 by Jhelum Kaushal

5 કાશ્મીરના અદભુત પકવાન

નોનવેજ અને વેજ બંનેના શોખીનો માટે કાશ્મીરી વ્યંજનો સ્વાદ લેવો એ ફરજીયાત છે. અહિંયાનાં ભોજનમાં સૂકા મેવા અને દહીંનો બહોળા પ્રમાણમાં ઉપોયોગ કરવામાં આવે છે.

Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 9/10 by Jhelum Kaushal
Photo of સપ્ટેમ્બરમાં કરો કાશ્મીરનું પ્લાનિંગ - તમે 100 % મંત્રમુગ્ધ થઇ જશો! 10/10 by Jhelum Kaushal

કાશ્મીર કઈ રીતે પહોંચવું

જમ્મુથી ટ્રેન અથવા કેબ અથવા ડાઇરેક્ટ શ્રીનગરની ફ્લાઇટ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads