કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી

Tripoto
Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

કાશી વિશ્વનાથ કૉરિડોરમાં જ બાબા વિશ્વનાથ મંદિર સ્થિત છે જે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે અને ઉત્તર પ્રદેશના બનારસ શહેરમાં છે. જો આપણે આ કૉરિડોરને સમજીએ તો તમે મોટે મોટુ એ સમજી લો કે પહેલા આ જ્યોતિર્લિંગ સુધી સાંકડી ગલીઓથી જવાતું હતું પરંતુ હવે તમને ત્યાં એક ભવ્ય પરિસર મળશે જેની અંદર તમામ આધુનિક સુવિધાઓ મળશે.

કાશી વિશ્વનાથ કૉરિડોર

આ કોરિડોરનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ કર્યો હતો. આ ભવ્ય કોરિડોરને બનાવવા માટે આસપાસના 400 ઘરોને તોડીને અન્યત્ર વસાવાયા. ઘરોની અંદર જે મંદિર હતા તેને કોરિડોરમાં જગ્યા આપવામાં આવી.

મહત્વનું છે કે આ મંદિરને 1780માં મહારાણી અહલ્યાબાઇ હોલકરે બનાવ્યંમ હતું જેને બાદમાં મહારાજા રણજીત સિંહે શિખર પર સોનું મઢાવ્યું અને હવે વર્તમાનમાં નરેન્દ્ર મોદીના નિર્દેશ પર બિમલ પટેલે કોરિડોરની ડિઝાઇન તૈયાર કરી. બિમલ પટેલ એક જાણીતા આર્કિટેક્ટ છે જેમણે ગુજરાત હાઇકોર્ટ, નવું સંસદ ભવન, આઇઆઇએમ, રિવરફ્રન્ટ અમદાવાદ વગેરેને ડિઝાઇન કર્યા છે.

Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

લલિતા ઘાટથી તમે સીધા મંદિરમાં જઇને ભોળાનાથને ગંગાજળ અપર્ણ કરી શકો છો. આ કાશી વિશ્વનાથ કૉરિડોરમાં લગભગ 27 નાના-મોટા મંદિર છે અને આ કૉરિડોર લગભગ 50,000 ચોરસ મીટરમાં બનેલું છે. જેમાં સફેદ માર્બલ અને ચુનારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કૉરિડોર સુધી આવવાનો રસ્તો

ગોદાલિયાથી મેદાગિન તરફનો રોડ ગેટ નંબર 4

Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

શ્રદ્ધાળુઓ ગેટ નંબર 4થી પ્રવેશ કરે છે જેને ગોદોલિયા મેદાગિન રોડ પર છે. તેને જ્ઞાનવાપી ગેટ પણ કહે છે. અહીંથી તમે પ્રવેશ કરશો તો રસ્તામાં ઘણીબધી પ્રસાદની દુકાનો અને લોકરની સુવિધા જોવા મળશે. તમે અહીં પ્રસાદ લઇને મોબાઇલ લોકરમાં મૂકી શકો છો. ગેટ નંબર 4ની પાસે કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટની ઓફિસ પણ છે.

તમે ઓફિસના લોકરમાં મોબાઇલ મુકી શકો છો. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટમાંથી 300 રૂપિયામાં વીઆઇપી પાસ લઇને સુગમ દર્શન કરી શકો છો. તમે ભીડથી બચી શકો છો. તમે ટ્રસ્ટમાંથી આરતીનું બુકિંગ પણ કરાવી શકો છો.

ગોદોલિયાથી મેદાગિનના રસ્તે તમે લક્ષ્મી ચા, ગૌરીશંકર કચોરી સહિત અનેક નાસ્તાની દુકાનો મળી જશે.

ગેટ નંબર 1

ગેટ નંબર 1 બાબા વિશ્વનાથનું સૌથી જુનું દ્વાર છે. તમે ગોદોલિયાથી દશાશ્વમેઘ ઘાટ તરફ આગળ વધતો તો ડાબી બાજુ સિંહ દ્ધાર જોવા મળશે. જયાં આદિ શંકરાચાર્યની મૂર્તિ છે. આ ગલીમાંથી તમે ગેટ નંબર 1 પર પહોંચશો જેને કદાચ સરસ્વતી ગેટ કહેવાય છે.

Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

આ ગલી સાંકડી છે. અહીંથી પણ તમે પ્રસાદની ફૂલ માળાની અગણિત દુકાનો જોવા મળશે. તમે જુતા-ચપ્પલ, મોબાઇલ વગેરે પણ રાખી શકો છો. અહીં માતા અન્નપૂર્ણા દેવીનું મંદિર છે જેમાં તમે દર્શન અવશ્ય કરો.

લલિતા ઘાટથી સીધા બાબા વિશ્વનાથ મંદિર તરફ ગંગા દ્વાર

જો તમે સીધા ગંગા ઘાટથી બાબાના દર્શન કરવા માંગો છો તો ગંગા દ્વાર તમારા માટે છે. તેના માટે તમારે લલિતા ઘાટ કે જે દશાશ્વમેઘ ઘાટ અને મણિકર્ણિકા ઘાટની મધ્યમાં સ્થિત છે ત્યાંથી પ્રવેશ કરો. અહીં એક અલૌકિક દ્વાર જોવા મળશે. રસ્તામાં અનેક નાના મંદિરો પણ છે.

Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

જો તમે લલિતા ઘાટથી જાઓ તો ભારત માતાની પ્રતિમા, આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમા, મહારાણી અહલ્યાબાઇ હોલકરની પ્રતિમા જોવા મળશે.

માં વિશાલાક્ષી શક્તિપીઠ મંદિરનો રસ્તો

મેં જ્યારે માતા વિશાલાક્ષીના દર્શન કર્યા અને પછી એક લોકલ પાસેથી જાણકારી લીધી. તેણે એક ગલીનો રસ્તો બતાવ્યો. જે માતા વિશાલાક્ષી શક્તિપીઠથી થોડા જ દૂર હતો.

સેલ્ફી લેનારા માટે સલાહ

બાબા વિશ્વનાથ મંદિર પરિસરમાં ફોટોગ્રાફીની મનાઇ છે. તમે મંદિરની આસપાસના ફોટો લઇ શકો છો. જો તમે ગેટ નંબર 4 પર છો તો બહારથી ફોટો લઇ શકો છો. અંદર પ્રવેશ કરશો તો ફોટો નહીં લઇ શકો. આ એક સુંદર ગેટ છે જ્યાં ભગવાન શિવનું ત્રિશુળ છે.

હવે અમે આપને એવી જગ્યા બતાવીશું જ્યાંથી તમને ઘણા સુંદર ફોટો ક્લિક કરવા મળશે. લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ મંદિર તરફ જાઓ તો સૌથી પહેલા ઘાટ પર બનેલા દ્વારનો ફોટો પાડો. આ ગેટ પર તમારે મોબાઇલ જમા નથી કરાવવો પડતો. થોડોક અંદર મુખ્ય ગેટ પર જમા કરવાનો રહેશે. અહીં આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનો ફોટો લઇ શકો છો. પછી તમે સીડી કે એસ્કેલેટર પર ઉપર જશો તો ઘણાં સુંદર મંદિર, ભારત માતા અને મહારાણી અહલ્યાબાઇ હોલ્કરની પ્રતિમા જોવા મળશે, જેની ફોટોગ્રાફી કરી શકો છો.

Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi
Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi
Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi
Photo of કાશી વિશ્વનાથ કૉરિડોરઃ બાબા વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી બધી જાણકારી by Paurav Joshi

કૉરિડોરની અંદર શું છે

જો તમે લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ કરો છો તો તમને આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમા, રામેશ્વર ભવન જોવા મળશે અને આગળ જશો તો સીડીની પાસે માનધાતેશ્વર મહાદેવ મંદિર, ભારત માતાની પ્રતિમા, મહારાણી અહિલ્યાબાઇ હોલકરની પ્રતિમા અને અનેક મંદિર જોવા મળશે.

આગળ વધતાં મુખ્ય મંદિર, નંદીજીની પ્રતિમા, કેનેડાથી લાવેલી માં અન્નપૂર્ણાની પ્રતિમા જે ઇસ.1913માં ચોરી કરવામાં આવી હતી અને કેનેડાની રેજિના યૂનિવર્સિટીમાં એક આર્ટ ગેલેરીમાં રાખવામાં આવી હતી અને હવે આ મૂર્તિ બાબા વિશ્વનાથ પરિસરમાં આવી ચુકી છે.

મંદિરને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા ભાગમાં મુખ્ય મંદિર છે જેમાં 4 મોટા મોટા ગેટ છે અને ચારે તરફ એક પ્રદક્ષિણા પથ બનેલો છે જેમાં ઘણાં શિલાલેખ છે જે વારાણસીના મહત્વને બતાવે છે. આ કોરિડોરમાં તમને મંદિર ચોક, મુમુક્ષુ ભવન, શોપિંગ કોમ્પ્લેક્સ, ગંગા વ્યૂ કેફે, જલપાન ગૃહ, વારાણસી ગેલેરી, મ્યૂઝિયમ, યાત્રી સુવિધા કેન્દ્ર, ઘણાં મંદિર પણ જોવા મળશે.

જ્યારે આ કૉરિડોર બન્યો નહોતો ત્યારે તેનું શિખર જોવાનું કામ મુશ્કેલ હતું પરંતુ આજે કૉરિડોરમાં ઉભા રહીને ઘણી સરળતાથી બાબાનું શિખર જોઇ શકાય છે. અહીં અન્નપૂર્ણા મંદિર સિવાય માતા વિશાલાક્ષી શક્તિપીઠ પણ મંદિરથી વધારે દૂર નથી.

કાશી વિશ્વનાથ કોરિડોરથી ગંગા નદી તરફ જશો તો મીર ઘાટ છે જ્યાં તમે ટેઢા (વાંકુ) મંદિર જે સિંધિયા ઘાટની પાસે છે. નેપાળી મંદિર પણ જઇ શકો છો.

હાલ અમારી કાશી વિશ્વનાથ કોરિડોરની પોસ્ટ અધૂરી છે કારણ કે હજુ કોરિડોર બની રહ્યો છે અને જેવો તે બનશે તેમાં સુવિધાઓ વધતી જશે અને અમે ફરી બનારસ જઇશું તો આ પોસ્ટને ફરી અપડેટ કરીશું. ત્યાં સુધી ફક્ત આટલું જ જય ભોળાનાથ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads