જો તમે લક્ઝરી મુસાફરીના શોખીન છો અને શિમલાની યાત્રા કરવાના છો. તો તમારા માટે એક ઘણા સારા સમાચાર છે. જેનાથી તમે કુદરતી દ્રશ્યોનો આનંદ લેતા લેતા શિમલા સુધી ઓછા સમયમાં પહોંચી શકો છો. ભારતીય રેલવેએ 15 સીટર લક્ઝરી મોટર કાર ટ્રેન સેવા શરુ કરી છે. આ ટ્રેન કાલકાથી શિમલા સુધીની મુસાફરી તમને કરાવશે. સારી વાત એ છે કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે તમારા ખિસ્સા પણ વધારે હળવા નહીં કરવા પડે. માત્ર 800 રૂપિયામાં તમે આ ઉત્તમ ટ્રેનમાં મુસાફરી કરી શકશો.
વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ ગણાતી રેલ મોટર કારમાં 14 લોકોના બેસવાની વ્યવસ્થા છે. કાલકા-શિમલા હેરિટેજ રેલવે ટ્રેક પર 18 માર્ચથી શરૂ થયેલી મોટરકારનું ભાડું 800 રૂપિયા નિર્ધારિત કર્યું છે. રેલવે મોટરકાર ફર્સ્ટ ક્લાસનું બેઝ ફેર 710 રૂપિયા, રિઝર્વેશન ચાર્જ 50 રૂપિયા, જીએસટી લગભગ 40 રૂપિયા કુલ 800 નક્કી કર્યું છે. પર્યટકોની સુવિધા અને પર્વતીય વિસ્તારોની યાત્રાનો આનંદ લેવા માટે રેલમોટર કારની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
કાલકા શિમલા ટ્રેક પર જાન્યુઆરી 2019થી મોટરકારના સંચાલનને બંધ કરી દેવામાં આવ્યું હતું. રેલવેએ આ મોટરકારના ટાઇમ પર અન્ય ગાડિયોનું સંચાલન શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઇએ કે આ ટ્રેનને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે મુસાફરી દરમિયાન યાત્રી પ્રકૃતિના દ્રશ્યોનો પણ ભરપૂર આનંદ લઇ શકશો. એક કોચમાં બન્ને તરફ બાલ્કની પણ છે જેમાં મુકેલી ખુરશીઓ પર બેસીને પ્રવાસી તાજી હવા અને લીલાછમ મેદાનોને નિહાળી શકે છે. આ વખતે રેલવે મોટરકારને કાલકા શતાબ્દીના કનેક્શનમાં ચલાવાઇ રહ્યું છે. શિમલાથી રેલવે મોટરકારના પાછા ફરવાનો સમય પહેલા જ્યાં સાજે 3:50 વાગ્યાનો હતો જે આ વખતે બદલીને 11:40 વાગે નક્કી કરવામાં આવ્યો છે. રેલવે મોટરકાર સાંજે 4:30 વાગે કાલકા પહોંચી જશે.
જેના કારણે દિલ્હી જતા પ્રવાસી સરળતાથી દિલ્હી શતાબ્દી પકડી શકશે. કાલકાથી દિલ્હી માટે શતાબ્દી છૂટવાનો સમય 5:45 છે. આપને જણાવી દઇએ કે ટ્રેનનો નંબર કાલકાથી શિમલા માટે 04505 છે જ્યારે શિમલાથી કાલકા માટે 04506 છે. તેમણે કહ્યું કે આ ટ્રેનને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે મુસાફરી દરમિયાન યાત્રીઓ પ્રકૃતિના નજારાનો આનંદ પણ લઇ શકશે. આ ટ્રેન દરરોજ કાલકા સ્ટેશનથી સવારે 5 વાગ્યાને 25 મિનિટ પર ઉપડશે અને તે જ દિવસે સવારે 9 વાગ્યાને 50 મિનિટે શિમલા પહોંચી જશે. આ રૂટ પર ટ્રેનને ફક્ત એક જ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સવારે લગભગ 7 વાગેને 5 મિનિટે આ ટ્રેન બડોગ સ્ટેશને પર ઉભી રહેશે. રિટર્નમાં આ ટ્રેન શિમલાથી સવારે 11.40 વાગે રવાના થશે અને સાંજે ચાર વાગેને 30 મિનિટે પાછી કાલકા પહોંચશે. રિટર્નમાં પણ આ ટ્રેન બપોરે 2.10 વાગે બડોગ સ્ટેશને રોકાશે. આ મોટરકર ટ્રેનમાં ફક્ત એક જ કોચ લગાવવામાં આવ્યો છે. આ કોચ સંપૂર્ણ રીતે લકઝરી અને ફર્સ્ટ ક્લાસનો છે. જો તમે પણ આ ટ્રેનમાં જવા માંગો છો તો આની ટિકિટ પીઆરઆસ કાઉન્ટર કે પછી ઑનલાઇન પણ બુક કરી શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો