માઉન્ટ એવરેસ્ટ 29,000 ફુટ ઊંચો છે અને માઉન્ટ કૈલાશ 22,000 ફુટ. 1953 માં એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપા એ પહેલી વાર એવરેસ્ટ સર કર્યો ત્યારથી આજ સુધી લગભગ 4000 લોકો એવરેસ્ટ જીતી ચુક્યા છે.
પરંતુ આજ સુધી એક પણ વ્યક્તિ માઉન્ટ કૈલાશ ના શિખર સુધી નથી પહોંચી શક્યુ.
એવુ તો વળી શું ખાસ છે માઉન્ટ કૈલાશમાં કે ઊંચાઈમાં એવરેસ્ટ કરતા નાનો હોવા છતા કોઈ તેને સર નથી કરી શક્યું.!
કૈલાશ પર્વતનુ રહસ્ય
કૈલાશ વિશે તો હવે ભાઈ એવુ છે કે જેટલા મોઢા તેટલી વાતો. કેટલાય તો કહે છે કે આ પહાડ અહીં હતો જ નહીં, તેને બનાવવા મા આવ્યો છે. અને કેટલાક તો વળી એવું કહે છે કે આ પહાડ અંદર થી પોલો છે, તેની અંદરથી બીજી દુનિયામાં જવાનો રસ્તો નીકળે છે.
1999 માં રુસની વૈજ્ઞાનિકો ની એક ટીમ એક મહિના સુધી માઉન્ટ કૈલાશ ની તળેટીમાં રહી અને તેના આકાર વિશે શોધ કરતી રહી. વૈજ્ઞાનિકો એ કહ્યુ કે આ પહાડની ત્રિકોણ આકાર ની ચોટી પ્રાક્રુતિક નહિં પરંતુ પિરામીડ છે, જે બરફથી ઢંકાયેલી રહે છે. અને હા, તમારી જાણ ખાતર કહી દઉ કે માઉન્ટ કૈલાશ ને ‘શિવ પિરામીડ’ ના નામે પણ ઓળખવામાં આવે છે.
જે કોઈપણ આ પહાડ ને ચડવા નીકળ્યું, એ અથવા તો માર્યુ ગયું અથવા તો ચડ્યા વગર જ પાછુ આવ્યું.
આખી દુનિયા એ કૈલાશ પર્વત ને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર માન્યું છે..!!
હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતને શિવ નું ગઢ માનવામાં આવે છે. કહેવાય છે કે પર્વત પર શિવ અને પાર્વતી વિરાજમાન છે.
પરંતુ આ રહસ્યમયી પર્વતનું નામ માત્ર હિન્દુ ધર્મના પુસ્તકોમાં જ છે એવું નથી.
જૈન ધર્મના અનુયાયીઓનું માનવું છે કે સૌથી પકેલા તીર્થાંકર ઋષભનાથ ને કૈલાશ પર્વત પર તત્વ જ્ઞાન પ્રાપ્ત થયુ હતું.
અરે બૌદ્ધ ધર્મ ના અનુયાયીઓ પણ માને છે કે મહાત્મા બુદ્ધ પહાડની ચોટી પર રહે છે.
તિબેટના ડાઓ અનુયાયી આ પર્વતને પુરી દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર માને છે. ડાઓ ધર્મ તિબેટમાં બૌદ્ધ ધર્મના પણ ઘણા સમય પહેલાથી છે.
હવે આ કોઈ સંયોગ તો ન જ હોય શકે કે એક જ પર્વતને ચાર ધર્મોના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ ચાર ધર્મો ને માનવા વાળા લગભગ દોઢ અરબ લોકો કૈલાશ પર્વતની મહિમા જાણે છે.
કૈલાશ પર્વત એ ચીની સરકાર ને ધુળ ચાંટતી કરી દીધેલી
1980 માં ચીની સરકારે ઈટલીના પર્વતારોહી રેનહોલ્ડ મેસ્નરને કૈલાશ પર્વત સર કરવાની વિનંતી કરી. રેનહોલ્ડ એ કૈલાશ પર્વત પર પગ મુકવાની પણ ના પાડી દીધી હતી.
સાલ 2007 માં રુસી પર્વતારોહી સર્ગે સિસ્ટિકોવ એ તેની ટીમ સાથે માઉન્ટ કૈલાશ પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો. સર્ગે પોતાનો અનુભવ કહ્યો : "થોડે દુર ચડ્યા પછી મને અને મારી આખી ટીમને માથામાં ભયંકર દુખાવો થવા લાગ્યો. પછી તો અમારા પગે પણ જવાબ આપી દીધો. મારા જડબાંની માંસપેશીઓ ખેંચાવા લાગી અને જીભ જામી ગઈ. મોં માંથી અવાજ નીકળતો પણ બંધ થઈ ગયો. ચડતા ચડતા મને અહેસાસ થયો કે હું આ પર્વત ચડવાને લાયક નથી. હું તરત જ પાછા વળી ઉતરવા લાગ્યો, અને ત્યારે મને શાંતી મળી."
કર્નલ વિલ્સને પણ કૈલાશ ચડવાની કોશીશ કરી. તેઓ કહે છે : “ જેવો મને શિખર સુધી પહોંચવાનો થોડો ઘણો રસ્તો દેખાતો ત્યાં જ બરફવર્ષા શરુ થઈ જતી. અને દરેક વખતે મારે બેઝ કેમ્પ પાછુ આવવું પડતું.”
ચીની સરકારે વળી પાછુ થોડા પર્વતારોહીઓને કૈલાશ પર ચડવા કહ્યું. પરંતુ આ વખતે પુરી દુનિયાએ ચીન ની આ હરકતનો એટલો વિરોધ કર્યો કે અંતે તેમણે આ પહાડ પર ચડવાથી રોક લગાવવી જ પડી.
કહેવાય છે કે જે કોઈ પણ આ પહાડ પર ચડવાનો પ્રયત્ન કરે છે તે આગળ નથી ચડી શકતા, તેનું હદય પરિવર્તન થઈ જાય છે.
અહીંની હવામાં કંઈક અલગ જ વાત છે. તમારા વાળ અને નખ બે દિવસમાં જ, બે અઠવાડીયામાં વધવા જોઈએ તેટલા વધી જાય છે. શરીર મુ્રજાવવા લાગે છે અને ચહેરા પર ગઢપણ દેખાવા લાગે છે.
કૈલાશ પર ચડવું કોઈ રમત વાત નથી
29,000 ફુટ ઊંચાઈ હોવા છતાં એવરેસ્ટ પર ચડવું ટેકનીકલી સહેલું છે. પરંતુ ચારે બાજુથી ઊભા ખડકો અને હિમખંડોથી બનેલા કૈલાશ પર્વત પર જવાનો કોઈ રસ્તો નથી. આવી ખતરનાક ચટ્ટાનો ચડવામાં તો મોટામા મોટો પર્વતારોહી પણ ઘુંટણે પડી જાય.
દર વર્ષે લાખો લોકો કૈલાશ પર્વતની પરિક્રમા કરવા આવે છે. સાથે સાથે માનસરોવર ના પણ દર્શન કરે છે.
પરંતુ આ વાત આજે પણ રહસ્ય છે, કે આ પહાડ આટલો જાણીતો છે તો પણ તેની પર કોઈ ચડી શકતુ કેમ નથી.
શું તમે આના વિશે કશું જાણો છો? કમેંટ્સમાં જણાવો.