ભારતમાં ‘સિલિકોન વેલી’ના લેવલ જેટલી આઇટી ક્ષેત્રે પ્રગતિ કરનાર બેંગલોર આજે સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાય છે. બેંગલોર જે રાજ્યની રાજધાની છે એ કર્ણાટક આ સિવાય પણ અનેક વિશેષતાઓ ધરાવે છે. કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ- આ સૌ દક્ષિણ ભારતના રાજ્યો પૈકી કર્ણાટક સૌથી મોટું પણ છે અને સૌથી પ્રોગ્રેસીવ પણ.
કર્ણાટક સાચે જ એક ખાસ રાજ્ય છે.
1. વિજયનગર
ભારતનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો તેના આપણા દેશમાં અઢળક પુરાવાઓ જોવા મળે છે. તો કર્ણાટક પણ ક્યાંથી બાકી રહે! કર્ણાટકમાં અનેક જગ્યાએ આજે પણ પ્રાચીન વિજયનગર રાજ્યના ખંડેર સ્વરૂપે અંશો જોવા મળે છે. આ ખંડેર પણ ખૂબ આકર્ષક છે તો તે સમયની ભવ્યતાની તો આપણે કલ્પના જ કરવી રહી.
ટીપું સુલતાનએ આ ભૂમિ પર આક્રમણ કર્યું હતું તે સાથે સાથે આપણે એ પણ જાણીએ કે વિચક્ષણ બુદ્ધિ ધરાવતા ચાણક્ય પણ આ જ ભૂમિની ઉપજ હતા. મૈસૂરમાં આવેલા ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આજે પણ ચાણક્યના સમયના હસ્તપ્રતોનો સંગ્રહ સાચવવામાં આવ્યો છે.
2. તિરંગો બનાવતી એકમાત્ર જગ્યા
આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશનો રાષ્ટ્રધ્વજ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાપડમાંથી નથી બનાવી શકાતો. કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (KKGSS) નામની સંસ્થામાં કામ કરતી બહેનો દ્વારા તીરંગા બનાવવામાં આવે છે અને એ જ જગતભરમાં ક્યાંય પણ સપ્લાય થાય છે. આ સંસ્થા સિવાય દેશમાં બીજી કોઈ પણ જગ્યા તિરંગા બનાવવા માટે અધિકૃતતા ધરાવતી નથી.
3. સંસ્કૃત બોલતા લોકોનું ગામ
શિમોગા જિલ્લામાં આવેલું મત્તુર ગામ તેની ‘Sanskrit speaking village’ હોવાની ઓળખને કારણે પુષ્કળ ખ્યાતિ પામ્યું છે. મત્તુર વિષે મારો વિગતે અનુભવ અહીં વાંચો.
4. કોફીનો સૌથી વધુ નિકાસ
ભારતમાં એવા કેટલાય રાજ્યો છે જ્યાં ચા અને કોફીનો વ્યવસાય નાના-મોટા પાયે વિકસ્યો હોય. પરંતુ દેશમાં કોફીની સૌથી વધુ નિકાસ કરતાં રાજ્યોમાં પ્રથમ સ્થાન કર્ણાટકનું છે. દેશમાં કોફીના કુલ ઉત્પાદનના 71% જેટલું ઉત્પાદન માત્ર કર્ણાટક રાજ્યમાં થાય છે.
5. સૌથી વધુ ધોધ
ભારતમાં બીજા નંબરનો સૌથી ઊંચો ધોધ- જોગ ફોલ્સ સહિત દેશમાં સૌથી વધુ સંખ્યામાં ધોધ કર્ણાટક રાજ્યમાં આવ્યા છે તેવું કહેવાય છે.
6. ભાષાની વિવિધતા
જે રાજ્ય વિકસિત હોય ત્યાં દેશનાં અન્ય રાજયોમાંથી લોકો આવીને વસવાના જ! આપણે સૌ આ વાત બરાબર સમજીએ છીએ કારણકે ગુજરાત પણ એક વિકસિત રાજ્ય છે. બેંગલોર શહેરની આગેવાની હેઠળ કર્ણાટક રાજ્યના વિવિધ શહેરોનો પુષ્કળ વિકાસ થઈ રહ્યો છે. અને એટલે જ અહીંની મુખ્ય ભાષા તો કન્નડ છે જ, પણ સાથોસાથ ભારતની કુલ 13 ભાષા બોલતા લોકો આ ભૂમિ પર રહે છે.
બેંગલોર, મેંગલોર, મૈસૂર, ઉટી, ચિકમંગલૂર વગેરે જેવા અઢળક જોવાલાયક સ્થળ ધરાવતા કર્ણાટક રાજ્યનો તમારો શું અનુભવ છે? કમેન્ટ્સમાં જણાવો.
માહિતી અને ફોટોઝ: ગૂગલ
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ